તેનો એક ધર્મ છે. આવા ધર્મથી જે પોતાના આત્માને ઓળખે તે પરનો ઓશીયાળો ન થાય. ધર્મી
જાણે છે કે આ જગતમાં કોઈ પણ દ્રવ્યમાં ગુણમાં કે પર્યાયમાં એવી તાકાત નથી કે મારી સ્વતંત્રતાને
લૂંટી શકે. હું અનીશ્વર છું એટલે કે મારા ઉપર બીજો કોઈ ઈશ્વર નથી, હું જ મારા ઘરનો મોટો ઈશ્વર
છું. મારાથી મોટો એવો કોઈ ઈશ્વર આ જગતમાં નથી કે જે મારા સ્વાધીન સ્વભાવને લૂંટીને મને
પરાધીન બનાવે. દેવાધિદેવ તીર્થંકર પરમાત્માને આત્માનું કેવળજ્ઞાનાદિ પૂર્ણ ઐશ્વર્ય પ્રગટી ગયું છે
તેથી તેઓ પરમેશ્વર છે, પણ તેમની ઈશ્વરતા તેમના આત્મામાં છે, મારામાં તેમની ઈશ્વરતા નથી.
શક્તિપણે તીર્થંકર ભગવાન અને મારો આત્મા બંને સરખા છે, મારા દ્રવ્યમાં પણ તીર્થંકર ભગવાન
જેવું જ ઈશ્વરપણું સ્વભાવરૂપે ભર્યું છે. વિનયથી ધર્મી પણ એમ કહે કે અહો! તીર્થંકર પરમાત્મા
અમારા નાથ છે, તીર્થંકર પરમાત્મા જેવા ધીંગધણી અમે ધાર્યા છે તેથી હવે અમને શી ચિંતા છે?
પણ તે જ વખતે અંતરમાં ભાન વર્તે છે કે પરમાર્થે મારો ધીંગધણી ભગવાન તો મારો આત્મા જ છે.
ખરેખર મારો આત્મા પોતે જ મારો સ્વામી છે–એમ અનુપચાર સ્વરૂપના ભાન સહિત, ભગવાનને
ધીંગધણી કહેવા તે ઉપચાર છે. હે વીતરાગ ચૈતન્યમૂર્તિ આત્મા! અંર્તદ્રષ્ટિથી મેં તને દીઠો ને તને
ધણી સ્વીકાર્યો, ધીંગધણી એવા ચૈતન્ય પરમેશ્વરને દ્રષ્ટિમાં ધારણ કર્યો, ત્યાં મારાં દુઃખ ને દુર્ભાગ્ય
દૂર થઈ ગયાં ને આત્માની આનંદસંપદાનો ભેટો થયો. ––આવી દ્રષ્ટિપૂર્વક, વિકલ્પ વખતે ભગવાનને
ધીંગધણી કહે તો ત્યાં ઈશ્વરનય લાગુ પડે. પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ધણી છે–એમ જ માને તો
દ્રવ્યની સ્વતંત્રતાનું ભાન રહેતું નથી, ત્યાં તો એકાંત થઈ જાય છે એટલે ત્યાં નય પણ લાગુ પડતો
નથી. અહીં તો કહે છે કે આત્માના દ્રવ્ય–ગુણ ને પર્યાય ત્રણે સ્વતંત્ર છે––આવી સ્વાધીનતાની પ્રતીત
કરીને શુદ્ધ ચૈતન્યદ્રવ્યનો અનુભવ કરવો તે બધા નયોનું ફળ છે.
નથી. નિમિત્તોને આધીન નથી, પણ સ્વાધીનપણે ભોગવનાર છે. આ રીતે અનીશ્વરનયે આત્મા
પોતે જ પોતાનો નાથ છે, બીજો કોઈ તેનો ધણી નથી.
ઉત્તર:– અરે ભાઈ! બધા આત્માને આ વાત લાગુ પડે છે. સ્વભાવથી બધા આત્મા સ્વાધીન
આવું ભાન કરી શકે છે કે અનીશ્વર નયે હું સ્વાધીન છું, મારો કોઈ ધણી નથી. રાગ હોય એટલે
નિમિત્તથી બીજાને ધણી કહેવાય, પણ તે વખતેય અંતરની દ્રષ્ટિમાં તો એકધારી પ્રતીત વર્તે છે કે હું
પોતે ચૈતન્ય પરમેશ્વર છું, મારા આત્મા સિવાય બીજો કોઈ મારો ઈશ્વર કે સ્વામી નથી. અરે! આઠ
વરસની રાજકુંવરીને સમ્યગ્દર્શન થાય તે પણ એમ જાણે છે કે હું સ્ત્રી નથી પણ હું તો
શુદ્ધચૈતન્યમૂર્તિ આત્મા છું, મારી પ્રભુતા મારામાં છે, બહારમાં બીજો કોઈ મારા આત્માનો સ્વામી
નથી. તે સમ્યગ્દ્રષ્ટિ બાલિકાને આવું ભાન હોવા છતાં પછી પરણે પણ ખરી, ને પતિને સ્વામી કહીને
બોલાવે, છતાં તેને