Atmadharma magazine - Ank 140
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
જેઠ : ૨૪૮૧ : ૧૯૩ :
૪૦ આત્મા સાથે જ્ઞાનની એકતાનો પ્રયોગ ‘કેવળ’ તો ‘કેવળજ્ઞાન’ ની પ્રાપ્તિ થશે–એમ ભગવાન–
જિનદેવ કહે છે.
૪૧ રાગ વગેરેના અવલંબનથી જ્ઞાન કેળવાશે–એમ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે.
૪૨ જ્ઞાન સાથે એકમેક એવો આત્મા, સુખ વગેરે અનંત સ્વભાવોનો પણ આધાર છે;
૪૩ એટલે આત્મામાં એકતા થતાં જ્ઞાન સાથે સુખ, શ્રદ્ધા વગેરે અનંત સ્વભાવો ખીલે છે.
૪૪ જ્ઞાનની જેમ તે શ્રદ્ધા, સુખ વગેરે ગુણો સાથે પણ આત્મા એકમેકપણે પરિણમી રહ્યો છે.
૪પ જુઓ, આમાં સમજાણું કાંઈ?... (જી...હા!)
૪૬ એક સાથે આત્મા અનંતસ્વભાવોપણે પરિણમે છે, તેથી આત્મા જ્ઞાન પણ છે, આત્મા સુખ
(વગેરે) પણ છે.
૪૭ ભગવાન! તારે તારા અનંત ધર્મો સાથે એકતાનો સંબંધ છે,–એ જ તારું સ્વરૂપ છે.
૪૮ આવા આત્માની સામે દ્રષ્ટિ કર્યા વગર બહારમાં બીજે કયાંય ઉદ્ધારના રસ્તા નથી.
૪૯ એક સમયની પર્યાયમાં વિકાર સાથે ક્ષણિકસંબંધ છે, પણ તેટલો આત્મા નથી.
પ૦ ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિથી તો વિકાર સાથે પણ અનિત્યનિમિત્તનૈમિત્તિક સંબંધ જ છે,–એકતા
નથી.
પ૧ આત્મા અનંત સ્વભાવધર્મોનો આધાર છે તેમાં વિકારનો અત્યંત અભાવ છે.
પ૨ સ્વભાવમાં અત્યંત અભાવ હોવાથી વિકાર સાથે આત્માને એકતા નથી, તેથી તેનો સંબંધ છૂટી શકે છે.
પ૩ પરદેશમાં કોઈ સાથે ક્ષણિક સંબંધ બાંધ્યો હોય તે સ્વદેશમાં આવતાં છૂટી જાય છે;
પ૪ તેમ સંસારમાં પરભાવ સાથે જે ક્ષણિકસંબંધ છે તે સ્વભાવમાં નથી તેથી સ્વભાવદ્રષ્ટિમાં તે સંબંધ
છૂટી જાય છે.
પપ ભાઈ! જ્ઞાન, સુખ વગેરે અનંતધર્મોનો આધાર તારો આત્મા છે.
પ૬ ‘જ્ઞાન’ ધર્મ દ્વારા આત્મા જ્ઞાન છે.
પ૭ ‘સુખ’ ધર્મ દ્વારા આત્મા સુખ છે.
પ૮ ‘પ્રત્યક્ષસંવેદન’ રૂપ ધર્મ દ્વારા આત્મા પ્રકાશ છે.
પ૯ ‘પ્રભુતા’ ધર્મ દ્વારા આત્મા પરમેશ્વર છે... (ઈત્યાદિ)
૬૦ એ પ્રમાણે અનંતધર્મો સાથે એકતારૂપ આત્મા છે તેથી અનેકાન્ત બળવાન છે.
૬૧ ભગવાન સર્વજ્ઞદેવના દિવ્યધ્વનિમાં જે પ્રવચનો નીકળ્‌યાં તેનો સાર આ પ્રવચનસારમાં છે.
૬૨ આત્માના અનંતધર્મોમાં જ્ઞાન તે વિશેષસ્વભાવ હોવાથી ‘જ્ઞાન તે આત્મા’ એમ કહીને
ઓળખાવ્યું;
૬૩ પણ એકાંત જ્ઞાન તે જ આત્મા નથી; આત્મા તો અનંત ધર્મોના આધારભૂત છે.
૬૪ આવો ભગવાન જિનેન્દ્રદેવનો અનેકાન્ત માર્ગ છે.
૬પ આ સમજીને પરથી સંબંધ તોડવો...ને આત્મા સાથે સંબંધ જોડવો તે અપૂર્વ ધર્મ છે.
૬૬ આવો આત્મા સમજે તેનો જન્મ સફળ છે.
૬ મા વર્ષના આ ૬ રત્નો જયવંત વર્તો !