Atmadharma magazine - Ank 141
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 23

background image
: ૨૧૪ : “આત્મધર્મ” : અષાઢ : ૨૪૮૧
પરિણામ એ કર્મવિકારભાવને ધારણ કરીને પરિણમતા નથી પણ આ એક પુદ્ગલ જ તે સ્વાંગ ધારણ કરીને
વર્તે છે–એ નિઃસંદેહ છે. એવી જ રીતે આ જીવવસ્તુના પરિણામ પણ રંજક–મલિન, સંકોચ–વિસ્તાર, અજ્ઞાન,
મિથ્યાદર્શન, અવિરત વગેરે ચેતનવિકારરૂપે થઈને પરિણમે છે; એવો ચેતનવિકારભાવ તો તે ચેતનદ્રવ્યના
પરિણામ વિષે જ જોવામાં આવે છે, અચેતનદ્રવ્યના પરિણામ વિષે તે કદી જોવામાં આવતો નથી.
–એ વાત નિઃસંદેહ છે. એ પ્રમાણે જે વિકારભાવ છે તે પોતપોતાના દ્રવ્યના પરિણામ વિષે જ થાય છે,
અને તે તે દ્રવ્યના પરિણામ–આશ્રિત જ તે વિકાર હોય છે. –એને પણ નિશ્ચયસંજ્ઞા કહેવાય છે.
અહીં એટલું બતાવવું છે કે ત્રિકાળી દ્રવ્યમાં કે ગુણમાં વિકાર ન હોવા છતાં પર્યાયમાં વિકાર થાય છે,
એવો જ તેનો કોઈ સ્વભાવ છે. તેમાંથી પુદ્ગલમાં કર્મરૂપ વિકારી અવસ્થાની જે પરંપરા અનાદિથી ચાલી આવે
છે તે દ્રવ્યરૂપ કર્મપદ્ધતિ છે, અને જીવમાં અશુદ્ધતારૂપ વિકારી અવસ્થાની જે પરંપરા અનાદિથી ચાલી આવે છે
તે ભાવરૂપ કર્મપદ્ધતિ છે. કર્મપદ્ધતિના આ દ્રવ્યરૂપ તેમજ ભાવરૂપ એ બંને પરિણામોને આગમરૂપ સ્થાપ્યા. આ
કર્મપદ્ધતિના પરિણામ મોક્ષગામી ભવ્યજીવને અનાદિશાંત છે, ને મોક્ષને માટે નાલાયક જીવને અનાદિ–અનંત
છે. આ રીતે જીવને જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી આ પરિણામની પરંપરા ત્રિકાળવર્તી માનવી. અને
અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિમાં શુદ્ધપરિણામની પરંપરા છે, તે તો બધાય જીવોને અનાદિ–અનંત દરેક સમયે
વર્તે જ છે, એમ જાણવું.
જુઓ, અહીં કર્મપદ્ધતિને આગમ કહીને આગમની વ્યાખ્યા પણ જુદી જ શૈલિથી કરી છે; તેમ
શુદ્ધચેતનાપદ્ધતિને અધ્યાત્મ કહીને તેની વ્યાખ્યા પણ જુદી જ ઢબથી કરશે.
જીવમાં વિકાર અને પુદ્ગલ કર્મ–એ બંને પરિણામોને આગમરૂપ સ્થાપ્યા; એટલે એવી જ અનાદિ
પરંપરા છે, ‘આમ કેમ’ એવો કોઈ તર્ક તેમાં નથી; પોતપોતાના કારણે એવી જ પર્યાય થાય છે–એવો જ
કર્મપદ્ધતિનો સ્વભાવ છે. વિકાર તે વસ્તુનો મૂળસ્વભાવ નથી પણ આગંતુકભાવ છે. –અનાદિ પરંપરાથી તે
ચાલ્યો આવે છે તેથી તેને ‘આગમ’ કહેલ છે. જીવના દ્રવ્ય–ગુણમાં વિકાર નથી છતાં પર્યાયમાં થયો, એ જ
પ્રમાણે પુદ્ગલના દ્રવ્ય–ગુણમાં કર્મ થવાનો સ્વભાવ ન હોવા છતાં કર્મરૂપ પર્યાય થઈ, –આવો જ કોઈ અહેતુક
સ્વભાવ છે, એમ જાણવું. આ જાણે તો ભેદજ્ઞાન થયા વગર રહે નહિ.
આ રીતે આગમરૂપ કર્મપદ્ધતિનું વિેચન પૂરું થયું.
હવે અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિનું વિેચન કરે છે.
(૨) “શુદ્ધચેતના પદ્ધતિ એટલે કે શુદ્ધાત્મપરિણામ તે પણ દ્રવ્યરૂપ તથા ભાવરૂપ એમ બે પ્રકારે છે.
તેમાં દ્રવ્યરૂપ તો જીવત્વપરિણામ છે; તથા ભાવરૂપ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત ગુણપરિણામ છે. એ
બંને પરિણામ અધ્યાત્મરૂપ જાણવા.”
અહીં નિયમસારની કારણશુદ્ધપર્યાય સાથે સંધિવાળી જે મૂળ વાત લેવી છે તે આ શુદ્ધચેતનારૂપ
અધ્યાત્મપદ્ધતિમાંથી નીકળે છે. જ્ઞાન, દર્શન, સુખ ને વીર્ય વગેરે બધા ગુણોમાં, સંસારઅવસ્થા વખતે પણ
શુદ્ધપરિણામની પરંપરા વર્તી રહી છે–તો આ કયા શુદ્ધપરિણામ લેશો? સંસારઅવસ્થા વખતે જે પ્રગટ ઉત્પાદરૂપ
પરિણામ છે તે કાંઈ શુદ્ધ નથી, તેમાં તો અશુદ્ધતા છે. જો પ્રગટ ઉત્પાદ પરિણામમાં સદાય શુદ્ધતા જ હોય તો કોઈ
જીવને સંસાર જ ન રહ્યો. માટે આ પ્રગટ ઉત્પાદરૂપ પરિણામની વાત નથી. તેમજ ત્રિકાળીદ્રવ્ય–ગુણની પણ આ
વાત નથી, કેમકે આગમ તેમજ અધ્યાત્મ બંને પદ્ધતિમાં પરિણામની જ વાત છે. અધ્યાત્મપદ્ધતિમાં જે ત્રિકાળવર્તી
શુદ્ધપરિણામ કહ્યા છે તે ધુ્રવરૂપ છે–સદા સદ્રશપરિણમનરૂપ છે. આખા જીવદ્રવ્યની ધુ્રવપરિણતિરૂપ શુદ્ધપરિણામની
જે પરંપરા છે તે દ્રવ્યરૂપ શુદ્ધચેતના પદ્ધતિ છે. અને જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય વગેરે પ્રત્યેક ગુણોમાં ધુ્રવ
પરિણતિરૂપ શુદ્ધ પરિણામની જે પરંપરા છે તે ભાવરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ છે. દ્રવ્યરૂપ શુદ્ધચેતના પદ્ધતિમાં તો
આખા જીવદ્રવ્યના પરિણામ લીધા છે, ને ભાવરૂપ શુદ્ધચેતનાપદ્ધતિમાં દરેક ગુણના પરિણામ લીધા છે.
નિયમસારની ત્રીજી ગાથામાં ‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ’ ને સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક કહ્યા, અને
અહીં ‘શુદ્ધ–