અને પુણ્ય–પાપના વિભાવમાં જ ધર્મ માનીને રોકાઈ જા–તો તેમાં અપૂર્વ આત્મહિતની પ્રાપ્તિ નહિ થાય.
ભગવાન! શુદ્ધ સમ્યગ્જ્ઞાન વડે તારા જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણતાં તને અપૂર્વ સમ્યગ્દર્શન થશે, અપૂર્વ
શાંતિ પ્રગટશે, ને તારા ભવભ્રમણનો અંત આવી જશે.
ચૈતન્યસ્વભાવમાં અતીન્દ્રિયઆનંદ ભર્યો છે, તેને ભૂલીને જે વિકૃત અવસ્થા થઈ તે દુઃખ છે, દુઃખ ક્યાંય
અવસ્થા થતાં મને દુઃખ થયું–એવી જે અસત્ માન્યતા છે તે જ દુઃખ અને સંસાર પરિભ્રમણનું મૂળ છે. બહારના
સંયોગ કે વિયોગ તો આત્માથી સદાય જુદા જ છે, તેનો કર્તા આત્મા નથી, અને તેના કારણે આત્માને સુખ–
દુઃખ નથી. તે પર ચીજો આત્માના જ્ઞાનનું જ્ઞેય છે, ને આત્મા તો સ્વ–પરપ્રકાશક જ્ઞાનસ્વભાવી છે. તે સ્વતંત્ર
અનાદિઅનંત વસ્તુ છે, કોઈએ તેને બનાવ્યો નથી, કોઈએ તેને રખડાવ્યો નથી તેમ જ કોઈ તેને તારનાર નથી.
જો બીજો કોઈ આ આત્માને તારે તો આત્મા પરાધીન થઈ જાય. આત્મા પોતાની ભૂલ વડે રખડ્યો છે, ને
ચૈતન્યના ભાન વડે પોતે જ પોતાનો તારનાર છે. જૈનપણું એટલે શું? જૈનના કૂળમાં જન્મ્યો અને જૈન એવું
નામ કહેવાયું તે ખરું જૈનપણું નથી. પણ હું જ્ઞાનાનંદ સ્વપરપ્રકાશક છું, વિકારનો એક અંશ પણ મારો નથી
–આવા સમ્યક્ભાન વડે અનાદિની ઊંધી રુચિને જીતે એટલે કે તે ઊંધી રુચિનો નાશ કરે તેનું નામ સમ્યગ્દર્શન
છે અને તે જ પ્રથમ જૈનપણું છે. હજી તો આ જૈનપણાની શરૂઆતની વાત છે. આવી યથાર્થ ઓળખાણ વગર
જૈનપણું ખરેખર હોય નહીં. બહારમાં પુણ્યના સંયોગનો ઠાઠ પડ્યો હોય, જડની ક્રિયા તેના કારણે ભજતી હોય,
અને પુણ્ય–પાપની વૃત્તિઓ પણ વર્તતી હોય, છતાં તે વખતે ધર્મીને તે બધાયથી ભિન્ન ચિદાનંદસ્વભાવનું
અંતરમાં ભાન છે; ધર્મીને આત્માનું ભાન થયું પછી તેને પુણ્યના ફળ હોય જ નહિ–એમ નથી. પુણ્ય અને
પુણ્યના ફળ હોય પણ ધર્મીને તેમાં એકત્વબુદ્ધિ નથી, તેમાં ક્યાંય આત્માની શાંતિ માનતા નથી, અંતરમાં
ભિન્ન ચિદાનંદ વસ્તુની જ રુચિ છે. ચૈતન્યવસ્તુમાં મારો વાસ છે, અનંત ગુણના પિંડમાં આત્માનું વાસ્તુ કર્યું છે
ને બહારમાંથી રુચિ ઊડી ગઈ છે, –એવા ધર્મી બહારના સંયોગમાં ક્યાંય સ્વપ્નેય સુખ માનતા નથી.
જુઓ; ચૈતન્યસ્વભાવી આત્મા બહારના સંયોગથી જુદો છે, સંયોગની અનુકૂળતા તે કાંઈ ગુણ નથી
‘હું સધન’ એવું અભિમાન અને ‘હું નિર્ધન’ એવી દીનતા તે દોષ છે. એ જ પ્રમાણે બહારમાં આબરૂ હોવી તે
કાંઈ ગુણ નથી અને અનાબરૂ હોવી તે કાંઈ દોષ નથી; શરીરમાં નિરોગતા હોવી તે કાંઈ ગુણ નથી ને શરીરમાં
રોગ થવો તે કાંઈ દોષ નથી, પણ શરીરમાં કાંઈ થતા “આ મને થયું” એવી શરીર સાથેની એકત્વબુદ્ધિ તે દોષ
છે. અંતરમાં દેહાદિથી પાર હું ચિદાનંદમૂર્તિ છું, મારામાં મારી પ્રભુતા પડી છે–આવું લક્ષ કરીને ચૈતન્યસ્વભાવની
પ્રતીત કરવી તે અપૂર્વ ગુણ છે–તે જ ધર્મની શરૂઆત છે. પહેલાંં આ વાત લક્ષમાં તો લો. ભગવાનપણું અંતરમાં
છે તેમાંથી આવશે, બહારમાંથી નહિ આવે. પુણ્ય–પાપની વૃત્તિ ઊઠે તે પણ ક્ષણિક નાશવાન છે, તેમાંથી
ચૈતન્યની પ્રભુતા નહિ આવે. તે પુણ્ય–પાપની વૃત્તિઓ જ્ઞાન સાથે એકમેક થઈ ગયેલી નથી પણ ભિન્ન છે. હું
જ્ઞાન છું–એવી શુદ્ધજ્ઞાનની અંર્તદ્રષ્ટિ કરવી તે ધર્મ છે. આવો ધર્મ થાય છતાં હજી નીચલી ભૂમિકામાં પુણ્યની ને
પાપની પણ લાગણી હોય. ધર્મી થાય એટલે તેને પાપની લાગણી સર્વથા થાય જ નહિ–એમ નથી. પુણ્ય–પાપની
લાગણી થાય પણ ધર્મીની શ્રદ્ધા પલટી ગઈ છે, પુણ્ય–પાપથી પાર ચિદાનંદતત્ત્વ હું છું–એવી પ્રતીત ધર્મીની
દ્રષ્ટિમાં પડી છે. પુણ્ય અને પાપ બંને આસ્રવો છે, તે મારા આત્માનું અસલ સ્વરૂપ નથી. તે આસ્રવો મારા
જ્ઞાનમાં જ્ઞેયપણે જણાય છે, પણ મારા જ્ઞાન સાથે તેની એકતા નથી. આવું ચૈતન્યનું અંર્તભાન કરવું તે અપૂર્વ
છે, છતાં સ્વભાવના પ્રયત્નથી તે થઈ શકે તેવું હોવાથી સુગમ છે. સંયોગમાં સુખ માનીને તેને પોતાનું કરવા
માટે અનાદિ કાળથી મથે છે, પણ એક રજકણ તેનો થયો નથી, અને જો ચિદાનંદસ્વભાવની ઓળખાણ કરવાનો
સત્સમાગમે યથાર્થ પ્રયત્ન કરે તો અપૂર્વ આત્મભાન થયા વિના રહે