: અષાઢ : ૨૪૮૧ “આત્મધર્મ” : ૨૧૧ :
[૨]
અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ ત્રિકાળ છે
[પરમાર્થવચનિકામાંથી આગમ – અધ્યાત્મના સ્વરૂપ ઉપરનાં પ્રવચનો]
અહો! આ વાતની જેણે હા પાડી તે જીવ મોક્ષમાર્ગમાં આવ્યો.
દ્રવ્યસ્વભાવનું વર્તમાન પરિણમન મારા પૂરા કારણપણે વર્તી રહ્યું છે
એવો જ્યાં સ્વીકાર થયો ત્યાં અપૂર્વ સમ્યગ્દર્શન અને મોક્ષમાર્ગની
શરૂઆત થઈ જાય છે. સર્વજ્ઞના માર્ગ સિવાય વસ્તુસ્વભાવની આવી
અલૌકિક વાત બીજે ક્યાંય ત્રણકાળમાં ન હોય, ને સર્વજ્ઞના ભક્ત (–
સાધક) સિવાય કોઈ આ વાતને યથાર્થ માનવા સમર્થ નથી. આ વાત
યથાર્થપણે કબૂલનારને વર્તમાન વર્તતી આખી વસ્તુ શ્રદ્ધામાં આવી જાય
છે એટલે તે સમ્યગ્દ્રષ્ટિ થઈ જાય છે.
આ, લ્યો આ જૈન પરમેશ્વર સર્વજ્ઞદેવના માર્ગનું રહસ્ય! આ
વાતની યથાર્થ સમજણ તે સર્વજ્ઞ થવાનો માર્ગ છે. જે જીવ અંતરની
પ્રીતિપૂર્વક આ વાત સાંભળશે, સમજશે, શ્રદ્ધશે, તેનું અપૂર્વ કલ્યાણ
થશે. –પૂ. ગુરુદેવ
* નિયમસારની ત્રીજી ગાથામાં શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષ–માર્ગને કાર્યનિયમ કહ્યો અને તેની સાથે
શુદ્ધજ્ઞાનચેતના–પરિણામને કારણનિયમ કહીને વર્ણન કર્યું. એ રીતે ત્યાંથી જ કારણશુદ્ધપર્યાયનો ઈશારો કરી
દીધો છે.
* પછી દસમી ગાથામાં ઉપયોગના ભેદોનું વર્ણન કરતાં કારણસ્વભાવજ્ઞાનઉપયોગ અને
કાર્યસ્વભાવજ્ઞાન ઉપયોગની વાત કરી છે, તેમાં પણ આ ધ્વનિ છે. કારણ–જ્ઞાનને અગીયાર–બારમી ગાથામાં
‘સ્વરૂપપ્રત્યક્ષ’ કહ્યું છે; અને આ કથનને ‘બ્રહ્મોપદેશ’ કહેલ છે.
* ત્યાર પછી તેરમી ગાથામાં કારણસ્વભાવદર્શન ઉપયોગ અને કાર્યસ્વભાવદર્શનઉપયોગનું અથવા
કારણદ્રષ્ટિ અને કાર્યદ્રષ્ટિનું ખાસ વર્ણન કરીને તેમાં આ વાત મૂકી દીધી છે.
* અને પંદરમી ગાથામાં સ્વભાવપર્યાયના કારણશુદ્ધ પર્યાય અને કાર્યશુદ્ધપર્યાય એવા બે પ્રકારોનું વર્ણન
કર્યું છે,