Atmadharma magazine - Ank 141
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 23

background image
: અષાઢ : ૨૪૮૧ “આત્મધર્મ” : ૨૧૫ :
ચેતનાપદ્ધતિ’ કહીને તેમાં અનંતગુણોના પરિણામ લીધા. ‘શુદ્ધચેતનાપરિણામ’ કહ્યા તેમાં એકલા જ્ઞાનદર્શનના
પરિણામની વાત નથી પરંતુ અભેદપણે તેમાં અનંત ગુણોના પરિણામ આવી જાય છે, તેને અહીં
‘જીવત્વપરિણામ કહ્યા છે. આ રીતે જીવદ્રવ્યમાં અને તેના દરેક ગુણોમાં સદ્રશરૂપ શુદ્ધપરિણામ અનાદિઅનંત
પારિણામિકભાવે શુદ્ધકારણપણે વર્તી રહ્યા છે તેને અહીં અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ કહેલ છે, નિયમસારમાં
તેને કારણશુદ્ધપર્યાય તરીકે વર્ણવ્યા છે. આ કારણશુદ્ધપરિણામ બધા જીવોમાં ત્રિકાળ વર્તમાન–વર્તમાન વર્તી
રહ્યા છે, સંસારદશા વખતે પણ છે ને અજ્ઞાનીને પણ છે. ‘પરિણામ’ કહ્યા છતાં આ દ્રવ્યાર્થીકનયના વિષયમાં
સમાય છે. જુઓ, આ ભાવો આત્મામાંથી આવે છે, આત્માના સ્વભાવમાં જે ચીજ વર્તી રહી છે તેને વિષય
કરવાની આ વાત છે. આ અંતરની અલૌકિક સમજવા જેવી વાત છે.
આગમપદ્ધતિમાં જીવના વિકારી પરિણામને પુદ્ગલાકાર કહ્યા હતા, અહીં અધ્યાત્મપદ્ધતિમાં
શુદ્ધચેતનાપરિણામ અર્થાત્ કારણશુદ્ધપર્યાય છે તે જીવના સ્વભાવ–આકારે છે. સ્વભાવ આકાર પરિણતિ જીવમાં
સદાય શુદ્ધપણે વર્તી રહી છે.
પદ્ધતિ એટલે શું? –પરંપરાએ ચાલ્યો આવતો પ્રવાહ, અથવા પદ્ધતિ એટલે રીતરિવાજ; પરંપરાથી જે
રિવાજ ચાલ્યો આવતો હોય તેને પદ્ધતિ કહે છે. આત્માના રીતરિવાજ શું અર્થાત્ આત્માની પદ્ધતિ શું? તે અહીં
બતાવે છે. ભાઈ! શુદ્ધચેતનાપરિણામની પરંપરા તે જ તારા આત્માની પદ્ધતિ છે, તેમાં જ તારા આત્માનો અધિકાર
છે. વિકારની પરંપરામાં આત્માનો અધિકાર નથી એટલે કે આત્માના સ્વભાવમાં વિકારનું સ્વામીત્વ નથી.
કર્મપદ્ધતિરૂપ પર્યાય તે આગમ, ને
શુદ્ધચેતનાપદ્ધતિરૂપ પર્યાય તે અધ્યાત્મ;
તે બંને અનાદિથી સાથે ને સાથે ચાલ્યા આવે છે; છતાં આગમમાં અધ્યાત્મ નથી ને અધ્યાત્મમાં આગમ
નથી, એટલે કે વિકારની પરંપરામાં આત્માનો સ્વભાવ નથી, ને આત્માના સ્વભાવપરિણામની પરંપરામાં
વિકારનો અધિકાર નથી. કર્મપદ્ધતિમાં આત્માનો અધિકાર નથી, એટલે વિકારમાં શોધવાથી આત્મા નહિ જડે;
શુદ્ધચેતનાપદ્ધતિમાં જ આત્માનો અધિકાર છે. જેમાં આત્માનું સ્વામીપણું છે, જે પરિણામમાં આત્મા સદાય રહ્યો
છે, એવા શુદ્ધચેતનાના રીતરિવાજરૂપ શુદ્ધાત્મપરિણામ છે, તે અધ્યાત્મરૂપ છે, તેમાં આત્માનો અધિકાર છે,
એટલે તેની સન્મુખતાથી આત્મા મલશે.
(૧) એક તો વિકાર તથા કર્મની ધારા અનાદિથી પરંપરા ચાલી આવે છે, તે આગમપદ્ધતિ;
(૨) બીજી શુદ્ધતાની ધારા એટલે કે શુદ્ધચેતનાપરિણતિરૂપ ધારા પણ અનાદિથી પરંપરા ચાલી આવે છે,
તે અધ્યાત્મપદ્ધતિ.
–આમ વિકાર અને શુદ્ધતા બંનેની ધારા અનાદિ પરંપરાથી ચાલી આવે છે. આમાંથી જ્યાં શુદ્ધતાની
ધારાને [–કારણશુદ્ધપર્યાયને] કારણપણે સ્વીકારી ત્યાં મોક્ષમાર્ગરૂપ નિર્મળપર્યાયની ધારા શરૂ થાય છે. અહીં
તો મુખ્ય બે જ ભાગ પાડ્યા છે, એક તરફ જડકર્મ અને તેના તરફના ભાવરૂપ પુદ્ગલાકાર અશુદ્ધપરિણતિ તે
કર્મપદ્ધતિ; ને બીજી તરફ શુદ્ધચેતનાસ્વભાવ ને તે સ્વભાવના આકારે શુદ્ધચેતના પરિણતિ તે શુદ્ધચેતનાપદ્ધતિ;
એમાંથી કર્મપદ્ધતિ તરફનું વલણ તે સંસાર છે ને શુદ્ધચેતનાપદ્ધતિ તરફનું વલણ તે મોક્ષમાર્ગ છે.
આગમ તથા અધ્યાત્મ બંને પદ્ધતિમાં અનંતતા કહી, તેનો અર્થ એમ સમજવો કે: આગમરૂપ
કર્મપદ્ધતિમાં તો જીવનો વિકાર અનંત પ્રકારનો છે અને તેના નિમિત્તરૂપ કર્મમાં પણ પુદ્ગલો અનંતાનંત છે,
તેથી તે આગમપદ્ધતિમાં અનંતતા છે; અને અધ્યાત્મપદ્ધતિ શુદ્ધજીવદ્રવ્યને આશ્રિત છે તેમાં પણ જ્ઞાન દર્શન–
સુખ–વીર્ય વગેરે અનંતગુણો હોવાથી, તે અનંતગુણના અનંત પરિણામો એક સમયમાં છે, તેથી
અધ્યાત્મપદ્ધતિમાં પણ અનંતતા થઈ; આ રીતે બંને પદ્ધતિમાં અનંતતા સમજવી.
વિભાવની પરંપરા અનાદિથી ચાલે છે તેને આગમપદ્ધતિ કહી ને શુદ્ધતાની પરંપરા અનાદિથી ચાલે છે
તેને અધ્યાત્મપદ્ધતિ કહી.