Atmadharma magazine - Ank 140
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
જેઠ : ૨૪૮૧ : ૧૯૫ :
કાર્યનિયમ અને કારણનિયમ
[નિયમસાર ગાથા ૩ ઉપરનાં પ્રવચનો]
જુઓ, આ સંતોની વાણી! જંગલની ગૂફામાં રહીને
દિગંબર મુનિવરોએ આત્માના અનુભવમાં કલમ બોળી
બોળીને આ ભાવો કાઢ્યા છે. છઠ્ઠા–સાતમા ગુણસ્થાને
આત્માના આનંદમાં ઝૂલતા મુનિઓના અનુભવના
ઊંડાણમાંથી આ ભાવો નીકળ્‌યા છે. અહો! સંતો અપૂર્વ
વારસો મૂકી ગયા છે. શુદ્ધરત્નત્રયરૂપી જે તારું કર્તવ્ય,
તેનું કારણ તારા સ્વભાવમાં જ વર્તે છે; અંતરમાં જ્યારે
જો ત્યારે મોક્ષમાર્ગનું કારણ તારામાં વર્તી જ રહ્યું છે. આ
કારણને ઓળખીને તેની સાથે એકતા કરતાં
મોક્ષમાર્ગરૂપી કાર્ય થઈ જાય છે. અંતરમાં કારણ–કાર્યની
એકતા સાધતાં સાધતાં આ ટીકા રચાઈ ગઈ છે. જુઓ
તો ખરા! ટીકાકારે કેવા ભાવો કાઢ્યા છે!! જંગલમાં
બેઠાં બેઠાં સિદ્ધની સાથે વાતું કરી છે........
પૂ. ગુરુદેવ

આ નિયમસાર વંચાય છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે આ નિયમસારમાં અલૌકિક ભાવો ભર્યા છે; ને
પદ્મપ્રભમુનિરાજે પણ ટીકામાં અધ્યાત્મના અલૌકિક ભાવો ખોલ્યાં છે. ‘નિયમસાર’ એટલે શું તે ત્રીજી ગાથામાં
કહે છે––
णियमेण य जं कज्जं तण्णियमं णाणदंसणचरित्तं ।
विवरीयपरिहरत्थं भणिदं खलु सारमिदि वयणं।।
જે નિયમથી કર્તવ્ય એવાં રત્નત્રય તે નિયમ છે;
વિપરીતના પરિહાર અર્થે ‘સાર’ પદ યોજેલ છે.