: ૨૧૨ : “આત્મધર્મ” : અષાઢ : ૨૪૮૧
તેમાં આ કારણશુદ્ધપર્યાયનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. આ ઉપરાંત બીજે પણ અનેક ઠેકાણે આ વાતના ભણકાર
પદ્મપ્રભમલધારિદેવે મૂકયા છે. ઠેકાણે ઠેકાણે કાર્ય અને કારણને સાથે ને સાથે વર્ણવ્યા છે, એટલે એકલા ક્ષણિક કાર્યની
પર્યાયબુદ્ધિ ન થાય પણ કારણરૂપ ધુ્રવસ્વભાવની સન્મુખ થઈને પર્યાય નિર્મળ ઉત્પાદ તે જ ખરું કાર્ય થાય છે.
* વળી સમયસાર ગાથા ૯૦માં કહ્યું છે કે ‘પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ નિરંજન અનાદિનિધન વસ્તુના
સર્વસ્વભૂત ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે.’ –તેમાંથી પણ કારણશુદ્ધપર્યાયનો ધ્વનિ નીકળે છે.
* અને પં. બનારસીદાસજીએ પરમાર્થવચનિકામાં આગમઅધ્યાત્મનું સ્વરૂપ વર્ણવ્યું છે તેમાં પણ
‘અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ’ વર્ણવીને આ વાત બતાવી છે. ત્યાં તો છેવટે કહ્યું છે કે આ વસ્તુ વચનાતીત છે,
ઈન્દ્રિયાતીત છે, જ્ઞાનાતીત એટલે કે તર્કાતીત છે; વિશેષ શું લખવું? જે જ્ઞાતા હશે તે તો થોડું જ લખેલું પણ બહુ
સમજશે. અંતરની આ વાત સમજે તેનું કલ્યાણ થયા વગર રહે નહિ. નિયમસારની ત્રીજી ગાથામાં
‘શુદ્ધચેતનાપરિણામ’ કહીને વર્ણન કર્યું છે અને અહીં ‘શુદ્ધચેતનાપદ્ધતિ’ કહીને તેનું જ વર્ણન કર્યું છે. આમાં
ઘણી સરસ વાત છે, તેથી તે વંચાય છે. અત્યારે બીજી વાત લક્ષમાંથી કાઢી નાંખીને આ કઈ શૈલી કહેવાય છે તે
સમજવું.
“વસ્તુનો જે સ્વભાવ તેને આગમ કહીએ છીએ; આત્માનો જે અધિકાર તેને અધ્યાત્મ કહીએ છીએ;
આગમ તથા અધ્યાત્મસ્વરૂપભાવ આત્મદ્રવ્યના જાણવા.
તે બંને ભાવ સંસારઅવસ્થા વિષે ત્રિકાળવર્તી માનવા.”
જુઓ, આ સક્કરપારા જેવો સરસ અધિકાર પીરસાય છે. વાત ઝીણી છે, સમજાય તેને સમજવું, ન
સમજાય તેણે ‘આ કોઈ અચિંત્ય મોક્ષમાર્ગ કહેવાય છે’ એમ મહિમા લાવીને સાંભળવું.
શાસ્ત્રોને આગમ કહેવાય છે તે વાત અહીં નથી; તેમજ જેમાં છએ દ્રવ્યોનું વર્ણન હોય તે આગમ, અને
જેમાં આત્માનું જ પ્રધાનપણે વર્ણન હોય તે અધ્યાત્મ, –એવો પણ અહીં આગમ–અધ્યાત્મનો અર્થ નથી. અહીં
તો શૈલિ જ જુદી છે. ‘વસ્તુનો જે સ્વભાવ તેને આગમ કહે છે.’ ‘વસ્તુનો સ્વભાવ’ કહેતાં અહીં ‘પર્યાયનો
સ્વભાવ’ સમજવો; આગમપદ્ધતિ તેમજ અધ્યાત્મપદ્ધતિ એ બંનેમાં અહીં પરિણામની જ વાત છે. વિકારીભાવ
મૂળ દ્રવ્ય–ગુણમાં નથી પણ પર્યાયમાં અનાદિથી પરંપરા ચાલ્યો આવે છે તેથી તે આગમપદ્ધતિરૂપ છે. એક
સમય પૂરતી પર્યાય તે વિકારને ટકાવી રાખે છે માટે તે પર્યાયનો સ્વભાવ છે. વિકારના નિમિત્તરૂપ કર્મ છે તેને
પણ આગમપદ્ધતિમાં લેશે.
અધ્યાત્મપદ્ધતિ તે તો આત્માના સ્વાભાવિક પરિણામ છે, ને આગમપદ્ધતિ તે આત્મા સાથે સંબંધ
રાખનારા પરિણામ છે. આત્માની પર્યાયમાં વિકાર અનાદિથી પરંપરા થયા કરે છે, અને તેના નિમિત્તરૂપ કર્મનો
સંબંધ પણ અનાદિથી છે; તે વિકાર અને કર્મ, નથી તો આત્માના સ્વભાવમાં કે નથી પુદ્ગલના સ્વભાવમાં; કર્મ
થવાનો કોઈ ત્રિકાળીગુણ પુદ્ગલમાં નથી, તેમજ વિકાર થવાનો કોઈ ત્રિકાળીગુણ આત્મામાં નથી, તે ક્ષણિક
આગન્તુક ભાવો છે, તેને અહીં આગમપદ્ધતિ કહી છે. આગમપદ્ધતિ તે આત્માનો મૂળ શુદ્ધસ્વભાવ નથી પણ
આત્મા સાથે ક્ષણિક સંબંધ રાખનારા પરિણામ છે.
આત્માનો જે અધિકાર તેને અધ્યાત્મ કહીએ છીએ. અધ્યાત્મપદ્ધતિમાં ત્રિકાળશુદ્ધચેતનાપરિણામ લેશે, તે
આત્માનો મૂળ સ્વભાવ છે તેથી તેમાં આત્માનો અધિકાર કહ્યો છે.
આ આગમ તથા અધ્યાત્મસ્વરૂપ ભાવો આત્મદ્રવ્યના જાણવા. અધ્યાત્મસ્વરૂપ ભાવો તો આત્માના
શુદ્ધસ્વભાવપરિણામ છે, ને આગમરૂપ ભાવો તે ક્ષણિક વિભાવરૂપ છે, તે વિભાવમાં કર્મ નિમિત્ત છે તેથી તે
કર્મને પણ અહીં આત્માનો ભાવ કહેલ છે.
‘આ આગમરૂપ તથા અધ્યાત્મરૂપ બંને ભાવો સંસાર અવસ્થા વિષે ત્રિકાળવર્તી માનવા.’ જુઓ, આમાં
મૂળ મુદે છે. વિભાવ અને કર્મપરિણામરૂપ આગમપદ્ધતિ સંસાર અવસ્થામાં સદાય વર્તે છે, એ તો સમજાય તેવી
વાત છે; પરંતુ તે સંસારઅવસ્થા વખતેય અધ્યાત્મપદ્ધતિરૂપ શુદ્ધચેતનાપરિણામ પણ સદાય વર્તી રહ્યા છે, ખાસ
અલૌકિક વાત છે; એમાંથી કારણશુદ્ધપર્યાયનો ધ્વનિ નીકળે છે.