અંશે કર્મને અનુસરે છે ને અંશે કર્મના અભાવને પણ અનુસરે છે, સર્વથા કર્મના સદ્ભાવને જ અનુસરે છે–એમ
નથી, પરંતુ તે જ વખતે અંશે સ્વભાવને પણ અનુસરે છે એટલે કર્મના અભાવને પણ અનુસરે છે.–આ રીતે
સાધકની વાત છે. પરમ પારિણામિકભાવરૂપ નિરપેક્ષસ્વભાવની દ્રષ્ટિ રાખીને, પર્યાયના બંધ મોક્ષમાં કર્મના
સદ્ભાવની કે અભાવની જેટલી અપેક્ષા આવે છે તેને પણ સાધકજીવ જાણે છે. બંધ–મોક્ષમાં દ્વૈતને અનુસરે છે તે
મારી પર્યાયનો ધર્મ છે એટલે બંધ–મોક્ષમાં કર્મના નિમિત્તની અપેક્ષા આવતી હોવા છતાં, તે બંધ અને મોક્ષ
બંનેમાં મારા આત્માની સ્વતંત્રતા છે–એમ ધર્મી જાણે છે.
પોતાથી જ બંધ–મોક્ષપણે પરિણમે છે, પણ તેમાં કર્મની અપેક્ષા આવે છે તેટલી વાત છે. જીવ પોતે વિકાર કરીને
કર્મના ઉદયને અનુસરે છે ત્યારે કર્મને નિમિત્ત કહેવાય છે. નિમિત્ત વિકાર કરાવે એ માન્યતા તો સ્થૂળ ઊંધી છે.
હજી તો, પર વિકાર ન કરાવે પણ પોતાના દોષથી જ વિકાર થાય એમ માનીને પણ તે વિકાર સામે જ દ્રષ્ટિ
રાખ્યા કરે, –વિકાર જેટલો જ આત્માને અનુભવ્યા કરે, તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે.
મોક્ષપર્યાયને પણ વ્યવહાર ગણ્યો છે, ભેદમાત્રને ત્યાં વ્યવહાર ગણ્યો છે ને શુદ્ધ–અભેદઆત્માને જ નિશ્ચય
ગણ્યો છે. સમ્યગ્દ્રષ્ટિને વ્યવહારનો–ભેદનો આશ્રય નથી, સમકીતિની દ્રષ્ટિમાં તો એકરૂપ અભેદ શુદ્ધઆત્મા જ
સાધ્ય ને ધ્યેય છે, તે ધ્યેયમાં એકાગ્રતા કરતાં પર્યાયની નિર્મળતા ખીલતી જાય છે, બંધ ટળતો જાય છે ને
મોક્ષપર્યાય થતી જાય છે. પણ સમ્યગ્દર્શનના વિષયમાં તે પર્યાયનો ભેદ અભૂતાર્થ છે.
કર્મની અપેક્ષા લઈને, આત્મા દ્વૈતને અનુસરે છે એમ જાણવું તે વ્યવહારનય છે. જો આત્મા સર્વથા કર્મના
અભાવને અનુસરે તો મોક્ષદશા હોય; સર્વથા કર્મના ઉદયને જ અનુસરે તો મિથ્યાદ્રષ્ટિ હોય; સાધકને બંને ધારા
એક સાથે છે એટલે કે સ્વભાવના અવલંબને અંશે કર્મના અભાવને પણ અનુસરે છે ને હજી અલ્પ વિકાર છે
તેટલા અંશે કર્મને પણ અનુસરે છે.
બંધન થવામાં ‘બે ગુણ અધિક’ સાથે બંધાય–એ નિયમ છે, પણ છૂટવામાં કોઈ નિયમ નથી. બે પરમાણુનો
સંયોગ થયો તે બંધન, ને બે પરમાણુ છૂટા પડ્યા ને મોક્ષ,–એમ બંધ–મોક્ષમાં પરમાણુને દ્વૈતપણું છે. સ્પર્શગુણની
ચાર અંશ લૂખાશ કે ચીકાસવાળા પરમાણુ સાથે બે અંશવાળો પરમાણુ બંધાય, ત્યાં તે ચાર અંશવાળા
પરમાણુને ‘બંધક’ (બંધ કરનાર) કહેવાય છે; ને અન્ય પરમાણુથી તે છૂટો પડે ત્યારે અન્ય પરમાણુને ‘મોચક’
(મુક્ત કરનાર) કહેવાય છે. એ રીતે પરમાણુને બંધ–મોક્ષમાં અન્ય પરમાણુની અપેક્ષા આવતી હોવાથી
વ્યવહારનયે દ્વૈતપણું છે. તેમ આત્માની અવસ્થામાં પોતાની લાયકાત અનુસાર બંધ–મોક્ષ થાય છે, ત્યાં ‘આત્મા
બંધાયો અને મુક્ત થયો’ એમ કહેવામાં કર્મથી બંધાયો ને કર્મથી છ્રૂટયો–એવી કર્મની અપેક્ષા લેતાં દ્વૈતપણું આવે
છે એટલે આત્મા વ્યવહારનયે દ્વૈતને અનુસરે છે–આવો આત્માનો એક ધર્મ છે.
તો નિમિત્ત તરીકે પુદ્ગલની પર્યાયમાં કેવો ઉત્કૃષ્ટધર્મ છે તે બતાવ્યું છે. પણ આ તરફ જીવનો ઉત્કૃષ્ટસ્વભાવ
કેવળજ્ઞાનસામર્થ્યથી ભરેલો છે–તેની પ્રતીત કરે તો જ પુદ્ગલના