Atmadharma magazine - Ank 141
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 23

background image
: ૨૨૬ : “આત્મધર્મ” : અષાઢ : ૨૪૮૧
મારા આત્મામાં એક સાથે અક્રમપણે અનંતગુણો વર્તે છે ને પર્યાય સમયે સમયે મારા ઉત્પાદ–વ્યય–
સ્વભાવથી પલટે છે, –આમ ઉત્પાદ–વ્યય–ધુ્રવ સ્ભવાવી આત્માને ઓળખીને તેના શ્રદ્ધા–જ્ઞાન કરે ત્યાં
મિથ્યાત્વનો ઉત્પાદ રહે જ નહિ.
આત્માનો ક્યો સમય પર્યાય વગરનો હોય? ઉત્પાદ–વ્યય–ધુ્રવશક્તિ આત્મામાં અનાદિઅનંત છે, તેથી
ત્રણ કાળમાં એક પણ સમય પર્યાય વગરનો નથી, ઉત્પાદ–વ્યય–ધુ્રવત્વ સ્વભાવથી દરેક સમયે પર્યાય થયા જ
કરે છે. એટલે નિમિત્ત આવે તો પર્યાય થાય ને નિમિત્ત ન આવે તો ન થાય–એ વાત રહેતી નથી. આવા
સ્વભાવની શ્રદ્ધા થતાં જ્ઞાતાદ્રષ્ટાપણાનો વીતરાગભાગ પ્રગટે છે, પર્યાયના ક્રમને ફેરવવાની કે રાગના
કર્તાપણાની બુદ્ધિ રહેતી નથી. ઉત્પાદ–વ્યય–ધુ્રવત્વશક્તિમાં ક્રમ–અક્રમપણું આવે છે, તે ક્રમ–અક્રમપણાની પ્રતીત
એકલી પર્યાયને જોવાથી થઈ શકે નહિ, અનંતશક્તિવાળા સ્વભાવ સામે જોવાથી જ ક્રમ–અક્રમપણાની પ્રતીત
થાય છે, ને એવી પ્રતીત કરનારને પર્યાયબુદ્ધિ રહેતી નથી. આ રીતે પર્યાયબુદ્ધિનો નાશ ને સ્વભાવબુદ્ધિની
ઉત્પત્તિ તે આ શક્તિઓની સમજણનું ફળ છે.
ઉત્પાદ–વ્યય–ધુ્રવત્વ શક્તિ આત્મામાં પણ છે ને જડમાં પણ છે. આત્માના ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં
શરીરની ક્રિયા ન આ શરીરની ક્રિયા તો જડના ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં છે. દરેક દ્રવ્યના ઉત્પાદ–વ્યય–ધુ્રવ બીજાથી
ભિન્ન છે. મન–વાણી–દેહ–લક્ષ્મી વગેરેના ઉત્પાદ–વ્યયનો આત્મામાં અભાવ છે, તે જડના ઉત્પાદ–વ્યય
આત્માથી જુદા છે, એટલે તેનાથી આત્મામાં કાંઈ થતું નથી, ને આત્મા તેનું કાંઈ કરતો નથી. શરીર–લક્ષ્મી
વગેરે જડનો સદુપયોગ કરીને હું ધર્મ પામું–એ વાત પણ રહેતી નથી. કોઈ એમ વિચારે કે સસલાનાં શીંગડામાં
હું સુંદર કારીગરી કરું! –તો તે તેની ભ્રમણા છે, કેમકે સસલાના શીંગડાંનો અભાવ છે. જેમ સસલામાં
શીંગડાંનો અભાવ છે તેમ આત્મામાં દેહાદિ જડનો અભાવ છે, એટલે તે દેહાદિના સદુપયોગ વડે ધર્મ કરું–એ
પણ અજ્ઞાનીની ભ્રમણા જ છે.
પોતાના જ્ઞાનસ્વભાવના ઉત્પાદ–વ્ય્ય–ધુ્રવમાં આત્મા વર્તે છે; પુણ્ય–પાપમાં વર્તે તે ખરેખર આત્મા નથી,
અને જડની ક્રિયામાં તો આત્મા કદી વર્તતો જ નથી; જડના ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં જડ વર્તે છે. અજ્ઞાની પરની
ક્રિયાનું અભિમાન કરીને, પોતાના અનંતગુણોનો અનાદર કરતો થકો અનાદિથી વિકારમાં જ વર્તે છે, તેમાં
આત્માની પ્રસિદ્ધિ નથી. પોતાના ગુણ–પર્યાયમાં અભેદ થઈને વર્તે તે આત્મા છે. આત્મા ને તેના ગુણ–પર્યાય
વચ્ચે ખરેખર ભેદ નથી, અનાદિથી પોતાના ગુણ–પર્યાયમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવપણે આત્મા વર્તી જ રહ્યો છે, પણ
અજ્ઞાની તેની સામે જોતો નથી તેથી વિકારપણે પરિણમે છે. પોતાના સ્વભાવ સન્મુખ થઈને નિર્મળદશારૂપે
પરિણમવું ને મલિનતાનો નાશ કરવો તથા ધુ્રવપણે ટકી રહેવું–તે આત્માની ફરજ છે, ફરજ કહો કે મોક્ષનો
ઉપાય કહો, અજ્ઞાની આવી ફરજ ચૂકીને વિકારપણે પરિણમે છે, પણ પરમાં તો કંઈ પણ ફરજ તે પણ બજાવી
શકતો નથી. વસ્તુના ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવને બરાબર સમજે તો બધા ગોટા નીકળી જાય. વસ્તુના
સ્વભાવના સ્વીકાર વગર કોઈ રીતે ધર્મ થાય નહિ ને મિથ્યાત્વાદિ પાપ મટે નહિ.
જેણે જ્ઞાનાનંદસ્વભાવની સન્મુખ થઈને તેનો સ્વીકાર કર્યો તેને આત્માના અનંતગુણોનો આદર છે, અને
ક્ષણિક વિકારનો આદર નથી. જ્યાં અનંતગુણનો આદર છે ત્યાં જ્ઞાનીને આસક્તિના પાપ પરિણામ હોય તોપણ
તે બહુજ હળવા છે, અનંતગુણના આદર પાસે તેની કાંઈ ગણતરી નથી; અને અજ્ઞાની જીવ આત્મસ્વભાવના
અનંતગુણનો અનાદર કરીને ક્ષણિક વિકારનો આદર કરે છે તે જીવ પુણ્ય પરિણામ કરતો હોય તોપણ તે
વખતેય ધર્મના અનાદરનું અનંતું પાપ તે સેવી જ રહ્યો છે. મૂળ ધર્મ શું છે ને મૂળ પાપ શું છે તે સમજ્યા વગર
જીવોનો મોટો ભાગ પુણ્યમાં કે બહારની ક્રિયામાં જ ધર્મ માનીને અટકી રહ્યો છે. અહીં આચાર્યદેવ સમજાવે છે કે
ભાઈ! અનંતગુણનો આધાર એવો તારો આત્મસ્વભાવ છે તેનો આદર કરવો તે જ મૂળ ધર્મ છે, ને તે
સ્વભાવનો અનાદર એ જ મહાન પાપ છે. સ્વભાવના આધારે વિકાર ટળે છે તેને બદલે વિકારના આધારે
વિકારને ટાળવા માંગે છે તે મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાના સ્વભાવનો તિરસ્કાર કરી રહ્યો છે.
શરીર–મન–વાણીના ફેરફારની ક્રિયા (ઉત્પાદ–વ્યય) આત્માના સ્વરૂપમાં નથી એટલે તે ક્રિયા
આત્માની નથી