આત્મામાં અનંત ધર્મો હોવા છતાં તેને ‘જ્ઞાનસ્વરૂપ’ કહીને ઓળખાવ્યો છે, કેમકે જ્ઞાન તેનું લક્ષણ છે. –
ભગવાન આત્માને પ્રસિદ્ધ કર્યો. જ્ઞાને અંતર્મુખ થઈને આત્માને પકડતાં, તેની સાથે શ્રદ્ધા–આનંદ–સુખ–જીવન–
પ્રભુતા–સ્વચ્છતા–વીર્ય–કર્તૃત્વ વગેરે અનંત શક્તિઓ પણ નિર્મળતાપણે પરિણમી રહી છે; પણ તેમાં જ્ઞાન જ
સ્વ–પર પ્રકાશકપણે પ્રસિદ્ધ હોવાથી તે જ્ઞાનલક્ષણ વડે આત્માને ઓળખાવ્યો છે. અને તેથી અનંતધર્મસ્વરૂપ
આત્માને ‘જ્ઞાનમાત્ર’ જ કહ્યો છે. આ રીતે આત્માને જ્ઞાનમાત્ર કહેવાથી એકાંત થઈ જતું નથી, પણ જ્ઞાનની
સાથે બીજી અનંત શક્તિઓ ઉલ્લસતી હોવાથી અનેકાન્ત છે. જ્ઞાનના પરિણમનની સાથે નિર્મળપણે ઉલ્લસતી
શક્તિઓનું આ વર્ણન ચાલે છે. તેમાં સત્તર શક્તિઓનું વિવેચન થઈ ગયું છે. હવે અઢારમી ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ
શક્તિ છે, તેની વાત ચાલે છે. આ શક્તિ ખાસ સમજવા જેવી છે.
પરિણમવાના સ્વભાવવાળું છે. દ્રવ્યની ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ શક્તિ જ એવી છે કે ક્રમબદ્ધપર્યાયપણે જ પરિણમે,
અને ગુણો અક્રમ એક સાથે વર્તે. પર્યાયને ક્રમબદ્ધ ન માને તો તેણે ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વશક્તિને જ માની નથી.
વળી આ શક્તિ અનંત ગુણોમાં વ્યાપક હોવાથી અનંતાગુણો પણ પોતપોતાની ક્રમબદ્ધપર્યાયપણે જ પરિણમે છે.
અજ્ઞાની તો કહે છે કે ‘ક્રમબદ્ધપર્યાય થાય એવી એકેય શક્તિ નથી, ’ ત્યારે અહીં કહે છે કે દ્રવ્યના બધાય ગુણો
ક્રમબદ્ધપર્યાયપણે જ પરિણમવાના સ્વભાવવાળા છે.
ક્રમબદ્ધ જ છે. ક્રમબદ્ધપર્યાયનો જે સિદ્ધાંત છે તેની સામે અજ્ઞાની એમ દલીલ કરે છે કે ‘પર્યાયો ક્રમબદ્ધ જ થાય
એવો કોઈ ગુણ આત્મામાં નથી’ –પણ અહીં તેનો ખુલાસો આવી જાય છે કે દ્રવ્યના બધાય ગુણોમાં એવો
સ્વભાવ છે કે ગુણપણે ધ્રુવ રહીને ક્રમબદ્ધપર્યાયોપણે પરિણમે છે. આ રીતે ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ શક્તિથી આખું
દ્રવ્ય ક્રમ–અક્રમ સ્વભાવવાળું છે.