જાણે પણ તે બધાનો સાર તો શુદ્ધ ચૈતન્યસ્વભાવ તરફ ઢળવું તે જ છે. એ વાત છેલ્લે ૪૪૮માં પાને
આચાર્યદેવે કરી છે.
પોતે પરને ઈશ્વરતા આપીને (અર્થાત્ પરનો આશ્રય કરીને) પરાધીનતા ભોગવે છે. ધર્મીની
દ્રષ્ટિમાં તો શુદ્ધ ચૈતન્ય પિંડનો જ આશ્રય વર્તે છે પણ હજી ચારિત્રમાં વિકાર થાય છે તે નિમિત્તના
આશ્રયે થાય છે તેટલી નિમિત્તની ઈશ્વરતા છે ને આત્માની પરાધીનતા છે. સ્વભાવની દ્રષ્ટિમાં
પોતાની ઈશ્વરતાનું ભાન રાખીને, પર્યાયમાં જે વિકાર થાય છે તેટલી પોતાની પરાધીનતા છે–એમ
ધર્મી જાણે છે. પણ પરદ્રવ્ય પરાણે બરજોરીથી જીવને વિકાર કરાવે–એવો કોઈ ધર્મ આત્મામાં કે
પરદ્રવ્યમાં નથી. સ્વભાવની સ્વતંત્ર ઈશ્વરતા–પ્રભુતાને ચકીને, એકલા નિમિત્તને જ ઈશ્વરતા
આપીને તેની સામે જોયા કરે તેને આવો ઈશ્વરનય હોતો નથી. અહીં તો જેને આત્માની પ્રભુતાનું
ભાન થયું છે એવા જ્ઞાની કોઈ વાર ઈશ્વરનયથી એમ કહે છે કે આ રાગદ્વેષ થાય છે તે મારા
સ્વભાવની ઈશ્વરતાથી થતા નથી પણ નિમિત્તની–કર્મની મોટપથી થાય છે અને તેટલો
પરાધીનતાનો ભોગવટો છે. કર્મની બળજોરીથી વિકાર થયો–એમ પણ કહેવાય, –પણ એમ
કહેનારની દ્રષ્ટિ ક્યાં હોય? વિકાર વગરનું શુદ્ધચૈતન્યદ્રવ્ય સ્વતંત્ર છે એમ જેણે જાણ્યું હોય, એટલે
સ્વભાવની બળજોરી પ્રગટી હોય, તે જીવ સ્વભાવદ્રષ્ટિના બળથી વિકારને કર્મની બળજોરીથી થયેલો
કહે છે, ને તેને જ ઈશ્વરનય હોય છે.
ઓળખાવવા માટે તેના ધર્મોનું વર્ણન કર્યું છે. જેમ મુસાફરના બાળકને ધાવમાતા ધવરાવે ત્યાં તે
બાળક પરાધીનપણે ધાવે છે’ તેમ અનંતધર્મનો પિંડ ચૈતન્યમૂર્તિ આત્મા સ્વભાવથી તો રાગાદિનો
ભોગવનાર નથી પણ પર્યાયમાં રાગાદિ ભાવોને પરાધીનપણે ભોગવે છે, તેથી ઈશ્વરનયે આત્મા
પરતંત્રતા ભોગવનાર છે–એમ કહ્યું. ઈશ્વરનયથી પરાધીનતા જાણનાર, તે જ વખતે પોતાના
સ્વભાવની સ્વાધીનતાને પણ સમજે છે. જો એકલી પરાધીનતાને જ માને ને સ્વાધીનતાને ન જાણે
તો તે પર્યાયમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે; અને એકલી સ્વાધીનતા જ માની લ્યે, પર્યાયમાં પરાધીનતા છે તેને
જાણે નહિ–તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. દ્રવ્ય અને પર્યાય બંનેથી વસ્તુને જેમ છે તેમ જાણવી જોઈએ
દ્રવ્ય અને પર્યાય બંનેને યથાર્થપણે જે ઓળખે તેની દ્રષ્ટિનું જોર શુદ્ધ દ્રવ્ય તરફ જ વળી જાય છે;
કોઈ પણ નયથી જુએ કે પ્રમાણથી જુએ તો પણ અંતરંગમાં આત્માને શુદ્ધ ચૈતન્યમાત્ર દેખે છે,
‘સ્યાત્કારને વશ વર્તતા’ ઈશ્વરનયથી જુઓ કે કોઈ પણ નયથી જુઓ તો પણ અનંત ધર્મોવાળું
નિજ આત્મદ્રવ્ય શુદ્ધ ચૈતન્યસ્વરૂપ દેખાય છે, એકેક ધર્મ આખા ધર્મીને (શુદ્ધ ચૈતન્યદ્રવ્યને) બતાવે
છે, એને એ જ નયજ્ઞાનનું ખરું ફળ છે. નયો કાંઈ વિકલ્પમાં અટકવા માટે નથી પણ વસ્તુને સાધવા
માટે છે. ઈશ્વરનયથી આત્મા પરાધીન છે–એમ જોનારને પણ તે વખતે અંતરમાં