આત્માની પ્રભુતા સમજાવે છે કે હે ભાઈ! તું સ્વતંત્રતા ભોગવનાર છો, તું પોતે જ પોતાનો પ્રભુ
છો, તારા આત્માનો ધણી બીજો કોઈ નથી, તારા આત્મામાં કર્મની ઈશ્વરતા તો નથી અને તીર્થંકર
ભગવાનની પ્રભુતા પણ ખરેખર તારા આત્મામાં નથી. તેમની પ્રભુતા તેમનામાં, ને તારી પ્રભુતા
તારામાં.
પરતંત્રતાને જાણતી વખતે પણ સ્વભાવની સ્વતંત્ર પ્રભુતાનું ભાન ધર્મીને ભેગું જ છે. પર્યાયના
જ્ઞાન વખતે પણ સ્વભાવની પ્રભુતાની દ્રષ્ટિ ધર્મીને છૂટતી નથી, ને પર્યાયબુદ્ધિ થતી નથી.
સ્વભાવની પ્રભુતાને અજ્ઞાની જાણતો નથી, એટલે પર્યાયને જાણતાં તેને એકલી પર્યાયબુદ્ધિ થઈ
જાય છે, –પર્યાય જેટલો જ આખે આત્મા તે માને છે, તેથી તેને નય કે પ્રમાણ હોતાં નથી.
અનીશ્વરનયથી જુઓ, કે પ્રમાણથી જુઓ, પણ અંતરંગદ્રષ્ટિમાં આત્મા શુદ્ધચૈતન્યસ્વરૂપ જ દેખાય
છે. ઈશ્વરનયથી પરાધીન પર્યાયને જાણતી વખતે પણ ધર્મીની દ્રષ્ટિમાં તે પરાધીનતાની પ્રધાનતા
થઈ જતી નથી, તેની દ્રષ્ટિમાં તો શુદ્ધચૈતન્યસ્વરૂપે જ આત્મા પ્રકાશે છે. આત્માના ધર્મો અનંત છે
પણ આત્મા તો એક જ છે, આવા આત્માને પ્રમાણ વડે જુઓ કે પ્રમાણપૂર્વકના કોઈ નય વડે જુઓ
તો પણ અંતરંગમાં તે શુદ્ધચૈતન્ય માત્ર દેખાય છે.
એકાગ્ર થઈને પોતાના આનંદને ભોગવે છે ત્યાં તે સ્વતંત્રપણે આનંદનો ભોગવનાર છે, તેને કોઈ
રોકનાર નથી. ‘કર્મને આધીન થઈને આત્મા રખડે છે’ એમ ઈશ્વરનયથી આત્માને પરાધીન કહ્યો
ત્યાં પણ એકલી પરાધીનતા બતાવવાનું તાત્પર્ય નથી. પરંતુ ક્ષણિક પરાધીનતાનું જ્ઞાન કરાવીને શુદ્ધ
ચૈતન્યદ્રવ્ય તરફ વાળવાનું જ તાત્પર્ય છે. ભાઈ! પરથી તારું કલ્યાણ થાય કે પરથી તારું કલ્યાણ
અટકે–એ બુદ્ધિ છોડી દે. તને કોઈ બીજો ડુબાડે કે તને કોઈ બીજો ઊગારે––એવું તારા સ્વરૂપમાં છે જ
નહિ. તારા આત્મામાં એવી સ્વતંત્ર પ્રભુતા છે કે તે કોઈ બીજાને મોટપ ન આપે, કોઈ બીજો તેનો
સ્વામી નથી. પોતાના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રપર્યાયરૂપ જે શુદ્ધકાર્ય, તેના કારણરૂપ પોતે જ કારણ
પરમાત્મા છે, બીજું કોઈ તેનું કારણ નથી. –આમ તારા આત્માની સ્વતંત્ર ઈશ્વરતાને ‘અનીશ્વરનય’
થી તું જાણ.
પરાક્રમનો સ્વામી આત્મા પોતે પોતાની સ્વતંત્રતાથી આનંદનો ભોગવનાર છે, તેના ઉપર બીજો
કોઈ ઈશ્વર નથી એટલે આત્મા કોઈને આધીન નથી. આનંદના સ્વાધીન ભોગવટામાં આત્માને વિઘ્ન
કરનાર આ બ્રહ્માંડમાં કોઈ છે જ નહિ. જેમ સિંહ એટલે વનનો રાજા, તે જંગલમાં ડરપોક હરણિયાંને
મારીને સ્વેચ્છાપૂર્વક ભોગવે છે તેમ આત્મા એટલે ચૈતન્યરાજા તે