આ કારણશુદ્ધપર્યાય દરેક ગુણમાં પણ છે. પવનના નિમિત્તે સમુદ્રના પાણીમાં તરંગો ઊઠે છે તે તો ઉપરનાં મોજાં
છે, પાણીનું દળ જુઓ તો તે એકરૂપ છે. તેમ આત્મામાં રાગાદિ વિકારી ભાવો અથવા તેના અભાવથી પ્રગટતી
નિર્મળ પર્યાયો છે તે બધા અપેક્ષિતભાવો છે, ક્ષણિક ઉત્પાદ–વ્યયરૂપ છે, તે ક્ષણિક ભાવોના આશ્રયે સમ્યગ્દર્શન
થતું નથી. દરિયામાં જેમ પાણીનું દળ, પાણીનો શીતળ સ્વભાવ અને પાણીની સપાટી–એ ત્રણે અભેદરૂપ તે
સમુદ્ર છે, તે ત્રણે હંમેશાં એવા ને એવા જ રહે છે; તેમ આત્મા ચૈતન્ય દરિયો છે, તેમાં આત્મદ્રવ્ય, તેના જ્ઞાનાદિ
ગુણો અને તેનું ધ્રુવરૂપ વર્તમાન અર્થાત્ કારણએ ત્રણે થઈને વસ્તુરૂપની પૂર્ણતા છે, તે જ પરમ પારિણામિક
ભાવ છે અને તેના જ આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. હજી આગળ જતાં (ગા. ૧૦ થી ૧પમાં) આ વાત
વિસ્તારથી આવશે.
અવલંબન લ્યે એટલી જ વાર છે કારણ તો સદા શુદ્ધ જ છે, તેમાં એકતા કરતાં શુદ્ધ કાર્ય પ્રગટી જાય છે.
અંતર્મુખ સ્વભાવમાં વળતાં દ્રવ્ય–ગુણ ને કારણશુદ્ધપર્યાય એ ત્રણેની અભેદતાનું અવલંબન થાય છે, ને તેના
અવલંબને સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય પ્રગટી જાય છે, તે પર્યાય ઉત્પાદ–વ્યયરૂપ છે– ચૈતન્યનું આખેઆખું
ધ્રુવદળ વર્તમાનમાં કારણરૂપે વર્તી જ રહ્યું છે, તેમાં એકાગ્ર થઈને તેનું મનન કરતાં મોક્ષમાર્ગ પ્રગટી જાય છે,
વ્યવહારરત્નત્રય પણ હોય છે પણ તે કર્તવ્ય નથી. વ્યવહારરત્નત્રયના રાગને જે કર્તવ્ય માને છે તે જીવ
મોક્ષમાર્ગમાં આવ્યો જ નથી, નિયમરૂપ કર્તવ્ય અર્થાત્ મોક્ષમાર્ગ શું છે તેની તેને ખબર પણ નથી.
જેમ છે તેમ જાણે તો જ પ્રમાણ થાય છે. આ આશયથી તે તે કાળે વ્યવહારનય ‘જાણેલો’ પ્રયોજનવાન છે–એમ
કહ્યું છે, પણ વ્યવહારનય ‘આદરેલો’ પ્રયોજનવાન છે–એમ કહ્યું નથી. વ્યવહારનયના આશ્રયથી લાભ માને તો
મિથ્યાદ્રષ્ટિ છે. આચાર્યભગવાને તો વ્યવહારનયનો આશ્રય છોડાવીને નિશ્ચયનયના આશ્રયે જ મોક્ષ થવાનું
સ્પષ્ટપણે જણાવ્યું છે; તેને ભૂલીને આ બારમી ગાથા વગેરેના ઊંધા અર્થ કરીને અજ્ઞાની જીવો પોતાની ઊંધી
દ્રષ્ટિને પોષે છે. અહીં પણ આચાર્યદેવ સ્પષ્ટપણે કહે છે કે: નિશ્ચયરત્નત્રય તે જ મોક્ષમાર્ગ છે એટલે તે જ નિયમ
છે, અને વ્યવહારરત્નત્રય તેનાથી વિપરીત છે; તે વિપરીતના પરિહાર અર્થે એટલે કે વ્યવહારરત્નત્રયના
આશ્રયે મોક્ષમાર્ગ નથી એમ બતાવવા માટે ‘નિયમ’ની સાથે ‘સાર’ શબ્દ મૂકેલ છે. વ્યવહારરત્નત્રય તે નિયમ
નથી–કર્તવ્ય નથી–મોક્ષમાર્ગ નથી, પણ બાધકપણે વચ્ચે આવી પડે છે. કારણપરમાત્માના અવલંબને જે
વીતરાગી નિશ્ચયરત્નત્રય પ્રગટે એ તે નિયમ છે–કર્તવ્ય છે–મોક્ષમાર્ગ છે.