Atmadharma magazine - Ank 143
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
ભોકતૃનયે પણ આત્મા સંયોગનો ભોક્તા નથી પણ પોતામાં જે હર્ષ શોક થાય તેનો ભોક્તા છે. ધર્મી જાણે
છે કે મારી પર્યાયમાં આ ક્ષણિક હર્ષ–શોકનું જે વેદન થાય છે તે દુઃખદાયક છે, તેટલો હું ન હોઉં. હું તો અનંતગુણનો
ચૈતન્યપિંડ છું, સિદ્ધ ભગવાન જેવા અતીન્દ્રિય આનંદનો સાગર છું. બહારમાં સુંદર આહાર વગેરે અનુકૂળ સામગ્રી
હોય તેનું વેદન આત્માને નથી, તેમ જ શરીરમાં તીવ્ર રોગ વગેરે પ્રતિકૂળતા હોય તેનું વેદન પણ આત્માને નથી;
સંયોગોને કારણે આત્માને સુખ–દુઃખનું વેદન નથી. સ્વર્ગની ઇન્દ્રાણી આવે તેને કારણે આત્માને હર્ષ કે સુખ નથી,
અને વાઘણ આવીને શરીરને ફાડી ખાય તેને કારણે આત્માને શોક કે દુઃખ નથી. આત્મા કોઈ સંયોગોને લીધે સુખ–
દુઃખને ભોગવતો નથી પણ પોતાના ભોક્તૃધર્મથી સુખ–દુઃખને ભોગવે છે, પોતાની પર્યાયનો એવો ધર્મ છે કે હર્ષ–
શોકરૂપ સુખ–દુઃખને ભોગવે છે. સાધક ધર્મીને પણ આ ધર્મ લાગુ પડે છે, કેમ કે તેને પણ હજી પર્યાયમાં હર્ષ–શોકના
ભાવોનું થોડુંક વેદન થાય છે. પણ આવા ભોક્તાધર્મને યથાર્થપણે જાણે તેને અનંતધર્મોના આધારરૂપ શુદ્ધ
ચૈતન્યદ્રવ્યનું સમ્યગ્જ્ઞાન હોય છે, એટલે ક્ષણિક વિકારનું વેદન અને ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ એ બંનેનું ભેદજ્ઞાન
તેને વર્તે છે તેથી તેને તે હર્ષ–શોકરૂપ વિકારનું સાક્ષીપણું વર્તે છે. પર્યાયમાં હર્ષ–શોક થાય છે ત્યાં તે જાણે છે કે મારું
આખું ચૈતન્યતત્ત્વ આ હર્ષ–શોકના વેદન જેટલું નથી, તેમ જ કોઈ નિમિત્ત કે સંયોગના કારણે પણ મને હર્ષ–શોક
થયો નથી, પણ મારી પર્યાયના ભોક્તાધર્મને લીધે હર્ષ–શોકનું વેદન થાય છે; તે ભોક્તાધર્મ પણ મારો છે. ‘સુખ–
દુઃખ ભોગવવા તે શરીરનો ધર્મ છે’ એમ અજ્ઞાની લોકો માને છે, પરંતુ શરીર તો જડ છે તેને કાંઈ સુખ દુઃખનો
ભોગવટો હોતો નથી; સુખ–દુઃખને ભોગવે તેવો આત્માનો એક ધર્મ છે.
પ્રશ્નઃ– ભોક્તૃનયથી આત્મા સુખ–દુઃખને ભોગવે એવો તેનો ભોક્તાધર્મ છે, તો પછી આત્મા–સુખ–દુઃખના
(–હર્ષ–શોકના) ભોગવટા રહિત કેમ થઈ શકે?
ઉત્તરઃ– એ બાબત કર્તાધર્મના વર્ણનમાં વિસ્તારથી કહેવાઈ ગઈ છે તે પ્રમાણે આ ભોક્તાધર્મમાં પણ
સમજવી. (જુઓ, આત્મધર્મ અંક ૧૪૨ પાનું ૨૪૦) વિકારના કર્તા–ભોક્તારૂપ ધર્મ અનાદિઅનંત નથી પણ અમુક
અવસ્થા પૂરતો જ છે. વળી આત્માનો આવો ધર્મ છે–એમ જાણે તો આત્મદ્રવ્યને પણ જાણે ને સુખ–દુઃખનો સાક્ષી
થઈ જાય, અને હર્ષ–શોકનું ભોક્તાપણું અનુક્રમે તેને ટળતું જાય. ભોક્તૃનયથી હર્ષ–શોકનું ભોક્તાપણું કહ્યું તે તો
એક ધર્મ છે, તે ધર્મને જોનારની દ્રષ્ટિ એકલા ધર્મ ઉપર હોતી નથી પણ ધર્મી એવા ચૈતન્યદ્રવ્ય ઉપર તેની દ્રષ્ટિ જાય
છે, એટલે શુદ્ધદ્રવ્ય ઉપર દ્રષ્ટિના બળથી અલ્પકાળમાં તે હર્ષ–શોકના ભોક્તાપણાથી રહિત થઈ જાય છે; પછી તેને
આવો ભોક્તાધર્મ રહેતો નથી પણ અતીન્દ્રિય આત્મિક સુખનો જ ભોગવટો રહે છે.
પર વસ્તુને તો અજ્ઞાની પણ ભોગવતો નથી, પણ પરમાં સુખ–દુઃખની કલ્પના કરીને, એકલા હર્ષ–શોકને જ
અજ્ઞાની ભોગવે છે; ને જ્ઞાની તો અનંતધર્મવાળા આત્મદ્રવ્યને જોતો થકો, અતીન્દ્રિય આનંદના ભોગવટા સહિત.
‘પર્યાયમાં હર્ષ–શોકરૂપ સુખ–દુઃખનો હું ભોક્તા’–એમ ભોક્તાધર્મને જાણે છે; તેથી તેને હર્ષ–શોકના ભોગવટાનું
સાક્ષીપણું પણ ભેગું જ રહે છે. અજ્ઞાની પર્યાય દ્રષ્ટિથી એકલા હર્ષ–શોકના ભોગવટાને જ જુએ છે એટલે તેને
સાક્ષીપણું નથી રહેતું. જ્ઞાની પર્યાય ઉપર દ્રષ્ટિ રાખીને આ ધર્મને નથી જોતા, પણ શુદ્ધદ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને આ
ભોક્તાધર્મને જાણે છે, એટલે તેની દ્રષ્ટિમાં મુખ્યતા ભોક્તાધર્મની ન થઇ પણ શુદ્ધ આત્મદ્રવ્યની જ મુખ્યતા થઇ;
શુદ્ધઆત્માની મુખ્યતામાં તેને હર્ષ–શોકનું ભોક્તાપણું ટળતું જાય છે.
અહીં, ભોગાવળી કર્મના ઉદયથી આત્મા પાછો પડે એ વાત તો કયાંય રહી, પણ પોતામાં એકલા હર્ષ–
શોકના વેદનને જ દેખે તો તેની દ્રષ્ટિ પણ ઊંધી છે. આત્માનો ભોક્તાધર્મ પરને લીધે નથી, ભોક્તાધર્મને જોતાં
આત્માને જોવાય છે ને ત્યાં ભોક્તાપણું લાંબો કાળ રહ્યા કરે એમ બનતું નથી. આખા આત્માને જ જોતાં એકલા
ભોક્તાપણાને જ જે દેખે છે તે તો હર્ષ–શોકનો ભોક્તા જ થઈને સંસારની ચાર ગતિમાં રખડે છે, તેને ભોક્તાનય
હોતો નથી.
જેટલા પ્રમાણમાં કર્મનો ઉદય આવે તેટલા પ્રમાણમાં એકવાર તો તેમાં જોડાવું જ પડે–એમ જે માને છે તે
પ્રથમ ભાદરવોઃ ૨૪૮૧ ઃ ૨૬૧ઃ