Atmadharma magazine - Ank 147
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
વાણી છે. આ વાત સમજે તો જરૂર બોધિની પ્રાપ્તિ થઈ જાય; આ સમજતાં અંતરમાં
જ્ઞાનસ્વભાવની સાવધાનીથી સમચિત–વીતરાગભાવ થઈ જાય; આ જ જૈનશાસન છે.
‘દરિયામાં રહેવું ને મગર સાથે વેર’–એ કેમ ચાલે? તેમ આ જગત તે અનંતા જીવઅજીવ
દ્રવ્યોનો દરિયો છે, તે જગતમાં રહેવું ને પરદ્રવ્યો સાથે વેર–એમ કેમ બને? પરદ્રવ્ય તો જ્ઞેય છે,
તેની સાથે જ્ઞાતાજ્ઞેયપણાનો જ સંબંધ છે, પણ તે વેરી થઈને આ જીવનું અહિત કરે–એવો તેનો
સ્વભાવ નથી. જગતમાં કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનું વેરી છે જ નહીં. પરદ્રવ્યને ઇષ્ટ–અનીષ્ટ માનવું તે
ભ્રમબુદ્ધિ છે.
હે ભાઈ! તારે જૈનશાસનું સેવન કરવું હોય તો રાગનું સેવન છોડ.
જૈનશાસન કહે છે કે હે ભાઈ! તું તો જ્ઞાન છો, તારા જ્ઞાનમાં પરદ્રવ્ય કાંઈ બગાડતું નથી,
ને તારા જ્ઞાનમાં શુભ અશુભ રાગ કરવાનો પણ સ્વભાવ નથી. તારો આત્મા તો ચૈતન્યપ્રકાશી
જ્ઞાનસૂર્ય છે, તેનું બહુમાન કર ને રાગનું બહુમાન છોડ. શુભરાગનું પણ બહુમાન છોડ ને તારા
શુદ્ધસ્વભાવનું બહુમાન કર. તારે ખરેખર જૈનશાસનનું સેવન કરવું હોય તો તેનાથી વિરુદ્ધ એવા
રાગનું સેવન છોડ. જૈનશાસનમાં રાગને ધર્મ નથી કહ્યો, જૈનશાસનમાં તો વીતરાગભાવને જ
ધર્મ કહ્યો છે. આવા જૈનશાસનના સેવનથી જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે,–એ તેનો મહિમા છે.
જિનશાસનમાં જિનેન્દ્રદેવની આજ્ઞા
ભાઈ! તારા અંતરમાં પૂરો પરમાત્મા બિરાજે છે. તેરે અંતરમેં ભગવાન પરમેશ્વર બિરાજ
રહા હૈ, ઉસકો દેખ! અંતર્મુખ હોકર ઉસકા અવલોકન કર! જુઓ, અંતરમાં પોતાના આત્માને
આવા શુદ્ધ સ્વભાવે દેખવો–અનુભવવો તે જ જિનશાસનમાં જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા છે,
સમયસારની પંદરમી ગાથામાં પણ આચાર્ય ભગવાને એ જ કહ્યું છે કે જે આ ભગવાન શુદ્ધ
આત્માની અનુભૂતિ છે તે સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે.
દેખો.યહ જૈનશાસનકા ઉપદેશ!
અહો! જીવો! સ્વભાવની સાવધાની કરો.....સ્વસન્મુખ વળો.....અંતરમાં તમારા
શુદ્ધઆત્માને દેખો! અંતરમાં શુદ્ધઆત્માને દેખતાં જ અનાદિના મિથ્યાત્વરૂપ મોહનો નાશ થઈ
જશે ને અપૂર્વ આનંદ તથા બોધતરંગ સહિત સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થશે. આ સિવાય બીજો કોઈ
મોક્ષનો ઉપાય નથી. માટે હે જીવો! અંતરમાં વળો......આત્માના શુદ્ધસ્વભાવનું લક્ષ અને પક્ષ
કરીને તેનો અનુભવ કરો.
–મોક્ષમાર્ગની પ્રાપ્તિનું આવું કથન જિનશાસનમાં જ છે. મિથ્યાત્વ તથા કષાયની વ્યાખ્યા
પણ અન્યમતમાં યથાર્થ નથી. જૈનમતમાં જ આત્માના વીતરાગી સ્વભાવનું યથાર્થ સ્વરૂપ
બતાવ્યું છે; તથા તેનાથી વિરુદ્ધ મિથ્યાત્વ શું, તથા કષાય શું, તે ઓળખાવીને તેના નાશનો
યથાર્થ ઉપાય પણ જૈનશાસનમાં જ બતાવ્યો છે; અન્ય મતમાં કયાંય તે વાતનું યથાર્થ કથન પણ
નથી ને તેવો વીતરાગભાવ પણ તેમનામાં હોતો નથી. આ રીતે જૈનશાસનમાં જ યથાર્થ બોધિરૂપ
મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે.
સાધકને રાગ હોય – પણ રાગ તે જૈનધર્મ નથી, જૈન ધર્મ તો વીતરાગ ભાવ જ છે.
પોષઃ ૨૪૮૨ ઃ ૪૭ઃ