Atmadharma magazine - Ank 146
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 17

background image
સાધનારા જીવો અનાદિકાળથી થતા જ આવે છે ને અનંતકાળ પછી પણ થયા જ કરશે, એટલે સામાન્યપણે
મોક્ષમાર્ગ (સાધકપર્યાય) જગતમાં અનાદિઅનંત છે, કદી તેનો અભાવ નથી.
(૩) વળી એ જ રીતે સામાન્યપણે સંસારપર્યાય પણ જગતમાં અનાદિઅનંત છે. વસ્તુસ્વરૂપ નક્કી
કરનારને પોતામાં સંસારનો છેડો આવી જાય ને પોતાની સાધકદશા કે સિદ્ધદશા નવી શરૂ થાય, એટલે વ્યક્તિગતરૂપે
સંસારપર્યાય ‘અનાદિ–સાંત’ છે, પણ જગતમાં તો સંસાર પર્યાયવાળા જીવો અનાદિઅનંત રહેવાના જ છે.
આ રીતે મોક્ષ, મોક્ષમાર્ગ ને સંસાર એ ત્રણે પ્રકારની પર્યાયો જગતમાં સામાન્યપણે અનાદિઅનંત વર્તે છે.
હવે આપણે તો અહીં કારણશુદ્ધપર્યાયનું અનાદિઅનંતપણું બતાવવું છે.
(૪) જેમ મોક્ષ, મોક્ષમાર્ગ ને સંસાર એ ત્રણે વિશેષ પર્યાયો જગતમાં ‘સામાન્યપણે અનાદિઅનંત’ વર્તે
છે, તેમ આ ‘કારણશુદ્ધપર્યાય’ એકેક જીવમાં અનાદિઅનંત વર્તે છે, અને સંસાર–મોક્ષરૂપ વિશેષ પર્યાયોની
અપેક્ષાએ તે ‘સામાન્ય’ છે. દરેક જીવમાં અનાદિઅનંત સદ્રશપણે તે વર્તે છે.
જગતમાં જીવવસ્તુ અનાદિઅનંત.
તેનો ચૈતન્યગુણ અનાદિઅનંત.
શુદ્ધસિદ્ધપર્યાય સામાન્યપણે (સર્વજીવોની અપેક્ષાએ)
અનાદિ અનંત.
સાધકપર્યાય સામાન્યપણે અનાદિઅનંત.
સંસારપર્યાય સામાન્યપણે અનાદિઅનંત.
તેમ આ કારણશુદ્ધપરિણતિ એકેક જીવમાં અનાદિઅનંત છે. સિદ્ધપરિણતિ જગતમાં અનાદિઅનંત પ્રગટ છે,
ત્યારે કારણશુદ્ધપરિણતિ એકેક જીવમાં અનાદિઅનંત રહેલી છે. આત્માના પરમ સ્વભાવની અપેક્ષાએ તે ‘વિશેષ
પરિણતિ’ છે, પણ ઔદયિકાદિ ચાર ભાવોની અપેક્ષાએ તે સામાન્ય છે.
એક તરફ જુઓ તો જગતમાં સિદ્ધ, સાધક ને સંસારપર્યાયો અનાદિઅનંત વર્તી જ રહી છે; ત્યારે બીજી તરફ
જુઓ તો આત્મામાં શુદ્ધદ્રવ્ય શુદ્ધગુણ ને શુદ્ધપરિણતિ (કારણશુદ્ધપર્યાય) ત્રણે અભેદપણે અનાદિ અનંત વર્તી જ રહ્યા છે.
જગતમાં સિદ્ધદશારૂપી શુદ્ધકાર્ય અનાદિઅનંત છે, તો તે શુદ્ધકાર્યનું શુદ્ધકારણ પણ દરેક જીવમાં અનાદિ અનંત
રહેલું જ છે. તે કારણની શુદ્ધતાનું ભાન કરતાં તેના આશ્રયે સાધકદશા ને સિદ્ધદશારૂપી નિર્મળ કાર્ય પ્રગટી જાય છે.
વ્યક્તિઅપેક્ષાએ અર્થાત્ એક મોક્ષગામી જીવની અપેક્ષાએ–
સંસારપર્યાય અનાદિ–સાંત,
મોક્ષમાર્ગપર્યાય સાદિ–સાંત,
મોક્ષપર્યાય સાદિ–અનંત,
–એમ પર્યાયના ત્રણ પ્રકારો પડે છે. પણ સામાન્યપણે એટલે કે સર્વે જીવોની અપેક્ષાએ તો એ ત્રણે પ્રકારની
પર્યાયો જગતમાં અનાદિઅનંત છે. કાર્યપર્યાયનું આ રીતે અનાદિઅનંતપણું છે, તો તેની સાથે કારણશુદ્ધપર્યાયનું પણ
અનાદિઅનંતપણું એકેક જીવમાં છે–તે અહીં બતાવવું છે.
‘કારણ’ તો સદાય શુદ્ધપણે વર્તે છે, પણ તે કારણનું અવલંબન લઈને જ્યાં શુદ્ધકાર્ય થતું હોય ત્યાં ખબર
પડી કે અહો! મારું કારણ તો આ છે! કારણનું અવલંબન લેનાર જાગ્યો–એટલે કે કાર્ય પ્રગટયું ત્યારે કારણના
મહિમાની ખબર પડી, અને તેણે કારણ સાથે કાર્યની અપૂર્વ સંધિ કરી.
‘કારણ અપેક્ષાએ શુદ્ધતા’ તો વ્યક્તિદીઠ અનાદિઅનંત વર્તે છે, પણ કાર્યમાં શુદ્ધતા નવી કરવાની છે.
જગતમાં સામાન્યપણે શુદ્ધકાર્ય અનાદિઅનંત વર્તે છે, પણ વ્યક્તિઅપેક્ષાએ પોતાને શુદ્ધકાર્ય નવું કરવાનું છે. ‘કાર્ય’
તો નવું કરવાનું છે એટલે એકેક જીવમાં તે અનાદિઅનંત ન હોય. જો કાર્ય અનાદિઅનંત શુદ્ધ હોય તો પછી કરવાનું
શું રહ્યું? કારણ સદાય શુદ્ધ છે તેનું ભાન કરીને તેના આશ્રયે શુદ્ધકાર્ય (સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર) પ્રગટ કરવું તે
મોક્ષમાર્ગ છે.
‘નિયમસાર’ તે શુદ્ધપર્યાય છે, તે પર્યાયની સામે તેના શુદ્ધકારણ તરીકે અહીં કારણશુદ્ધપર્યાય બતાવવી છે. ‘નિયમ’
ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૧૪૬