: ૩૦૨ : : આસો: ૨૪૮ :
વ્યય–ધુ્રવતા નથી. પરદ્રવ્ય પણ તેના પોતાના જ ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવમાં અનાદિ અનંત વર્તે છે, ને આ
આત્મા પણ પોતાના ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવમાં જ અનાદિઅનંત વર્તે છે. એટલે આવું સમજનાર જ્ઞાનીને
પોતાના આત્માના ઉત્પાદ–વ્યય–ધુ્રવતા સિવાય બહારમાં કિંચિત પણ કાર્ય પોતાનું ભાસતું નથી, એટલે ઉત્પાદ–
વ્યય–ધુ્રવસ્વરૂપ જે પોતાનો આત્મા, તેના આશ્રયે નિર્મળતાનો જ ઉત્પાદ થતો જાય છે, મલિનતાનો વ્યય થતો
જાય છે, ને ધુ્રવતાનું અવલંબન રહ્યા જ કરે છે,–આનું નામ ધર્મ છે.
અજીવદ્રવ્ય પણ પોતાના ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ ત્રિસ્વભાવને જ સ્પર્શે છે, પરને તે સ્પર્શતું નથી. જેમ કે :
માટીના પિંડમાંથી ઘડો થયો; ત્યાં, પિંડ અવસ્થાના વ્યયને, ઘટ અવસ્થાના ઉત્પાદને તથા માટીપણાની ધુ્રવતાને
તે માટી સ્પર્શે છે, પણ કુંભારને–ચાકને–દોરીને કે બીજા કોઈ પરદ્રવ્યને તે માટી સ્પર્શતી નથી. અને કુંભાર પણ
હાથના હલનચલનરૂપ પોતાની અવસ્થાનો જે ઉત્પાદ થયો તે ઉત્પાદને સ્પર્શે છે, પણ પોતાથી બહાર એવા
ઘડાને તે કુંભાર સ્પર્શતો નથી.
જગતમાં છએ દ્રવ્યો એક જ ક્ષેત્રે રહેલા હોવા છતાં, કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના સ્વભાવને સ્પર્શતું નથી,
પોતપોતાના ઉત્પાદ–વ્યય–ધુ્રવતારૂપ સ્વભાવમાં જ દરેક દ્રવ્ય વર્તે છે એટલે પોતાના સ્વભાવને જ તે સ્પર્શે છે.
જુઓ, આ સર્વજ્ઞદેવે કહેલું વીતરાગી ભેદજ્ઞાન! નિમિત્ત–ઉપાદાનનો ખુલાસો પણ આમાં આવી જાય છે.
ઉપાદાન અને નિમિત્ત એ બંને પદાર્થો એક સાથે જ વર્તતા હોવા છતાં, ઉપાદાનરૂપ પદાર્થ પોતાના ઉત્પાદ–વ્યય–
ધુ્રવતારૂપ સ્વભાવને જ સ્પર્શે છે, નિમિત્તને તે જરાપણ સ્પર્શતો નથી; તેમ જ નિમિત્તભૂત પદાર્થ પણ તેના
પોતાના ઉત્પાદ–વ્યય–ધુ્રવતારૂપ સ્વભાવને જ સ્પર્શે છે, ઉપાદાનને તે જરા પણ સ્પર્શતું નથી, ઉપાદાન અને
નિમિત્ત–બંને જુદે જુદા પોતપોતાના સ્વભાવમાં જ વર્તે છે.
અહો, પદાર્થોનો આ એક ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવ બરાબર ઓળખે તો ભેદજ્ઞાન થઈને, સ્વદ્રવ્યના જ
આશ્રયે નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય ને મલિનતાનો વ્યય થાય; તેનું નામ ધર્મ છે, ને તે જ સર્વજ્ઞભગવાનના
સર્વ ઉપદેશનું તાત્પર્ય છે.
લોકોત્તર પદાર્થવિજ્ઞાન
શ્રી પ્રવચનસાર ગા. ૧ ઊપરના પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી
(વર સ. ૨૪૮૧ અધક ભદરવ વદ ૧૦)
હે જીવ! તારો આત્મા અને જગતના બધા પદાર્થો દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ સ્વતંત્ર વસ્તુ છે. ક્ષણે ક્ષણે
પલટાતી તારી પર્યાયનો સંબંધ તારા દ્રવ્ય–ગુણ સાથે જ છે, પરની સાથે તારી પર્યાયનો સંબંધ નથી. પરના
દ્રવ્ય–ગુણ–પર્યાયથી તારા દ્રવ્ય–ગુણ–પર્યાય અત્યંત જુદા છે. માટે, ભગવાને કહેલા આવા લોકોત્તર
પદાર્થવિજ્ઞાનને જાણીને, પર પદાર્થો સાથેના સંબંધની બુદ્ધિ છોડ, ને તારી પર્યાયને અંતરમાં વાળીને દ્રવ્ય–ગુણ
સાથે એકતા કર, તો સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–આનંદરૂપ ધર્મ થાય.
આ આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે; ને જગતના સ્વ–પર બધા પદાર્થો તેના જ્ઞાનના જ્ઞેયો છે; તે
જ્ઞેયપદાર્થોને જાણવાનો આત્માનો સ્વભાવ છે, પણ બીજા જ્ઞેયપદાર્થોનું કાંઈ કરી દ્યે–એવો સ્વભાવ નથી. દરેક
પદાર્થ સ્વતંત્ર છે, પરથી ભિન્ન છે, પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયની સત્તામાં જ દરેક પદાર્થ સમાઈ જાય છે, પોતાના
દ્રવ્ય–ગુણ–પર્યાયની સત્તાથી આત્મા કાંઈ કરી શકતો નથી. આવા પરથી ભિન્ન જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરવો તે
જ આત્માને શાંતિનો ઉપાય છે.
જગતના જડ–ચેતન પદાર્થો સ્વયંસિદ્ધ છે, તે અનાદિઅનંત છે; કોઈ પદાર્થ તદ્ન નવો ઉત્પન્ન થતો નથી,