Atmadharma magazine - Ank 140
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
: ૧૯૨ : આત્મધર્મ : ૧૪૦
૧૩ ભાઈ! તારા જ્ઞાનને આત્મા સાથે ત્રિકાળ એકતારૂપ તાદાત્મ્યસંબંધ છે.
૧૪ તારા જ્ઞાનને પર સાથે તો એક ક્ષણ પણ તાદાત્મ્યસંબંધ નથી, સદાય ભિન્નતા જ છે.
૧પ વળી તારી પર્યાયમાં જે રાગાદિભાવ છે તેની સાથે આત્માને એક સમયનો અનિત્ય
તાદાત્મ્યસંબંધ છે.
૧૬ પરંતુ તે રાગાદિભાવનેય પરની સાથે તો એક સમયનો અનિત્ય તાદાત્મ્યસંબંધ પણ નથી.
૧૭ આત્માને પર સાથે ક્ષણિક નિમિત્ત–નૈમિત્તિકસંબંધ છે, પણ તાદાત્મ્યસંબંધ (એકતા) તો છે
જ નહિ.
૧૮ આટલા સંબંધમાંથી આત્માના હિતને માટે કયો સંબંધ આદરણીય છે? તે સમજાવે છે.
૧૯ પરની સાથે એકતાનો સંબંધ તો કદી છે જ નહિ, એટલે તેની વાત નથી.
૨૦ વિકારની સાથે ક્ષણિકસંબંધ છે, તે આદરણીય નથી કેમકે તે સંબંધ જેટલા આત્મા નથી.
૨૧ આત્મા સાથે જ્ઞાનની એકતાનો જે કાયમી સંબંધ છે તે જ આદરણીય છે,– આવો ભગવાન
જિનનો મત છે.
૨૨ આમ સમજીને, પર્યાયને અંતર્મુખ કરીને આત્મા સાથે જેણે એકતા કરી તેણે જિનમતને
જાણ્યો.
૨૩ આ સમજીને જ્ઞાનસ્વભાવી આત્મામાં એકતા...એકાગ્રતા થવી તે ધર્મ છે.
૨૪ જુઓ, આ આત્મામાં વળવાની વાત છે; આમાં એકાગ્ર થઈને સમજવું તે કલ્યાણનો રસ્તો છે.
૨પ અંદર એકાગ્ર થઈને સમજવાના ટાણે જેને બીજી ઠઠ્ઠા મશ્કરી સૂઝે છે તે જીવ જ્ઞાનની મહા
વિરાધના કરે છે.
૨૬ જુઓ આ સુખી થવાનો રસ્તો!!
૨૭ આનંદસ્વરૂપ આત્મા છે; અંતરમાં જ્ઞાન ને આત્માની એકતા નિહાળતાં અપૂર્વ આનંદ આવ્યા
વિના રહે નહિ.
૨૮ જ્ઞાનને અંતરમાં વાળીને જ્યાં આત્મા સાથે એકતાનો અનુભવ થયો ત્યાં અપૂર્વ આનંદનું
વેદન થાય છે.
૨૯ અતીન્દ્રિય આનંદ કહો...સમકીત કહો...કે ધર્મ કહો, તે કેમ થાય તેની આ વાત છે.
૩૦ આત્મા વસ્તુ છે, તેનો ત્રિકાળી જ્ઞાનસ્વભાવ છે.
૩૧ તે જ્ઞાનસ્વભાવી આત્મા સાથે એકતા કરતાં પર્યાયમાં અતીન્દ્રિય આનંદ ઉલ્લસે છે.
૩૨ જુઓ આ છે સમકીતનો ઉપાય...આનંદનો ઉપાય..ધર્મનો ઉપાય...અપૂર્વ હિતનો ઉપાય.
૩૩ જ્ઞાન આત્માને અતિ નીકટપણે અવલંબીને–અભિન્ન પ્રદેશપણે રહેલું છે.
૩૪ આવું સ્વરૂપ સમજીને એકવાર અંતરથી ઉલ્લાસ લાવે તો બેડો પાર થઈ જાય.
૩પ ઉલ્લાસમાન વીર્યવંત આ સમજવાને માટે પાત્ર છે.
૩૬ બહારની–પૈસા વગેરેની વાત સાંભળતાં ઉલ્લાસ લાવે છે પણ તેમાં તો આત્માનું કાંઈ હિત કે
શાંતિ નથી.
૩૭ ભગવાન આત્મા શાંતિનો ભંડાર છે, તેનો ઉલ્લાસ લાવે તો તેમાંથી શાંતિ આવે છે.
૩૮ જ્ઞાન ને આત્માની આવી એકતા જે સમજાવે તે જ દેવ–ગુરુ–શાસ્ત્ર સાચાં છે.
૩૯ બહારના આશ્રયથી જ્ઞાનનો લાભ થવાનું જે મનાવે તે દેવ–ગુરુ કે શાસ્ત્ર સાચાં નથી.