Atmadharma magazine - Ank 141
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 23

background image
: ૨૨૮ : “આત્મધર્મ” : અષાઢ : ૨૪૮૧
આત્માનો મૂળસ્વભાવ નથી. માટે, આત્માના સ્વભાવને જોનાર તે રાગ–દ્વેષપણે ઊપજતો નથી પણ વીતરાગી–
નિર્મળતાપણે ઊપજે છે. અહીં સ્વભાવદ્રષ્ટિમાં નિર્મળક્રમની જ વાત છે. વસ્તુનો એવો સ્વભાવ જ છે કે
ક્રમબદ્ધપર્યાય પણે ઊપજે, તે સ્વભાવને જે ફેરવવા માગે તે મિથ્યાદ્રષ્ટિ થાય છે. ક્રમ–અક્રમપણે વર્તતો જે
જ્ઞાયકસ્વભાવ, તે સ્વભાવમાં એકાગ્ર થનાર જીવ સમ્યગ્દ્રષ્ટિ થઈને ક્રમેક્રમે નિર્મળપર્યાયમાં આગળ વધતો
વધતો કેવળજ્ઞાન પામે છે.
વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, તેનું આ વર્ણન છે. ઉત્પાદ–વ્યય–ધુ્રવતારૂપ જે વસ્તુસ્વભાવ, તે સ્વભાવનું
ભાન થતાં પર્યાયમાં ધર્મની શરૂઆત થાય છે. મારો જ્ઞાનસ્વભાવ અનંતગુણનો ભંડાર છે–એવી જ્યાં શ્રદ્ધા થઈ
ત્યાં ક્રમ–અક્રમવર્તનરૂપ ઉત્પાદ–વ્યય–ધુ્રવત્વશક્તિની પ્રતીત પણ તેમાં ભેગી આવી જ ગઈ, ને આવી
સ્વભાવની પ્રતીત થતાં શક્તિના ભંડારમાંથી નિર્મળપર્યાયનો ક્રમ પણ શરૂ થઈ જ ગયો. આ રીતે શક્તિ સાથે
પર્યાયને ભેગી ભેળવીને આ વાત છે.
ક્ષણિક પર્યાયના લક્ષે રાગની ઉત્પત્તિ થતી હોવાથી નુકશાન થાય છે, તેને બદલે પર્યાયના લક્ષે લાભ
થવાનું (–સમ્યગ્દર્શનાદિ થવાનું) જે માને તે મિથ્યાદ્રષ્ટિ છે. પર્યાયના આશ્રયે લાભ માનનાર ક્ષણિક પર્યાયને જ
વસ્તુનું સર્વસ્વ માને છે એટલે તે પર્યાયની દ્રષ્ટિ છોડીને દ્રવ્યસ્વભાવમાં દ્રષ્ટિ કરતો નથી તેથી તેને
સમ્યગ્દર્શનાદિનો લાભ થતો નથી. ધુ્રવસ્વભાવના આશ્રયે જ સમ્યગ્દર્શનાદિનો લાભ થાય છે. ધુ્રવસ્વભાવ
એટલે કે પરમ જ્ઞાયકસ્વભાવ તેનો વિશ્વાસ કરીને તેમાં એકાગ્રતાથી વીતરાગી સમભાવ રહે છે, એકલી
પર્યાયના વિશ્વાસે કદી વીતરાગી સમભાવ રહે જ નહિ.
આત્માનો વીતરાગી જ્ઞાતાસ્વભાવ છે, તે સ્વભાવ તરફ વળીને જ્ઞાતા રહે તો ક્રમબદ્ધપર્યાયોનો જેમ છે
તેમ વીતરાગભાવે જાણનાર રહે છે. પણ જ્ઞાતાપણું ચૂકીને ફેરફાર કરવા માંગે છે તે મિથ્યાદ્રષ્ટિ થાય છે. જેમ
કુદરતના ક્રમમાં સાત વારનો કે અઠ્ઠાવીસ નક્ષત્રનો જે ક્રમ છે તે કદી ફરતો નથી, છતાં તેમાં ફેરફાર થવાનું જે
માને તેના જ્ઞાનમાં ભૂલ થાય છે. તેમ પદાર્થોની બધી પર્યાયોનો જે ક્રમ છે તે કદી ફરતો નથી, છતાં તેમાં ફેરફાર
થવાનું જે માને તેના જ્ઞાનમાં ભૂલ થાય છે એટલે તે જ્ઞાતા ન રહેતાં મિથ્યાદ્રષ્ટિ થાય છે. જ્ઞાની પોતાના
જ્ઞાયકસ્વભાવની પ્રતીત કરીને ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા જ રહે છે, સાધકદશાના ક્રમમાં વચ્ચે અસ્થિરતાનો જે
રાગ થાય છે તેનો પણ તે જાણનાર છે.
જુઓ, આ ‘ક્રમબદ્ધપર્યાય’ ની વાત અટપટી છે.... પણ સરળ થઈને, જ્ઞાનસ્વભાવનો મહિમા લાવીને
જો સમજવા માંગે તો સીધીસટ છે. આ પોતાના સ્વભાવના ઘરની વાત છે. આ વાત અંતરમાં બેઠા વગર કોઈ
રીતે માર્ગ હાથ આવે તેમ નથી. બધાને જાણનારો પોતે, પોતે પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યા વગર
જ્ઞાનનું સાચું કાર્ય ક્યાંથી થશે? શ્રીમદ્રાજચંદ્ર પણ કહે છે કે–
(અપૂર્ણ)
બે બોલ
(૧)
દરેક વસ્તુમાં પોતાના પરિણામસ્વભાવને લીધે
પર્યાય થાય છે, બીજાને લીધે નહીં.
(૨)
આત્માને પોતાના શુદ્ધસ્વભાવના આધારે ધર્મ
થાય છે, વ્યવહારના કે બીજાના આધારે નહીં.
આ બે વાતનો બરાબર નિર્ણય કરે તો સ્વભાવના
આધારે પરિણમીને પર્યાય સ્વયં ધર્મરૂપ થાય.
પૂ. ગુરુદેવ