Atmadharma magazine - Ank 141
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 23

background image
: અષાઢ : ૨૪૮૧ “આત્મધર્મ” : ૨૧૭ :
તો ચૈતન્યનું જ શરણ કરો.
– જો મરણથી બચવું હોય. ને આત્માની શાંતિ જોઈતી હોય.
–જીવ આ દેહથી જુદો જ્ઞાનસ્વરૂપ છે, તે કદી નવો થયો નથી પણ અનાદિથી છે. તે
અનાદિકાળથી પોતાના અજ્ઞાનને લીધે સંસારપરિભ્રમણમાં જન્મમરણ કરી રહ્યો છે; તે જન્મમરણથી
છૂટીને મોક્ષ થવાનો ઉપાય બતાવતાં આચાર્યભગવાન કહે છે કે હે જીવો! મરણથી બચવું હોય તો
તેનો ઉપાય વીતરાગી સંયમ છે; અને તે સંયમ ચૈતન્યમૂર્તિ આત્માના ભાન વિના પ્રગટતો નથી.
માટે પહેલાંં આત્માને ઓળખો. તે જ એક શરણ છે. સંસારમાં જીવો અશરણ છે, સર્વજ્ઞભગવાને
જેવો ચૈતન્યસ્વભાવ કહ્યો છે તેને જ શરણભૂત જાણીને તેની આરાધના કરવી તે મોક્ષનો ઉપાય છે.
માટે કહ્યું કે–
‘સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી
આરાધ્ય! આરાધ્ય! પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે
એના વિના કોઈ ન બાંહ્ય સ્હાશે.’
[–શ્રીમદ્ રાજચંદ્ર]
હે જીવ! સર્વજ્ઞભગવાને આત્માનો જેવો સ્વભાવ કહ્યો છે તેને જ શરણભૂત જાણીને તેની
આરાધના કર.... આરાધના કર! એના સિવાય બીજું કોઈ શરણ જગતમાં નથી. આત્માના ભાન
વગર એકાંત અનાથપણું છે, તે ટળીને ચૈતન્યના શરણે જ તારું સનાથપણું થશે.... માટે હે ભાઈ!
આત્માની ઓળખાણ કરીને તેનું શરણું લે.
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન અને તેમાં લીનતારૂપ ધર્મ, તે જ જીવોને
શરણભૂત છે, એ ધર્મ સિવાય બીજું કાંઈ શરણ નથી. સ્વર્ગના ઈન્દ્રને પણ ચૈતન્યના શરણ સિવાય
બીજું કાંઈ શરણ નથી. ચારે બાજુ હજારો દેવોની સેના અંગરક્ષક તરીકે ઊભી હોય તે પણ મરણ
વખતે શરણ થતી નથી. તે ઈન્દ્ર તો સમ્યગ્દ્રષ્ટિ છે, એકાવતારી હોય છે, અંતરમાં આત્માના શરણનું
તેને ભાન છે, દેહ છૂટવાનો પ્રસંગ નજીક આવતાં શાશ્વત જિનપ્રતિમાના શરણે જઈને તેમના
ચરણકમળ ઉપર હાથ મૂકિને કહે છે કે હે નાથ! હે સર્વજ્ઞ દેવ! તારા કહેલા વીતરાગી ધર્મનું જ મને
શરણ છે. હે પ્રભો! સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન તો છે, હવે મનુષ્યપણામાં ચારિત્રની આરાધના
કરીને અમે આ ભવભ્રમણનો નાશ કરશું... આમ આરાધનાની ભાવના ભાવતાં ભાવતાં શાંતિથી
દેહ છૂટી જાય છે, ને મનુષ્ય–ભવમાં અવતરે છે. ત્યાં ચૈતન્ય ઉપર દ્રષ્ટિ માંડીને... લીન થઈને........
નગ્નદિગંબર મુનિદશા ધારણ કરે છે ને પછી અંતરમાં એવું ત્રાટક
[ધ્યાનની એકાગ્રતા] પ્રગટ કરે
છે કે અલ્પકાળમાં કેવળજ્ઞાન પામે છે. અનંતા તીર્થંકરો, ઈન્દ્રો ચક્રવર્તીઓ આ ચૈતન્યના શરણને જ
અંગીકાર કરીને મુક્તિ પામ્યા છે. માટે તેનું ભાન કરીને તેનું જ