Atmadharma magazine - Ank 141
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 23

background image
: અષાઢ : ૨૪૮૧ “આત્મધર્મ” : ૨૨૭ :
ને આત્માને તે ક્રિયાથી ધર્મ થતો નથી.
પુણ્યપાપના ઉત્પાદ–વ્યયરૂપ ક્રિયા જીવની પર્યાયમાં થાય છે, પણ તે વિકારી ક્રિયા છે, તે પણ જીવને
હિતનું કારણ નથી, તેના લક્ષે હિત થતું નથી.
જીવની પર્યાયમાં નિર્મળતાના ઉત્પાદરૂપ ક્રિયા થાય તે ધર્મ છે; પણ તે નિર્મળતાની ઉત્પત્તિ કોના લક્ષે
થાય? પર્યાયની સામે લક્ષ રાખવાથી તો વિકારની ઉત્પત્તિ થાય છે, નિર્મળપર્યાયના લક્ષે પણ નિર્મળતાની
ઉત્પત્તિ થતી નથી, માટે પર્યાયનું લક્ષ પણ હિતનું કારણ નથી. પૂર્ણ શક્તિથી ભરેલો ધુ્રવસ્વભાવ છે તેના લક્ષે જ
સમ્યગ્દર્શનાદિ નિર્મળપર્યાય પ્રગટે છે ને તે જ હિતરૂપ છે. અહીં આચાર્ય ભગવાન આત્માની શક્તિઓ બતાવીને
તેનો જ આશ્રય કરાવવા માંગે છે.
આત્માનો એક એવો સ્વભાવ છે કે ક્રમ–અક્રમપણે વર્તે. ગુણો બધાય અનાદિઅનંત એક સાથે અક્રમ
રહેલા છે, ને અનાદિઅનંતકાળની પર્યાયો ક્રમવર્તીપણે ગોઠવાયેલી છે, તે પોતાના વ્યવસ્થિતક્રમપણે એક પછી
એક વર્તે છે, એવો ક્રમવર્તી સ્વભાવ છે. આવા સ્વભાવને માનતાં એકેક પર્યાય કે એકેક ગુણ ઉપરથી દ્રષ્ટિ
છૂટીને, અનંત ગુણના પિંડરૂપ અખંડ સ્વભાવ ઉપર દ્રષ્ટિ થંભે છે, ને તે દ્રષ્ટિમાં ક્રમે ક્રમે નિર્મળ પર્યાયોની
ઉત્પત્તિ થાય છે. –આનું નામ સાધકદશા ને આ મોક્ષનો માર્ગ!
પોતાના આવા સ્વભાવનું યથાર્થ શ્રવણ કરીને તેનું ગ્રહણ અને ધારણ પૂર્વે અનંતકાળમાં એક સેકંડ પણ
જીવે કર્યું નથી. એકવાર પણ જ્ઞાની પાસેથી આવા સ્વભાવની વાત સાંભળતાં અંતરના ઉલ્લાસથી તેની પક્કડ
થઈ જાય તો અલ્પકાળમાં તે જીવની મુક્તિ થયા વગર રહે નહિ. ‘મારો સ્વભાવ શું છે’ એમ લક્ષ કરીને જીવે
કદી સાચું શ્રવણ કર્યું નથી. પૂર્વે કોઈવાર સાંભળવા મળ્‌યું અને ધારણા પણ કરી પણ આત્મામાં તે રુચવ્યું નથી,
–પોતાના ઘરનું કરીને બેસાડયું નથી.
જુઓ, આ આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ અનાદિ અનંત છે; તેના જ્ઞાનાદિ ગુણો નવા કરાયેલા છે કે
અકૃત્રિમ છે? જો નવા કરાયેલા હોય તો તે ક્ષણિક હોય ને તેનો નાશ થઈ જાય, એટલે આત્માનો જ નાશ થઈ
જાય. –પણ એમ કદી બનતું નથી. ‘પર્યાય’ નવી ઉત્પન્ન થાય છે ને તેનો નાશ થાય છે. પણ ગુણ કદી નવા
ઉત્પન્ન થતા નથી તેમજ તેનો કદી નાશ થતો નથી. ગુણો તો વસ્તુનિષ્ઠ છે, વસ્તુમાં અનાદિઅનંત વસેલા છે.
વસ્તુ કે તેના ગુણો નવા ન થાય પણ તેની અવસ્થા નવી ઉત્પન્ન થાય, તેમજ વસ્તુ કે તેના ગુણોનો નાશ ન
થાય પણ તેના પર્યાયોનો નાશ થાય. જેમકે જીવમાં સિદ્ધ પર્યાયની ઉત્પત્તિ નવી થાય, ને સંસારપર્યાયનો નાશ
થાય, પણ કાંઈ જીવદ્રવ્ય કે તેના જ્ઞાનાદિગુણો નવા ઉત્પન્ન ન થાય, તેમજ તેનો નાશ ન થાય; તે તો સિદ્ધદશા
વખતે કે સંસારદશા વખતે એકરૂપ ધુ્રવ રહે છે. આવો ઉત્પાદ–વ્યય–ધુ્રવત્વ સ્વભાવ છે.
વસ્તુના બધા ગુણો ધુ્રવપણે એક સાથે રહે છે, પણ પર્યાયો એક સાથે વર્તતી નથી–એક પછી એક વર્તે
છે. જેમકે સોનામાં તેની પીળાશ વજન વગેરે એક સાથે રહે છે, પણ તેની હાર મુગટ વગેરે અવસ્થાઓ એક
સાથે વર્તતી નથી, એવો જ તેનો પર્યાયસ્વભાવ છે. હાર ભાંગીને મુગટ થયો, ત્યાં તે અવસ્થા સોનીએ નથી
બનાવી, પણ સોનાના જ ઉત્પાદ–વ્યય–ધુ્રવ સ્વભાવને લીધે તેનામાં મુગટ અવસ્થાની ઉત્પત્તિ ને હાર
અવસ્થાનો વ્યય તથા સોનાની ધુ્રવતા છે. વસ્તુના ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવને જે નથી જાણતો તે જ બીજાને
લીધે અવસ્થા થવાનું માને છે, તેની માન્યતા વસ્તુસ્વભાવથી વિપરીત છે એટલે કે ખોટી છે.
વળી ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં પણ, ધુ્રવસ્વભાવના લક્ષે વીતરાગતા થાય છે, ઉત્પાદ–વ્યયના લક્ષે તો રાગ–
દ્વેષ થાય છે. જેમ સોનામાં હાર–અવસ્થા નાશ પામીને મુગટ–અવસ્થાની ઉત્પત્તિ થઈ; ત્યાં જે પુરુષ હાર–
અવસ્થાને ઈચ્છે છે તેને તે અવસ્થાનો વ્યય થતાં દ્વેષ થાય છે, જે પુરુષ મુગટ–અવસ્થાને ઈચ્છે છે તેને તે
અવસ્થાની ઉત્પત્તિ થતાં રાગ થાય છે, પણ જે પુરુષ સોનાની ધુ્રવતાને દેખે છે તેને તે સંબંધી રાગદ્વેષ થતો નથી
કેમકે સોનું તો હાર વખતે કે મુગટ વખતે તેટલું ને તેટલું ધુ્રવ છે. તેમ આત્માના ધુ્રવ જ્ઞાનાનંદ સ્વભાવના
આશ્રયે વીતરાગતા થાય છે, ને ક્ષણિક પર્યાયના ઉત્પાદ–વ્યયના લક્ષે તો રાગ–દ્વેષ થાય છે.
પરથી ઉત્પાદ–વ્યય થાય એ તો વાત છે જ નહિ. અને, જેમ સોનામાં તાંબાનો ભાગ હોય તે તેનો મૂળ–
સ્વભાવ નથી તેમ આત્માની પર્યાયમાં રાગ–દ્વેષ થાય તે