ખરેખર ચૈતન્યસામાન્ય વડે વ્યાપ્ત અનંતધર્મોના આધારરૂપ એક દ્રવ્ય છે. ભાઈ! તું અંતરમાં તારા
શુદ્ધ ચૈતન્યદ્રવ્યને જો, તેને માટે જ આ વાત કરી છે. હજી પર્યાયમાં નબળાઈથી રાગાદિ થાય છે તેથી
ઈશ્વરનયથી પરાધીનતાનું જ્ઞાન કરાવ્યું છે, પણ પરાધીનતા કહીને પર સામે જોવા માટે નથી કહ્યું,
પણ અંતરના શુદ્ધ ચૈતન્યદ્રવ્ય તરફ વાળવા માટે કહ્યું છે. પરાધીનતા તે તો એક ક્ષણિક અંશ છે ને
તે જ સમયે આખો અંશી શુદ્ધ ચૈતન્યશક્તિપણે બિરાજમાન છે માટે તારા આત્માને શુદ્ધ ચૈતન્યપણે
અંતરંગમાં દેખ, ––આવું ઉપદેશનું તાત્પર્ય છે.
“આત્મદ્રવ્ય અનીશ્વરનયે સ્વતંત્રતા ભોગવનાર છે, –હરણને સ્વચ્છંદે સ્વતંત્રપણે ફાડી ખાતા
કોઈ ઈશ્વર નથી એવો સ્વતંત્ર આત્મા છે. જેમ સિંહ તે જંગલનો રાજા છે, તેના માથે બીજો કોઈ
નથી, તેમ આત્મા પોતે અનંત શક્તિનો પ્રભુ છે, તે પોતાની પ્રભુતા સિવાય બીજા કોઈને પ્રભુતા
આપે તેવો નથી. જેમ જંગલમાં સિંહ હરણને સ્વતંત્રપણે ફાડી ખાય છે, ત્યાં તેને બીજા કોઈનો એવો
ભય નથી કે આ હરણના સગાંવહાલાં આવીને મને મારશે! અરે! મોટા હાથીનાં ટોળાં આવે તો
પણ તેનાથી સિંહ ડરતો નથી તેમ પોતાના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને સાધનારો આત્મા સિંહ જેવો
નિઃશંક છે–નિર્ભય છે, તેને કોઈ કર્મનો ક્ષેત્રનો કે પ્રતિકૂળ પરિષહનો એવો ભય નથી કે આ મારી
પ્રભુતાને લૂંટી લેશે! પોતે સ્વતંત્રપણે આત્માના આનંદને ભોગવે છે. આત્માનો સ્વભાવ એવો
સ્વતંત્ર અનીશ્વર છે કે તે બીજા કોઈને ઈશ્વરતા આપતો નથી. આત્માની સ્વતંત્રતાનો પ્રતાપ
અખંડિત છે.
આત્માનું વર્ણન કર્યું છે તેમાં આ અનીશ્વરનયથી આત્માની સ્વતંત્રતાનું વર્ણન કરીને આત્માની
પ્રભુતા બતાવી છે. સ્વતંત્રતાથી શોભિતપણું તે પ્રભુતાનું લક્ષણ છે. પણ અજ્ઞાનીના અંતરમાં
પોતાની પ્રભુતા બેસતી નથી ને પરાશ્રયની માંગણબુદ્ધિ છૂટતી નથી. એક ભિખારણને મોટા રાજાએ
પોતાની રાણી બનાવીને બંગલામાં રાખી, પણ તેની માંગવાની ટેવ ન ગઈ; એટલે ખાવાના વખતે
ગોખલામાં ભોજન મૂકીને, ગોખલા પાસે ભીખ માગે કે ‘દેજો માબાપ! કાંઈ વધ્યું હોય તો! ’ ––
એમ ભીખ માંગીને પછી ખાય. તેમ અજ્ઞાની જીવ ભગવાનના સમવસરણરૂપી બંગલે ગયો ને
ભગવાને તેને તેની પ્રભુતા બતાવીને કહ્યું કે હે આત્મા! તારી પ્રભુતા તારી પાસે છે, માટે પરાશ્રયથી
લાભ થાય–એવી માંગણબુદ્ધિ છોડ! પણ તે અજ્ઞાનીને આત્માની સ્વાધીનપ્રભુતા રુચતી નથી ને
પરથી મને લાભ થાય–વ્યવહારના આશ્રયથી