“ અમતન વરસદ “
આજે અમૃતની વૃષ્ટિ થઈ... આજે ઉપશાંતરસ ભરેલા અમૃતના મે વરસ્યા...
ભગવાન મહાવીર પરમાત્માના અસંખ્ય પ્રદેશરૂપી નિર્મલ આકાશમાંથી આજે
દિવ્યધ્વનિના મેઘ છૂટયા.
છાંસઠ–છાંસઠ દિવસોથી, તરસ્યા ચાતકની માફક તલસતા ભવ્યજીવો એ અમૃતવર્ષા
ઝીલીને શાંત થયા... તૃપ્ત થયા... આનંદિત થયા.
‘અષાડ વદ એકમ’ નો આજનો દિવસ ધન્ય બન્યો... ઉદાસ દેખાતો વિપુલાચલ પર્વત
આજે સુવર્ણ કરતાં પણ ઊજ્વળ બન્યો.
અહા! એ કેવો ધન્ય પ્રસંગ!! ભગવાનના ચરણમાં બેસીને દિવ્ય–ધ્વનિના અમૃતનું
સાક્ષાત્ પાન કરનારા એ જીવો કેવા ભાગ્યશાળી! –ઈન્દ્રભૂતિ ગૌતમના આનંદની તો શી
વાત!! ક્યાં એ ગઈ કાલની દશા? ને ક્યાં આજનું ગણધરપદ!! કેવો જીવનપલટો!!
પોતાના આત્માના અતિન્દ્રિય આનંદરૂપી અમૃતથી તૃપ્ત તૃપ્ત થઈને ભગવાને એ
અતીન્દ્રિયઆનંદરૂપી અમૃત દિવ્યધ્વનિ દ્વારા ભવ્યજીવોના કાનમાં રેડયું... ગૌતમ ગણધર જેવા
સંતોએ તે ઝીલ્યું... અને ભાવિ–ભવ્ય જીવોને માટે બાર અંગમાં તે ભર્યું.
એ પાવન પ્રસંગની સ્મૃતિ થતાં આજે પણ ભવ્યમુમુક્ષુઓને ઉગ્ર આતુરતા થાય છે કે
અહો! ભગવાને એવું તે કેવું અમૃત રેડયું હશે કે જેના પાનથી જીવોના જીવન પલટી ગયા!!
આપણા સદ્ભાગ્યે, આજે ૨૫૧૧ વર્ષ બાદ પણ પૂ. ગુરુદેવ આપણને એ અમૃતનો સ્વાદ
બતાવે છે.
પ્રૌઢ વયના ગૃહસ્થો માટે
જૈનદર્શન શિક્ષણવર્ગ
દર વર્ષ માફક આ વર્ષે પણ શ્રાવણ સુદ બીજ તા. ૨૧–૭–૫૫ ગુરુવારથી શરૂ કરીને, શ્રાવણ વદ દસમ
(તા. ૧૩–૮–૫૫) શનિવાર સુધી, સોનગઢમાં તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે “જૈનદર્શન શિક્ષણવર્ગ” ચાલશે.
તત્ત્વજ્ઞાનના અભ્યાસની શરૂઆત કરનારા જિજ્ઞાસુઓને આ વર્ગનું શિક્ષણ બહુ ઉપયોગી છે. જે જૈનભાઈઓને
વર્ગમાં આવવાની ઈચ્છા હોય તેમણે સૂચના મોકલી દેવી, અને વખતસર આવી જવું.
ણ
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
* જેઠ સુદ પાંચમ–શ્રુતપંચમીના રોજ મોરબીના ડૉ. સુંદરલાલ મોહનલાલ શાહ તથા તેમના ધર્મપત્ની
સવિતાબેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર કરી છે, તે માટે તેમને
ધન્યવાદ!
* જેઠ સુદ અગિયારસના રોજ અમદાવાદના ભાઈશ્રી ચીનુભાઈ લીલાચંદે પૂ. ગુરુદેવ પાસે આજીવન
બ્રહ્યચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે; તેઓ બાલબ્રહ્મચારી છે ને અમદાવાદમાં પોતાનું બાલ–વિદ્યામંદિર ચલાવે છે.
હાલ તેમની ઉમર લગભગ ૪૦ વર્ષની છે. આ શુભકાર્ય માટે તેમને ધન્યવાદ!