“ઈ ચ્છા મિ”
‘હે સંત ધર્માત્મા! હું તને ઈચ્છું છું’ એટલે કે જેવા શુદ્ધાત્માને આપ સાધી
રહ્યા છો તેવા શુદ્ધાત્માને હું ઈચ્છું છું–તેને હું ચાહું છું; આ રીતે શુદ્ધ આત્માની રુચિ
કરવી–ચાહના કરવી એવો ‘ઈચ્છામિ’ નો અર્થ છે.
માટે
હે ભવ્ય જીવો! સર્વ પ્રકારના ઉદ્યમ વડે પ્રયત્ન કરીને આત્માને જાણો.......ને તેની
શ્રદ્ધા કરો.....કે જેથી આત્માની મુક્તિ થાય આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
[–શ્રી સુત્રપ્રાભૃત ગા. ૧૩ થી ૧૬ ઉપરના પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી]
અષ્ટપ્રાભૃતની તેરમી ગાથામાં આચાર્ય કુંદકુંદ ભગવાન કહે છે કે ગૃહસ્થપણામાં વસ્ત્રાદિ સહિત હોવા છતાં
પણ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા “ઈચ્છાકાર” કરવા યોગ્ય છે.
અહીં ધર્માત્મા પ્રત્યે “ઈચ્છાકાર” કરવાનું કહ્યું તેમાં ઘણું રહસ્ય છે. “ઈચ્છામિ” એટલે કે હું ઈચ્છું છું.–શું
ઈચ્છું છું? હે સંતધર્માત્મા!! જેવો સ્વભાવ આપને પ્રગટયો તેવા સ્વભાવને જ હું ઈચ્છું છું; હું પુણ્યને નથી ઈચ્છતો,
રાગને નથી ઈચ્છતો, પણ રાગરહિત શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવનાં જેવા સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન આપના આત્મામાં પ્રગટયા છે
તેવા શ્રદ્ધા–જ્ઞાનને હું ઈચ્છું છું.
આ રીતે ધર્માત્મા પ્રત્યે “ઈચ્છામિ” કરનારની રુચિ રાગમાંથી હટી ગઈ છે ને તેની રુચિનું વલણ સ્વભાવ
તરફ વળી ગયું છે. સ્વભાવનો ઈચ્છક થઈને ધર્માત્મા પ્રત્યે “ઇચ્છામિ” કહે છે. “ઈચ્છામિ” કહીને ધર્માત્માનો જેણે
આદર કર્યો તેણે ખરેખર તો રાગરહિત પોતાના સ્વભાવનો જ આદર કર્યો છે. અહો! ગૃહસ્થ ધર્માત્મા પ્રત્યે
“ઈચ્છામિ” કરનારની પણ કેટલી જવાબદારી છે!–ધર્માત્મા પ્રત્યે ‘ઈચ્છામિ’ કરનાર જીવને રુચિનું વલણ જ પલટી
ગયું છે.
જિજ્ઞાસુજીવ ગૃહસ્થ ધર્માત્મા પ્રત્યે “ઈચ્છામિ” કરે છે, એટલે કે હે સંત! હું તને ઈચ્છું છું, તારા આત્માનો
આદર કરું છું, તારા સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાનને હું ઈચ્છું છું, તેને મારી અનુમોદના છે; એટલે કે તેથી વિરુદ્ધભાવને હું
ઈચ્છતો નથી. આવો “ઈચ્છામિ” નો અર્થ છે. આવા ભાવસહિત ઈચ્છામિ કરે તો જ તે સાચું ઈચ્છામિ છે. એટલે
ખરેખર તો આત્માની રુચિ કરવી–આત્માને જ ચાહવો–તેની જ લગની કરવી એવો ‘ઈચ્છામિ’ નો અર્થ છે. જેને
આત્માની આવી રુચિ નથી તેને તો ધર્મનું કાંઈ આચરણ સાચું હોતું નથી.
‘અહો! ધર્માત્માઓ! જેવો શુદ્ધચિદાનંદ આત્મા તમે સાધી રહ્યા છો તે જ શુદ્ધચિદાનંદ આત્માને હું ઈચ્છું છું,
તેને જ હું ચાહું છું; રાગને કે પુણ્યને હું ચાહતો નથી.’–આમ સ્વભાવની ભાવના વડે સમ્યગ્દર્શન પ્રગટ કરે ને પછી
અમુક રાગ તૂટતાં વ્રત થાય ત્યારે
ઃ ૧૬ઃ
આત્મધર્મઃ ૧૪પ