Atmadharma magazine - Ank 147
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
જિનશાસનનો મહિમા []
(શ્રી ભાવ–પ્રાભૃત ગા. ૭૬–૭૭–૭૮ ઉપરના પ્રવચનોમાંથી)
હે જીવ! તું તારા શ્રેય ને માટે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવને અંગીકાર કર–એમ
જિનશાસનમાં ભગવાન જિનેન્દ્રદેવનો ઉપદેશ છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે વીતરાગી શુદ્ધભાવ તે જ મોક્ષનું કારણ છે, અને તે
શુદ્ધભાવની પ્રાપ્તિ જૈનશાસનમાં જ છે, તેનાથી જ જૈનશાસનનો મહિમા છે. એ સિવાય રાગ
તે જૈનધર્મ નથી, ને તેના વડે જૈનશાસનનો મહિમા નથી.
દેખો, યહ જૈનશાસનકા ઉપદેશ!!
અરે જીવ! તારા આત્મામાં પ્રભુતા ઊછળે.....ને તારી પામરતા નાશ પામે એવી
અદ્ભુત વાત આ જૈનશાસનમાં સંતોએ બતાવી છે. માટે હે ભાઈ! એક વાર તારી રાગની
બુદ્ધિ છોડ ને આ વાત સમજ. આ સમજ્યે જ તારું હિત છે.
– પૂ. ગુરુદેવ.
જીવના ત્રણ પ્રકારના ભાવોમાંથી શ્રેયકારી એવા શુદ્ધ ભાવને
અંગીકાર કરવાનો ઉપદેશ
આ ‘ભાવપ્રાભૃત’ માં શુદ્ધ ભાવની પ્રધાનતા છે એટલે કે શુદ્ધભાવ તે જ મોક્ષનું કારણ
છે એમ બતાવ્યું છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે વીતરાગી શુદ્ધભાવ છે તે જ મોક્ષનું કારણ
હોવાથી ઉપાદેય છે; એ સિવાય શુભ કે અશુભ રાગ તે ખરેખર ઉપાદેય નથી.
મોક્ષના કારણભૂત સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્રરૂપ શુદ્ધભાવની પ્રાપ્તિ
જૈનશાસનમાં જ છે અને તેનાથી જ જૈનશાસનનો મહિમા છે. મોહ કે રાગ–દ્વેષ તે જૈનધર્મ નથી.
પણ મોહ અને રાગ–દ્વેષ રહિત એવો વીતરાગી શુદ્ધભાવ તે જૈનધર્મ છે.
આ ભાવ–પ્રાભૃત છે, તેમાં કયો ભાવ ઉપાદેય છે, અથવા તો કયો ભાવ મોક્ષનું કારણ છે.
તેનું વર્ણન છે. શ્રી જિનેશ્વરદેવે જીવના ભાવ ત્રણ પ્રકારના કહ્યા છે–શુભ, અશુભ ને શુદ્ધ; તેમાંથી
શુભ ભાવ તો પુણ્યબંધનું કારણ છે, અશુભ ભાવ પાપ બંધનું કારણ છે, ને શુદ્ધભાવ તો
શુદ્ધસ્વભાવ જ છે એટલે તે મોક્ષનું કારણ છે.–આ પ્રમાણે જિનેશ્વરદેવે ત્રણ ભાવો કહ્યા છે તેને
જાણીને, હે જીવ! જે શ્રેયકારી હોય તેને તું આચર.
આ ભાવપ્રાભૃતમાં શુદ્ધભાવની પ્રધાનતા છે, તે શુદ્ધભાવ જ મોક્ષનું કારણ છે તેથી તે જ ઉપા–
પોષઃ ૨૪૮૨ ઃ ૪૩ઃ