અહીં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે નિશ્ચયરત્નત્રય તેને નિયમથી કર્તવ્ય કહ્યું; તે સમ્યગ્દર્શન–જ્ઞાન–
પરમાત્મતત્ત્વ છે તેમાં જોડાણ કરવું એટલે કે જ્ઞાનને અંતર્મુખ કરીને તે પરમતત્ત્વને જ ઉપાદેય કરવું તે
સમ્યગ્જ્ઞાન છે.
નિકટતાથી જ આ જ્ઞાન થાય છે. બીજી ગાથામાં કહ્યું હતું કે આત્માની મુક્તિનો માર્ગ સમસ્ત પરદ્રવ્યોથી અત્યંત
નિરપેક્ષ છે, શુદ્ધરત્નત્રયાત્મકમાર્ગ પરમ નિરપેક્ષ છે. વ્યવહાર રત્નત્રય તો પરના અવલંબને છે એટલે નિરપેક્ષ
નથી તેથી તે ખરેખર માર્ગ નથી. માર્ગ તો પરમ નિરપેક્ષ છે. સમ્યગ્દર્શન પણ પરમ નિરપેક્ષ છે, સમ્યગ્જ્ઞાન પણ
પરમ નિરપેક્ષ છે ને સમ્યક્ચારિત્ર પણ પરમ નિરપેક્ષ છે. ચોથા ગુણસ્થાનના સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન પણ
આવા જ છે.
સ્વભાવમાં જ અંતર્મુખપણાની અસ્તિ છે. અંતરમાં વળીને ઉપાદેય સ્વરૂપ એવો જે પોતાનો પરમસ્વભાવ, તેનું
જયાં અવલંબન લીધું ત્યાં બીજા બધાનું અવલંબન છૂટી ગયું છે. માટે કહ્યું કે, પરદ્રવ્યને એટલે કે નિમિત્તને
રાગને કે વ્યવહારને અવલંબ્યા વગર, ઉપયોગને એકદમ અંતર્મુખ કરીને નિજ પરમતત્ત્વનું જે યથાર્થજ્ઞાન થાય
છે તે સમ્યગ્જ્ઞાન છે આ સમ્યગ્જ્ઞાન પોતાના શુદ્ધ પરમાત્મસ્વભાવને જ ઉપાદેય જાણે છે. આ સમ્યગ્જ્ઞાન તે
પર્યાય છે, કાર્ય છે, તે કાર્ય નવું પ્રગટે છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તેનો આ એક અવયવ
છે. મોક્ષને માટે આવું સમ્યગ્જ્ઞાન તે કર્તવ્ય છે.
વ્યાખ્યા! આત્માના આનંદનું જન્મભૂમિસ્થાન જે શુદ્ધ જીવાસ્તિકાય તેમાંથી જ સમ્યગ્દર્શન ઊપજે છે, ક્યાંય
બહારના આશ્રયથી સમ્યગ્દર્શન ઊપજતું નથી. આ ભગવાન પરમાત્મા પોતે અતીન્દ્રિય સુખનો સાગર છે, તે
પરમાત્મા સુખનો જે અભિલાષી છે એવા જીવને સમ્યગ્દર્શન થાય છે તેની આ વાત છે; સમ્યગ્દર્શન થતાં જ તેને
આનંદના વિલાસનો જન્મ થાય છે. તે આનંદનું જન્મભૂમિસ્થાન કયું? કે પોતાનો શુદ્ધ જીવસ્વભાવ જ તે
આનંદની ઉત્પત્તિનું જન્મભૂમિસ્થાન છે. આવા શુદ્ધઆત્માની પરમ શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન
થતાં જ, ભગવાન સિદ્ધ પરમાત્માને જેવું સુખ છે તેવા જ સુખનો અંશ સમકીતીને પોતાના વેદનમાં ––સ્વાદમાં
આવી જાય છે; અહો! મારા અસંખ્યપ્રદેશે આનંદનો જન્મ થયો!! મારા આત્માના અસંખ્યપ્રદેશો આવા જ
આનંદથી ભરપૂર છે––આવી અંતર્મુખ પ્રતીત તે સમ્યગ્દર્શન છે.