: વૈશાખ : ૨૪૮૧ આત્મધર્મ : ૧૭૯ :
એવો ધર્મ તો પરમાં નથી ને આત્મામાં પણ નથી. સાધકને પોતાની પર્યાયમાં હજી સર્વજ્ઞતા નથી
પણ સાધકપણું છે, અને સાધકદશામાં બાધકભાવ પણ સાથે વર્તે છે અને તે બાધકભાવ પરાશ્રયે
થાય છે તેથી તેટલી આત્માની પરતંત્રતા છે–એમ ધર્મી જાણે છે.
(૧) જો સ્વાશ્રય સંપૂર્ણ થઈ ગયો હોય તો સર્વજ્ઞતા થઈ જાય, ને વિકાર જરાપણ ન રહે.
અને ત્યાં નય પણ ન હોય.
(૨) જો સ્વાશ્રયભાવ બિલકુલ ન હોય, એકલો પરાશ્રયભાવ જ હોય તો મિથ્યાદ્રષ્ટિપણું
હોય, તેને પણ નય ન હોય.
(૩) જેને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનનો સ્વાશ્રયભાવ ખીલ્યો છે અને હજી ચારિત્રમાં અંશે
પરાશ્રયભાવ પણ વર્તે છે–એવા સાધક જીવની આ વાત છે; તે જ્યારે પોતાની પર્યાયની
પરાધીનતાને જાણે ત્યારે તેને ઈશ્વરનય હોય છે. તે વખતેય સાધકની દ્રષ્ટિ તો શુદ્ધ સ્વભાવ ઉપર જ
પડી છે.
–ક્ષાયક સમ્યગ્દર્શન થયા પછી ધર્મીને રાગ–દ્વેષ થાય, ત્યાં ધર્મી તેને પોતાની પરાધીનતા
સમજે છે, પરને લીધે તે વિકાર થયો એમ માનતા નથી પણ પોતાનો અપરાધ સમજે છે, પોતામાં
હજી પરાધીન થવાની તેટલી લાયકાત છે–એમ જાણે છે. આત્મામાં આ પરતંત્રતા ભોગવવાનો ધર્મ
ત્રિકાળીસ્વભાવરૂપ નથી પણ ક્ષણિક પર્યાયને આશ્રિત છે.
અહીં જે ધર્મોનું વર્ણન કર્યું છે તેમાંથી કેટલાક ધર્મો ત્રિકાળીસ્વભાવરૂપ છે અને કેટલાક ધર્મો
ક્ષણિકપર્યાયરૂપ છે. કેટલાક ધર્મો એવા છે કે જે સાધકદશામાં હોય છે ને પછી નથી હોતા. આ રીતે
આ ધર્મો અપેક્ષિત છે; બધાય જીવોને આ બધાય ધર્મો લાગુ ન પડે. અહીં સાધક જીવ કયા નયથી
કેવા ધર્મને જાણે છે તેનું વર્ણન છે.
ધર્મી જાણે છે કે મારો આત્મા શુદ્ધચિદાનંદસ્વરૂપ છે, રાગ મારો સ્વભાવ નથી, મારા
સ્વભાવને આશ્રિત રાગ થતો નથી, રાગ પરને આશ્રયે થાય છે માટે તે પરતંત્રતા છે, અને આત્મા
પોતે તે પરતંત્રતાને ભોગવનાર છે. આ રીતે સ્વભાવની સ્વતંત્રતા ને પર્યાયની અમુક પરતંત્રતા–
બંનેનું જ્ઞાન કરીને ધર્મી પોતાના સ્વભાવમાં ઢળતો જાય છે ને પરતંત્રતાને તોડતો જાય છે.
–જેમ બાળક માતાની ગોદમાં હોય ત્યારે તો જ્યારે ધાવવું હોય ત્યારે ધાવે–એમ સ્વતંત્ર છે,
પણ માતાની ગોદમાંથી નીકળીને પરદેશમાં ગયો ત્યાં તો ધાવમાતાની દુકાને અમુક વખત જ
ધવરાવે, એટલે તેમાં બાળક પરતંત્રપણે ધાવનાર છે. તેમ માતા એટલે શુદ્ધ ચૈતન્યમૂર્તિ સ્વભાવ,
તેની ગોદમાં રહે એટલે કે સ્વભાવનો આશ્રય કરીને તેમાં લીન રહે તો તે આત્મા પરતંત્ર થતો નથી
પણ પોતાના આનંદને સ્વાધીનપણે ભોગવે છે. પણ જ્યાં સ્વભાવની ગોદમાંથી બહાર નીકળીને
પરનો આશ્રય કર્યો ત્યાં પરતંત્રપણે રાગાદિને ભોગવે છે. માટે ઈશ્વરનયથી આત્મા પરતંત્રતા
ભોગવનાર છે. જો સ્વભાવનો આશ્રય કરીને સંપૂર્ણ ઈશ્વરતા પ્રગટી જાય તો પરતંત્રતા રહે નહિ ને
ત્યાં ઈશ્વરનય લાગુ પડે નહિ. પણ હજી સ્વભાવની પૂર્ણ ઈશ્વરતા પ્રગટી નથી ને અંશે પરનો
આશ્રય થાય છે તેટલી પરાધીનતા છે, તે પરાધીનતામાં આત્મા પોતે પરને મોટપ ઈશ્વરતા આપે છે,
તેથી ઈશ્વરનયે તે પરતંત્રતા ભોગવનાર છે. ધર્મીએ પોતાના ચૈતન્યસ્વભાવની ઈશ્વરતાને જાણીને
તેનો આશ્રય તો લીધો છે પણ હજી પૂરો આશ્રય નથી લીધો તેથી કાંઈક પરાશ્રય પણ થાય છે,
તેટલી પોતાની પરાધીનતા છે. સ્વતંત્ર વસ્તુસ્વભાવને જે સમજ્યો છે તે આ પરાધીનતાને પણ જાણે
છે. પર્યાયની પરાધીનતા