જડ છે, તેમાં ક્યાંય તારો અધિકાર નથી. તારું ચૈતન્યતત્ત્વ દેહથી પાર,
અચિંત્ય જ્ઞાનઆનંદના વૈભવથી ભરેલું છે, તે વૈભવમાંથી પરમાત્મ–પદ
પ્રાપ્ત થશે. પ્રભુ! એકવાર તારી પ્રભુતાને દેખ. સર્વજ્ઞ ભગવંતોએ તારી
પ્રભુતાનાં જ ગાણાં ગાયા છે... શાસ્ત્રોએ પણ તારી પ્રભુતાનો જ મહિમા
ગાયો છે... માટે તું તારી પ્રભુતાનો એકવાર ઉલ્લાસ તો લાવ!
પરમાત્મ–શક્તિની સન્મુખ થઈને તેની રુચિરૂપી ગંધ જેણે આત્મામાં
પ્રગટાવી તેણે તે સુગંધીરૂપી અગરબત્તી વડે પરમાત્માનું પૂજન કર્યું...
અંતરમાં પરમાત્મશક્તિ ભરી છે તેની સન્મુખ થઈને તેની આરાધના
કરવી તે જ પરમાત્મપદ પ્રાપ્તિનો ઉપાય છે.
આત્માની આરાધનાથી મોક્ષ થાય તેની આ વાત છે. આત્માના શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપના ધ્યાન વડે
દર્શનસ્વરૂપ એવો જે તારો પરમ આત્મસ્વભાવ છે તેના ધ્યાન વડે જ મુક્તિ થાય છે. અશુભ તો છોડવા જેવું છે
જ, ને શુભ રાગરૂપ સઘળો વ્યવહાર પણ છોડવા જેવો છે, તે વ્યવહારને છોડીને, શુદ્ધચિદાનંદ આત્માના ધ્યાન
વડે જ પરમપદની પ્રાપ્તિ થાય છે. ચોથા ગુણસ્થાનવાળા સમકિતીને આવી શ્રદ્ધા હોય છે કે મને મારા
શુદ્ધચિદાનંદ સ્વરૂપના અવલંબને જ મોક્ષદશા થવાની છે, અંતરમાં ધ્યાન વડે સહજ ચિદાનંદ આત્માના
અનુભવરૂપી અમૃતનું પાન કરવું–તે જ કરવા જેવું છે, વચ્ચે શુભ આવે તે વ્યવહાર છોડવા જેવો છે. ધર્માત્મા
છઠ્ઠા–સાતમા ગુણસ્થાને ઝૂલતા મુનિને પણ વ્રત–તપ–વિનય–ઉપદેશ વગેરેની જે શુભ વૃત્તિ ઊઠે તે છોડવા જેવી
છોડીને જ્ઞાનાનંદસ્વરૂપ પરમ આત્માનું ધ્યાન કરવાનું ઉપદેશમાં કહ્યું છે. –આમ જાણીને જે યોગીજનો જિનદેવે
કહેલા પરમાત્માનું ધ્યાન કરે છે તેઓ મુક્તિને પામે છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે જાણ્યા વગર તેનું
ધ્યાન હોઈ શકે નહિ. ધ્યાન એટલે ઉપયોગની એકાગ્રતા; શેમાં ઉપયોગની એકાગ્રતા કરવાની છે તે જાણ્યા
વગર ધ્યાન કોનું કરશે? માટે ધ્યેયરૂપ શુદ્ધઆત્મા કેવો