Atmadharma magazine - Ank 147
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
જ હિતકર છે ને તે જ ઉપાદેય છે. રાગ તે જૈનશાસન નથી ને તે ઉપાદેય નથી; તે તો વિકાર છે
તેથી હેય છે.
એક કોર શુદ્ધ સ્વભાવ, ને
તેનાથી વિરુદ્ધ વિકાર;
હવે તેમાંથી જેને શુદ્ધ સ્વભાવની રુચિ છે તેને રાગની રુચિ નથી અને જેને વિકારની રુચિ
છે તેને સ્વભાવની રુચિ નથી. આવી વાત જૈનશાસનમાં જ છે; એટલે જેને જૈનશાસનની રુચિ છે
તેને રાગની રુચિ નથી, ને જેને રાગની રુચિ છે તેને જૈનશાસનની રુચિ નથી. જૈનશાસન રાગથી
ધર્મ મનાવતું નથી. મંદ રાગ વડે પરમાર્થધર્મ પમાશે–એ મિથ્યાદ્રષ્ટિની માન્યતા છે. શ્વેતાંબર મત
પણ મિથ્યાદ્રષ્ટિને રાગથી (–દાન, દયાથી) ધર્મ થવાનું મનાવે છે,–તે ખરેખર જૈનશાસન નથી.
જગતમાં ભિન્ન ભિન્ન અનંત આત્માઓ છે, અનંતાનંત પરમાણુઓ છે. તેમાં એકેક આત્મા
પોતાથી પરિપૂર્ણ ને પરથી ભિન્ન છે. આત્માની ક્ષણિક પર્યાયમાં રાગ થાય તે પણ આત્માનો પરમાર્થ
સ્વભાવ નથી, આત્માનો શુદ્ધ ચિદાનંદ સ્વભાવ તો રાગથી પણ પાર છે. આવા શુદ્ધ
આત્મસ્વભાવની સમીપતા–થતાં સ્વભાવની નિઃશંક દ્રઢતા થતાં, રાગમાંથી અને પરમાંથી અહંકાર–
મમકાર છૂટી જાય તેનું નામ નિર્માનતા છે; ને એવો નિર્માન જીવ રત્નત્રયરૂપ બોધિને પામે છે.
સાધારણ લૌકિક નિર્માનતાની આ વાત નથી; જ્ઞાનસ્વભાવના ભાન વિના સભામાં છેલ્લે બેસે કે
કોઈકના પગ પાસે બેસે ને બધાયનો વિનય સાચવીને વર્તે અને માને કે હવે આવા વિનયથી મારું
કલ્યાણ થઈ જશે! તો તે કાંઈ નિર્માનતા નથી, તે તો અવિવેક અને મૂઢતા છે. અહીં તો કહે છે કે
જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં
अहं થતાં પરમાંથી ‘अहं–मम’ છૂટી જાય, તેને જ મિથ્યાત્વ સહિતના
માનાદિ કષાયો ગળી ગયા છે, તે જ નિર્માન છે, ને તેને જ બોધિની પ્રાપ્તિ થાય છે.
પોતાના સ્વરૂપને ભૂલીને પરમાં પોતાપણાની માન્યતા તે મિથ્યાત્વ છે; એવા મિથ્યાત્વને
લીધે અનાદિ કાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. અનાદિથી સ્વરૂપની અસાવધાની ને
પરમાં સાવધાની તે મિથ્યાત્વ હતું, તે પણ જીવમાં એક અવસ્થા હતી; હવે જૈનશાસનનો ઉપદેશ
પામીને સ્વભાવની સાવધાની વડે તે ઊંધી શ્રદ્ધાનો નાશ કરીને સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–રમણતા
પ્રગટ કર્યા; આવા સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–રમણતારૂપ મોક્ષમાર્ગ જૈનશાસનમાં જ થાય છે, એવું
જૈનશાસનનું માહાત્મ્ય છે.
અહો, જિનશાસનો પરમ મહિમા અને કુંદકુંદેવની વાણી!
અહો! જૈનશાસનનો આ પરમ મહિમા છે કે એકેક આત્માનો જ્ઞાતાદ્રષ્ટા પરિપૂર્ણ સ્વભાવ
તે બતાવે છે, ને પરદ્રવ્યો તથા પરભાવોમાંથી અહંબુદ્ધિ છોડાવે છે. આત્માનો જ્ઞાનાનંદ સ્વભાવ
છે તેને પરદ્રવ્યમાં ઇષ્ટ–અનીષ્ટપણું કરવાનો સ્વભાવ નથી. આવા સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–
રમણતાથી જ ખરી સમતા થાય છે. પરદ્રવ્યો જ્ઞેયોમાં પણ આ ઇષ્ટ ને આ અનીષ્ટ એવો સ્વભાવ
નથી; પરમાં કયાંય ઇષ્ટ–અનીષ્ટ કરવાનો જ્ઞાનનો કે જ્ઞેયનો સ્વભાવ નથી; પરમાં ઇષ્ટ–
અનીષ્ટપણાની કલ્પના તો અદ્ધરથી કરે છે. ‘હું તો જ્ઞાનસ્વભાવ જ છું’–એ વાત જો બરાબર
સમજે તો જ્ઞાતાદ્રષ્ટા થઈને સમચિત–વીતરાગચિત્ત થઈ જાય! અહો! આ તો કુંદકુંદાચાર્ય
ભગવાનની અલૌકિક
ઃ ૪૬ઃ આત્મધર્મઃ ૧૪૭