Atmadharma magazine - Ank 144
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
: આસો: ૨૪૮૧ : ૨૯૯ :
ન્યવસ્તુને ઓળખે તો સમ્યક્ શ્રદ્ધા જ્ઞાન થાય. પુણ્યના શુભરાગથી ધર્મ થાય એમ જેણે માન્યું તેણે
અનંતધર્મસ્વરૂપ આત્માને માન્યો નથી, પણ એક ક્ષણિક વિકારને જ આત્મા માન્યો છે. શુભરાગ તે તો
આત્માના અનંતગુણોમાંથી એક સચિત્ર ગુણની એક સમયની વિકારી અવસ્થા છે, તે જ વખતે આત્મામાં તે
ચારિત્ર ગુણની અનંતી શુદ્ધપર્યાયો થવાની તાકાત છે તેમ જ ચારિત્ર સિવાયના જ્ઞાન–શ્રદ્ધા વગેરે અનંતા ગુણો
છે. જો આવા અનંત ગુણના ધરનાર આત્માને લક્ષમાં લ્યે તો તે જીવને ક્ષણિક રાગમાં એકતાબુદ્ધિ થાય નહિ ને
તે રાગથી લાભ માને નહિ. ક્ષણિક રાગથી લાભ માનનારે અનંતધર્મના પિંડ શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્માને માન્યો
નથી, તેથી તેને ધર્મ થતો નથી.
હે ભગવાન! આત્મા કેવો છે?–કે જેને ઓળખીને અંતરમાં એકાગ્ર થવાથી ધર્મ થાય,–એમ જિજ્ઞાસુ
શિષ્યે પૂછ્યું છે, તેનો આ ઉત્તર ચાલે છે. તેમાં આચાર્યદેવે અનેક નયોથી વર્ણન કરીને આત્માનું સ્વરૂપ
સમજાવ્યું છે. નયોથી આત્માના જે જે ધર્મોનું વર્ણન કર્યું છે તે બધા ધર્મો આત્મામાં પોતાથી જ છે, પરને લીધે
આત્માના ધર્મો નથી; એટલે પર સામે જોવાનું રહેતું નથી પણ ધર્મના આધારરૂપ એવા શુદ્ધ ચૈતન્યદ્રવ્યની સામે
જોવાનું રહે છે.
નિશ્ચયથી આત્મા પોતે એકલો જ બંધ–મોક્ષરૂપે પરિણમે છે; બંધ થવામાં કર્મનું નિમિત્ત, ને મોક્ષ થવામાં
દેવ–ગુરુ–શાસ્ત્રનું નિમિત્ત–એમ પરની અપેક્ષાથી બંધ–મોક્ષને લક્ષમાં લેવા તે વ્યવહાર છે. આત્મા પોતે પોતાની
પર્યાયમાં જ બંધાય છે ને પોતે પોતાની પર્યાયમાં જ મોક્ષ પામે છે, એ રીતે બંધ–મોક્ષમાં પોતે એકલો જ હોવાથી
નિશ્ચયથી આત્મા અદ્વૈતને અનુસરે છે. નિશ્ચયથી બંધમાં કે મોક્ષમાં આત્મા પોતાના ભાવને જ અનુસરે છે,
પરને અનુસરતો નથી. પોતે વિકાર ભાવરૂપે પરિણમીને તે વિકારથી બંધાય છે ને શુદ્ધચૈતન્યસ્વભાવના આશ્રયે
પોતે જ શુદ્ધભાવરૂપે પરિણમીને મુક્ત થાય છે, આ રીતે નિશ્ચયથી આત્મા બંધમાં કે મોક્ષમાં પોતાના સિવાય
કોઈ પરને નથી અનુસરતો, તેથી બંધ–મોક્ષમાં અદ્વૈતને અનુસરે છે એવો તેનો ધર્મ છે. આ વાત સમજે તો બંધ–
મોક્ષરૂપે પરિણમનાર એવા આત્મા ઉપર દ્રષ્ટિ જાય ને શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્મા તેની દ્રષ્ટિમાં આવી જાય; પર
ચીજ બંધ–મોક્ષ કરાવે–એ માન્યતા તો તેને રહે જ નહિ. અને જેને આવી દ્રષ્ટિ થઈ કે “બંધ–મોક્ષરૂપે મારો
આત્મા એકલો જ પરિણમે છે”–તેને પોતામાં એકલું બંધરૂપ પરિણમન ન હોય પરંતુ મોક્ષમાર્ગરૂપ પરિણમન
તેને શરૂ થઈ જ જાય. ૪૪ મા નયમાં વ્યવહારનયથી બંધ–મોક્ષમાં દ્વૈતને અનુસરવાનો ધર્મ કહ્યો તેમાં પણ, તે
ધર્મ આત્માનો પોતાનો હોવાથી આત્મદ્રવ્યની સામે જ જોવાનું આવે છે, કાંઈ પર સામે દ્રષ્ટિ કરવાનું નથી
આવતું. દ્વૈતને અનુસરવારૂપ ધર્મ (અર્થાત્ અદ્વૈતને અનુસરવારૂપ ધર્મ) પણ આત્મામાં છે, એ રીતે અનંત ધર્મો
એક સાથે વર્તે છે, તે બધા ધર્મોને કબુલતાં આખું આત્મદ્રવ્ય જ શુદ્ધચૈતન્યમાત્રપણે દ્રષ્ટિમાં આવી જાય છે.
અનંત ધર્મના પિંડરૂપ આખા આત્મદ્રવ્યને ભૂલીને, એક ધર્મ ઉપર જ લક્ષ રાખ્યા કરે તો ત્યાં આત્મદ્રવ્ય
યથાર્થપણે પ્રતીતમાં આવતું નથી. અનંતધર્મવાળા આત્મદ્રવ્યને લક્ષમાં લેતાં તે શુદ્ધચૈતન્યમાત્રપણે દ્રષ્ટિમાં (–
પ્રતીતમાં) આવે છે, ત્યાં અપૂર્વ સમ્યગ્દર્શન થાય છે ને અનાદિના મિથ્યાત્વનો નાશ થઈ જાય છે.–અહીંથી
સાધકદશાની અપૂર્વ શરૂઆત થાય છે. પણ તે શુદ્ધચૈતન્યમાત્ર આત્મામાં જ એકાગ્ર થતાં ચારિત્રદશારૂપ
મુનિપણું પ્રગટે છે ને અસ્થિરતાનો નાશ થઈ જાય છે.–આ જ ધર્મ અને મોક્ષમાર્ગ છે.
અજ્ઞાનીને અનંતધર્મસ્વરૂપ પોતાના આત્માનો મહિમા ન આવતાં પરનો મહિમા આવે છે ને બહુ તો
એકેક ધર્મ ભેદ પાડીને તેના વિકલ્પમાં જ લાભ માનીને તે રોકાઈ જાય છે તેથી શુદ્ધચૈતન્યદ્રવ્ય તેની પ્રતીતમાં
આવતું નથી, ને તેના મિથ્યાત્વનો નાશ થતો નથી.
અહીં આચાર્યદેવ કહે છે કે બંધમાર્ગમાં પણ આત્મા પોતે એકલો જ બંધભાવને કરે છે, મોક્ષમાર્ગમાં પણ
આત્મા એકલો જ પોતાના જ છ કારકથી પોતે મોક્ષમાર્ગરૂપે પરિણમે છે ને મોક્ષમાં પણ પોતે એકલો જ છે.
મોક્ષમાર્ગ વખતે વ્યવહારે બીજા નિમિત્તની અપેક્ષા ભલે હો, પરંતુ ખરેખર મોક્ષમાર્ગમાં આત્મા પોતાના
સ્વભાવને જ અનુસરે છે. પરને અનુસરીને મોક્ષમાર્ગ નથી. ‘બંધમાર્ગમાં તેમ જ મોક્ષમાર્ગમાં હું એકલો જ છું,
કોઈ અન્ય દ્રવ્ય સાથે મારે સંબંધ નથી’–એમ નક્કી કરનાર જીવ પરદ્રવ્ય સાથેની એકત્વબુદ્ધિ તોડીને, સ્વદ્રવ્ય
તરફ વળતાં