Atmadharma magazine - Ank 139
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 22

background image
: ૧૭૪ : આત્મધર્મ ૨૪૮૧ : વૈશાખ :
‘મુક્તિ સુંદરીનો નાથ’
[ભગવાનને ભેટવા માટે નીકળેલા મોક્ષમાર્ગી મુનિવરોની અદ્ભુત દશા!]
(વીર સં. ૨૪૮૧ ફાગણ સુદ બીજના પ્રવચનમાંથી: નિયમસાર કળશ ૮પ–૮૬)
ભગવાનનો સાક્ષાત્ ભેટો કરવા માટે નીકળેલા મોક્ષમાર્ગી
મુનિવરો આનંદના સાગરમાં ઝૂલી રહ્યા છે, અંતરના ચૈતન્ય દરિયામાં
તેમને શાંતિની ભરતી આવી છે.. આનંદનો સમુદ્ર ઊછળ્‌યો છે...
રોમેરોમમાં સમાધિ પરિણમી ગઈ છે. આવા મુનિ–જાણે કે ‘ચાલતા
સિદ્ધ! ’ એવી એમની અદ્ભુત દશા છે. મુક્તિસુન્દરી કહે છે કે હું
આવા શુદ્ધરત્નત્રયના સાધક મુનિવરોને જ વરું છું. આવા મોક્ષમાર્ગી
મુનિવરો જ મુક્તિસુન્દરીના નાથ થાય છે.
–– ‘જય હો.. એ મુક્તિસુંદરીના નાથનો! ’
અધ્યાત્મના સારનો નિર્ણય જેણે કર્યો છે એટલે જ્ઞાનાનંદ સ્વભાવ આત્માનો અંતરમાં નિર્ણય
કર્યો છે, સમ્યગ્દર્શન–જ્ઞાન થયું છે, અને તે ઉપરાંત અંર્તસ્વરૂપમાં લીન થતાં શાંત–શાંત દશા પ્રગટી
ગઈ છે–એટલે સમાધિ પરિણમી ગઈ છે–સહજ વીતરાગદશા અંર્તસ્વરૂપના અવલંબને વર્તે છે,
ઉપશાંતરસ જામી ગયો છે, ––આવા મોક્ષમાર્ગી મુનિવરો વીતરાગી સમિતિ વડે સંસારની
કલેશજાળને બાળી નાખીને મુક્તિસુંદરીના નાથ થાય છે.
આજે ભગવાન સીમંધર પરમાત્માનો અહીં ભેટો થયો છે. ખરેખર ભગવાનનો ભેટો કેમ
થાય? –પહેલાંં અંતર્મુખ થઈને ચિદાનંદ ભગવાન આત્માની પ્રતીત કરે–શ્રદ્ધા કરે, પછી તેમાં એકાગ્ર
થતાં આત્મામાં ભગવાનનો ભેટો થાય છે; તેના આત્મામાં ભગવાન પધાર્યા. આત્મામાં લીનતા વડે
ચિદાનંદ ભગવાનને પકડીને મુનિવરો સંસારના કલેશને મૂળમાંથી ઉખેડી નાંખે છે, ને ભગવાનનો
સાક્ષાત્ ભેટો કરે છે અર્થાત્ પોતે જ પરમાત્મા થઈ જાય છે.
જુઓ, આ મોક્ષમાર્ગી મુનિઓની દશા! આવો પરમેશ્વરનો માર્ગ છે. પરમેશ્વરનો મેળાપ કેમ
થાય? ... ભગવાનનો ભેટો કેમ થાય? તેની આ વાત છે. આવા મુનિવરો પરમેશ્વરનો ભેટો કરવા
નીકળ્‌યા છે. તેમને શ્રદ્ધા–જ્ઞાનમાં તો પરમેશ્વરનો સાક્ષાત્ ભેટો થઈ ગયો છે, ને અંતરમાં લીન થઈને
પૂર્ણાનંદી પરમેશ્વરપદને સાધી રહ્યા છે.
અંતરના ચૈતન્યદરિયામાં મુનિવરોને શાંતિની ભરતી આવી છે, આનંદનો સમુદ્ર ઊછળ્‌યો છે;
મુનિઓ આનંદના સાગરમાં ઝૂલી રહ્યા છે, જેના