નથી. માટે હે ભાઈ! તું તારા જ્ઞાનાનંદસ્વરૂપની સંભાળ કર. કદી તેની દરકાર કરી નથી તેથી કઠણ લાગે છે.
પણ જો આત્માની દરકાર કરીને પ્રયત્ન કરે તો સમજી શકાય તેવું છે. ભાઈ! તારે અનંતકાળના આ
પરિભ્રમણનો અંત લાવવો હોય... ને આત્માની અતીન્દ્રિય શાંતિનો અનુભવ કરવો હોય તો તેની આ રીત છે.
આત્માનું અપૂર્વ ભાન થયા પછી ધર્મીને ભગવાનની પ્રતિષ્ઠા વગેરેના મહોત્સવનો ભાવ આવે, પણ ધર્મી જાણે
છે કે આ શુભરાગ છે–આસ્રવ છે. મારા ચૈતન્યનો સ્વભાવ આ રાગથી પાર છે; રાગનું જ્ઞાન થાય છે, પણ રાગ
સાથે એકતાબુદ્ધિ થતી નથી. જો રાગ થાય તેને જાણે જ નહિ તો તે જ્ઞાન પણ ખોટું છે. અને રાગ થાય તેને ધર્મ
માને તો તે જ્ઞાન પણ ખોટું છે. ધર્મીને રાગ થાય છે તેને તે રાગ તરીકે જાણે છે પણ તેમાં ધર્મ માનતા નથી,
રાગ અને જ્ઞાનની ભિન્નતાનું ભેદજ્ઞાન તેને વર્તે છે, –આવું અપૂર્વ ભેદજ્ઞાન કરવું તે ધર્મ છે. આ ભેદજ્ઞાન વગર
ધર્મ થાય નહિ.
વારંવાર ચૈતન્યસ્વભાવની વાતનું શ્રવણ–મનન અને ભાવના કર્યા જ કરવી. પોતે પોતાના સ્વભાવસન્મુખ દ્રષ્ટિ
કરતો નથી તેથી ભવભ્રમણાનો નાશ થઈ જાય છે અને ચૈતન્યસ્વભાવને ઓળખીને તેની દ્રષ્ટિ કરે તો
અલ્પકાળમાં ભવભ્રમણનો નાશ થઈ જાય છે. માટે વારંવાર આ વાતનું શ્રવણ–મનન કરીને ચૈતન્યસ્વભાવની
ઓળખાણ કરવી જોઈએ.
આત્મામાં ભરી છે તેનો વિશ્વાસ કે મહિમા કર્યો નહિ. તેથી અહીં આચાર્ય ભગવાન કહે છે કે હે ભાઈ! નવ
તત્ત્વોમાં તારું શુદ્ધ જીવ તત્ત્વ કેવડું છે તેન તું જાણ. નવ તત્ત્વોને ઓળખીને તેમાંથી, શુદ્ધનય વડે તારા અખંડ
ચૈતન્યતત્ત્વને લક્ષમાં લઈને તેની પ્રતીત કર. આવી શુદ્ધઆત્માની પ્રતીત કરવી તે અપૂર્વ સમ્યગ્દર્શન છે, તે જ
ધર્મની શરૂઆત છે અને તે જ ભવભ્રમણના નાશનો મૂળ ઉપાય છે.
થાય છે એવી મિથ્યાબુદ્ધિથી ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. સંસારમાં પરિભ્રમણ કરતાં પુણ્ય કરીને અનંતવાર
સ્વર્ગમાં ગયો, તેમજ પાપ કરીને અનંતવાર નરકમાં ગયો, તિર્યંચમાં ને મનુષ્યમાં પણ અનંત જન્મ–મરણ કર્યાં.
પણ મારું જ્ઞાનાનંદસ્વરૂપ શું તેનો યથાર્થ વિચાર એક સેકંડ પણ કદી કર્યો નથી. આત્માનું યથાર્થ સ્વરૂપ જાણીને
સમ્યગ્જ્ઞાન થાય ને પરિભ્રમણ ટળે તેની આ વાત છે. આત્માના શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના સમ્યગ્દર્શન ને
સમ્યગ્જ્ઞાન થાય નહિ. અનાદિથી આત્માએ પોતાને દેહરૂપ ને રાગરૂપ અશુદ્ધ જ માન્યો છે ને તેનો જ અનુભવ
કર્યો છે, પણ દેહથી પાર ને રાગથી પાર જે શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ છે તેને કદી જાણ્યું કે અનુભવ્યું નથી. ક્ષણિક
પર્યાયમાં અશુદ્ધતા અને સંયોગ હોવા છતાં આત્માનો સ્વભાવ તે રૂપ થઈ ગયો નથી, તેથી જો ભૂતાર્થદ્રષ્ટિથી
આત્માના સ્વભાવને દેખો તો આત્મા શુદ્ધસ્વભાવપણે દેખવામાં તથા અનુભવવામાં આવે છે. ને આત્માના શુદ્ધ
સ્વભાવનો અનુભવ થતાં, “રાગાદિ તે હું ને દેહાદિ તે હું” એવી અનાદિની ભ્રમબુદ્ધિ ટળી જાય છે... આ
મોક્ષમાર્ગની શરૂઆત છે ને પછી તે શુદ્ધ આત્માના જ અનુભવથી પર્યાયમાં શુદ્ધતા થતી જાય છે, ને રાગાદિનો
અભાવ થઈને પૂર્ણ શુદ્ધદશારૂપ પરમાત્મપદ પ્રગટે છે. માટે ભૂતાર્થસ્વભાવની સન્મુખ થઈને શુદ્ધ આત્માનો
અનુભવ કરો–એવો ભગવાનનો ઉપદેશ છે.