વડે જૈનશાસનની મહત્તા નથી. જેનાથી મોક્ષ થાય–શ્રેય થાય–હિત થાય એવા શુદ્ધભાવ વડે જ
જૈનશાસનની પ્રધાનતા છે, પુણ્ય વડે તેની પ્રધાનતા નથી.
અહો! ત્રણ ભુવનમાં સારભૂત એવી જે રત્નત્રયરૂપ બોધિ, તેને જીવ જૈનશાસનમાં જ
પામે છે; આ સિવાય બીજે તો બોધિ (મોક્ષમાર્ગ) છે જ નહીં. જૈનશાસનમાં જ યથાર્થ શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્રરૂપ બોધિનો ઉપદેશ છે, અને તેની પ્રાપ્તિ પણ જૈનશાસનમાં જ છે. ‘જૈનશાસન’ તે
કયાંય–બહારમાં નથી પણ આત્માના શુદ્ધપરિણામ તે જ જૈનશાસન છે.
એક તરફ સ્વદ્રવ્ય,
બીજી તરફ પરદ્રવ્યો;
–તેમાં સ્વદ્રવ્યાશ્રિત પરિણમન તે મોક્ષનું કારણ,
અને પરદ્રવ્યાશ્રિત પરિણમન તે સંસારનું કારણ.
જગતમાં સ્વદ્રવ્ય તેમજ પરદ્રવ્યો એક સાથે છે, અને તે ભિન્ન ભિન્ન છે. ચૈતન્યસ્વરૂપ
આત્મા એક જ સ્વદ્રવ્ય છે અને તે સિવાય શરીર આદિ બધાય પરદ્રવ્યો છે. પરથી ભિન્ન
ચૈતન્યસ્વરૂપ સ્વદ્રવ્યમાં જ अहं બુદ્ધિ એટલે કે ‘આ જ હું’ એવી માન્યતા તે યથાર્થશ્રદ્ધા છે;
અને ચૈતન્ય સ્વરૂપને ચૂકીને શરીરાદિક પરદ્રવ્યમાં अहं–मम બુદ્ધિ તે મિથ્યાશ્રદ્ધા છે; પરચીજને
પોતાની માનવી તે ઊંધી શ્રદ્ધા છે. જુઓ, જગતમાં સ્વદ્રવ્ય છે ને પરદ્રવ્યો પણ છે, જીવ પણ છે
ને અજીવ પણ છે; સ્વદ્રવ્યનું ભાન કરીને તેના આશ્રયે મોક્ષમાર્ગ સાધનારા જીવો પણ છે, તેમ જ
સ્વદ્રવ્યને ભૂલીને પરદ્રવ્યમાં અહં–મમબુદ્ધિરૂપ ભ્રમણાથી સંસારમાં રખડનારા જીવો પણ છે. તે
ભ્રમણા ક્ષણિક પર્યાયમાં છે, ચૈતન્યની યથાર્થ ઓળખાણ વડે તે ભ્રમણ ટાળીને સમ્યક્ શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્ર તથા મોક્ષદશા પ્રગટે છે, તથા આત્મા સળંગપણે કાયમ ટકી રહે છે.–આમાં સાતે
તત્ત્વો આવી જાય છે.–આવી યથાર્થ તત્ત્વોની વાત જૈનશાસનમાં જ છે. અને તેમાં જ બોધિની
પ્રાપ્તિ થઇ શકે છે. આ સિવાય બીજે કયાંય બોધિનો યથાર્થ ઉપદેશ કે તેની પ્રાપ્તિ નથી.
કાં તો એકલા જીવને જ માને, ને અજીવનું અસ્તિત્વ જગતમાં માને જ નહિ,
કાં તો વસ્તુને તદ્ન ક્ષણિક પલટતી જ માને, ને તેની ધુ્રવતાને માને જ નહિ,
કાં તો વસ્તુને સર્વથા ધુ્રવ જ માને, ને તેની પર્યાય પલટવાનું માને જ નહિ,
કાં તો રાગ વડે કે નિમિત્તોના આશ્રયે જીવનું હિત થવાનું માને.
–તો તે બધાય અન્યમત છે, તેમાં કયાંય યથાર્થ બોધિની–મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી.
જૈનશાસનમાં જ યથાર્થ બોધિની પ્રાપ્તિ થાય છે. ત્રણ ભુવનમાં સારભૂત એવા રત્નત્રયરૂપ
મોક્ષમાર્ગ જૈનશાસનના સેવનથી જ પમાય છે–એવું તેનું માહાત્મ્ય છે.
કેવો જીવ બોધિ પામે?
જૈનશાસનમાં બોધિ પામનાર જીવ કેવો હોય છે?–જેને શુદ્ધ ચૈતન્યમૂર્તિ સ્વદ્રવ્યમાં જ
અહંબુદ્ધિ થઈ છે ને પરદ્રવ્યમાંથી અહંબુદ્ધિ છૂટી ગઈ છે, રાગમાં પણ લાભની માન્યતા છૂટી ગઇ
છે, એવો જીવ જૈનશાસનમાં બોધિ પામે છે. જેને રાગની રુચિ છે તેને પરદ્રવ્યની જ પ્રીતિ છે, તેને
જૈનશાસનની ખબર નથી, આત્માના સ્વભાવની ખબર નથી. જૈનશાસન એમ કહે છે કે શુદ્ધભાવ
પોષઃ ૨૪૮૨ ઃ ૪પઃ