ભોગવ્યું, હવે તો તેનાથી પાછો વળ. બહારના ભાવો ભૂલી જા.....ને અંતરના સ્વભાવને યાદ કર. તું ગમે તે
સંયોગમાં હો.....ગમે તે દેશે જા...કે ગમે તે કાળમાં હો....પણ તારા શુદ્ધ આત્માની ભાવના વિના તને ક્યાંય સુખ
થાય તેમ નથી. તારા આત્માના શુદ્ધ ભાવ (સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર) તે જ તને સુખના દાતાર છે, બીજું કોઈ
તને સુખનું દાતાર નથી.
તેં ભોગવ્યાં...ને કેવળજ્ઞાની ભગવાને જાણ્યા. તેં બહુ દુઃખ ભોગવ્યા...ભાઈ! હવે બસ થઈ. આત્માની ભાવના ન
ભાવી તેથી જ તેં આવા દુઃખો ભોગવ્યા....માટે હવે તો આત્માની ભાવના ભાવ....આત્માના સ્વભાવમાં આનંદ છે
તેની ભાવના ભાવ...જેથી ફરીને સ્વપ્નેય આવા દુઃખ ન થાય..ને પરમ સિદ્ધપદની પ્રાપ્તિ થાય.–આમ કરુણાપૂર્વક
સંતોનો ઉપદેશ છે.
ભારતવર્ષમાંથી અનેક મુમુક્ષુઓએ સત્સમાગમ માટે અહીં સોનગઢમાં વસવાટ કર્યો છે; અને દિવસે દિવસે
સત્સમાગમાર્થે મુમુક્ષુઓની સંખ્યા વધતી જાય છે...અહીંનું જિનમંદિર નિત્યનૈમિત્તિક પૂજન–ભક્તિ વગેરે કાર્યો માટે
નાનું પડે છે.....મુમુક્ષુઓને ઘણા વખતથી ભાવના હતી કે–આપણું જિનમંદિર મોટું બનાવીએ, તેથી અહીંના
જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરી, તેનું વિશાળકાય, ઉન્નત શિખરબદ્ધ નવનિર્માણ કરવાનું નક્કી થયું છે.....
સંઘનો આનંદ અનેરો હતો. જિનમંદિરની બહાર શિલાન્યાસ કરવાના સ્થળે, શ્રી જિનેન્દ્રદેવ તથા શ્રી વિનાયકયંત્ર
બિરાજમાન કરવામાં આવ્યાં હતાં. પ્રથમ ભગવાનનો અભિષેક પૂજા કરી, શિલાન્યાસવિધિ શાસ્ત્રોક્ત વિધિથી,
મુમુક્ષુઓના ગગનભેદી હર્ષનાદો વચ્ચે, પરમ કૃપાળુ ગુરુદેવશ્રીની સમક્ષ કરવામાં આવ્યો હતો. મુહૂર્તના વિધિ પ્રસંગે
પાયામાં મૂકવામાં આવતા તામ્ર કળશ અને પ્રશસ્તિલેખવાળા તામ્રપત્ર ઉપર પૂ. ગુરુદેવશ્રીના મહામંગળ હસ્તે શ્રી
સ્વસ્તિકવિધાન થયું હતું. પૂ. ગુરુદેવશ્રી ના હસ્તકે સ્વસ્તિકવિધાન થતું હતું તે મંગલ પ્રસંગનું દ્રશ્ય ઘણું જ ભાવભીનું
હતું, તે દ્રશ્ય જોઈ મુમુક્ષુ હૃદયો આનંદથી નાચી ઊઠયાં હતા અને જયકારના નાદોથી ગગનને ગુંજાવી દીધું હતું....