શ્રાવકપણું કહેવાય. જેને હજી તો આત્માની રુચિ જ નથી ને રાગની રુચિ છે તે જીવને વ્રતાદિ કાંઈપણ આચરણ
યથાર્થ હોતું નથી, તેને મુનિદશા કે શ્રાવકદશા હોતી નથી. ધર્મનું મૂળ તો સમ્યગ્દર્શન છે, ને તે સમ્યગ્દર્શન શુદ્ધ
આત્મસ્વરૂપની ચાહના વડે થાય છે, જગતની ઇષ્ટતા છોડીને, શુદ્ધ આત્માને જ ઇષ્ટ કરે–તેની જ ભાવના કરે તો જ
સમ્યગ્દર્શન થાય છે, અને સમ્યગ્દર્શનપૂર્વક જ શ્રાવકનાં કે મુનિનાં વ્રતાદિ હોય છે.
માટે આચાર્યદેવ ઉપદેશ આપે છે કે–હે ભવ્ય જીવો! તમે પ્રયત્નપૂર્વક આત્માને ઓળખો. પ્રયત્નપૂર્વક
આત્માની શ્રદ્ધા કરો; જેનાથી આત્માને મુક્તિ થાય એવાં સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન તમે પ્રયત્નપૂર્વક કરો, પ્રયત્નપૂર્વક
આત્માને ઓળખો. જુઓ, આચાર્યભગવાને પ્રયત્નની ચોક્ખી વાત કરી છે; આત્માના સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–
પ્રયત્નપૂર્વક જ થાય છે. માટે સર્વ પ્રકારનાં ઉદ્યમથી પ્રયત્ન કરીને સ્વરૂપની રુચિ કરો.....જ્ઞાન કરો......શ્રદ્ધા કરો, કે
જેથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય.
ઘણા જીવો પૂછે છે કે અમારે શું કરવું? તો આચાર્યદેવ અહીં તે વાત બતાવે છેઃ હે ભવ્ય! તારો બધો ઉદ્યમ
આત્માના સ્વરૂપને જાણવામાં રોક. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે તેને પ્રયત્નથી જાણ. બીજા આડંબરથી શું પ્રયોજન
છે? શ્રદ્ધા–જ્ઞાન વગરનું આચરણ તે કાંઈ આત્માને હિતરૂપ નથી. માટે જેનાથી આત્માનું હિત થાય એવું કરો......
સર્વ પ્રયત્નને આ તરફ રોકીને આત્માના સ્વરૂપને ઓળખો અને શ્રદ્ધા કરો. કે જેથી આત્માનું અપૂર્વ હિત થાય.–
આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
***********************************************
* જ્ઞાનનો સ્વભાવ અને સ્વજ્ઞેયનો મહિમા *
એકકોર પોતાનો આત્મા તે સ્વજ્ઞેય અને તેના સિવાય લોક–અલોકના અનંત
પદાર્થો તે પરજ્ઞેયો, અને તે સ્વ–પર બંને જ્ઞેયોને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ, છતાં
સ્વજ્ઞેયનો મહિમા મોટો છે. અંતર્મુખ થઈને સ્વજ્ઞેયના જ્ઞાનપૂર્વક જ પરજ્ઞેયનું જ્ઞાન
યથાર્થ થાય છે; માટે સ્વજ્ઞેયને જાણનારી જ્ઞાનપરિણતિ મહિમાવંત છે......ભગવતી છે.
શ્રી પ્રવચનસાર ગા. ૧૨૭ ઉપરના પ્રવચનમાંથી.
આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે, જ્ઞાનનો સ્વભાવ જગતના સ્વપર સમસ્ત જ્ઞેયોને જાણવાનો છે. જગતમાં
જીવ અને અજીવ સમસ્ત પદાર્થો તે જ્ઞાનના જ્ઞેયો છે.
જ્ઞેયોમાં આ જીવતત્ત્વ કેવું છે? કે ચેતનાસ્વરૂપ છે. તે ચેતના ‘ભગવતી’ છે–એટલે કે મહિમાવંત છે, અને
આત્માના બધા ધર્મોમાં તે ભગવતી ચેતના વ્યાપેલી છે. જીવદ્રવ્ય સદાય અવિનાશી ચેતનાસ્વરૂપ તથા ચેતનાની
પરિણતિસ્વરૂપ છે.
પરથી ભિન્ન અને પોતાના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયથી અભેદ એવા શુદ્ધ આત્મદ્રવ્યને જ્ઞેય બનાવ્યું ત્યારે જ
જ્ઞાન સમ્યક્ થયું. શુદ્ધ આત્માને જ્ઞેય બનાવ્યા વગર સમ્યગ્જ્ઞાન થતું નથી. ને સ્વજ્ઞેયના જ્ઞાન વગર પરજ્ઞેયનું જ્ઞાન
પણ સાચું નથી.
જ્ઞાનનો સ્વભાવ સ્વપરને જાણવાનો હોવા છતાં, જે જ્ઞાન અંતરમાં વળીને સ્વજ્ઞેયને તો જાણતું નથી ને
બહારમાં એકલા પરજ્ઞેયને–શરીર તથા રાગાદિને–જ જાણવામાં રોકાય છે ને તેને જ જ્ઞાનનું સ્વરૂપ માને છે તો તે
જ્ઞાન મિથ્યા છે, તે અસર્વાંશને સર્વાંશ માને છે. સૌથી મોટું–મહિમાવંત તો સ્વ–જ્ઞેય છે તેના જ્ઞાન વગર પરજ્ઞેયનું
જ્ઞાન પણ સાચું નથી.
જ્ઞાનસ્વભાવ પોતે પોતાનું સ્વજ્ઞેય ન થાય ત્યાં સુધી જ્ઞાનનું સ્વપરપ્રકાશકપણું ખીલ્યું નથી. સ્વભાવથી તો
બધાય જીવો સ્વ પર પ્રકાશક જ છે, સિદ્ધથી માંડીને નિગોદ, બધાય જીવોનો સ્વ–પર પ્રકાશક જ્ઞાનસ્વભાવ છે, પણ
અજ્ઞાનીને તે સ્વભાવની ખબર નથી. અહીં તો, જેને પોતાના આવા ચેતના સ્વભાવની ખબર પડી, ને જ્ઞાનમાં
પોતાના આત્માને જ્ઞેય બનાવ્યો ત્યાં ભગવતી ચેતનાપરિણતિરૂપ નિર્મળપર્યાય પ્રગટી. જેણે અંતર્મુખ થઈને
સ્વતત્ત્વને જ્ઞેય
કારતકઃ ૨૪૮૨ ઃ ૧૭ઃ