તેનું નામ મોક્ષ છે. આ રીતે આત્માના શુદ્ધ સ્વરૂપને ધ્યાવી–ધ્યાવીને જ અનંત જીવો પરમપદને પામ્યા છે.
અંતરમાં પૂર્ણ જ્ઞાન ને આનંદશક્તિ પોતાની સ્વતંત્ર છે, કોઈ બીજાને આધીન નથી, –એમ પોતાની
અંર્તશક્તિને ઓળખીને તેના જ ધ્યાન વડે તેમાં લીન થઈને શક્તિમાંથી પૂરું જ્ઞાન ને પૂરો આનંદ પ્રગટ કરીને
પરમાત્મા થયા. આ જ વિધિથી નિર્વાણપદની પ્રાપ્તિ થાય છે–એમ જિનવરદેવનો ઉપદેશ છે. માટે શુદ્ધઆત્માને
ઓળખીને તેમાં એકાગ્રરૂપ ધ્યાન તે પરમ કર્તવ્ય છે.
અતીન્દ્રિય અમૃતના અનુભવની મસ્તીમાં મશગુલ છે, અને જ્યારે ધ્યાનમાં સ્થિર ન રહી શકે ત્યારે શાસ્ત્ર–
અધ્યયન આદિ કરે. જેને પાપની કે પુણ્યની ભાવના છે, શુદ્ધઆત્માની ધ્યાનદશા જરાપણ પ્રગટી નથી–એ તો
મિથ્યાદ્રષ્ટિ છે, તેને મુનિદશા તો ક્યાંથી હોય? આ તો સમ્યગ્દર્શન ઉપરાંત આત્મામાં ઘણી લીનતારૂપ
મુનિદશાની વાત છે. તે મુનિદશામાં જે પંચમહાવ્રતાદિની શુભવૃત્તિ હોય તે શુભવૃત્તિને પણ છોડીને નિર્વિકલ્પ
આત્મધ્યાનમાં લીન થાય ત્યારે કેવળજ્ઞાન થાય છે. પહેલાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પણ શુદ્ધઆત્માના
નિર્વિકલ્પ ધ્યાન વડે જ થાય છે, ચારિત્રદશા પણ શુદ્ધઆત્માના ધ્યાન વડે જ થાય છે, ને પછી કેવળજ્ઞાન પણ
શુદ્ધઆત્માના ધ્યાનમાં લીનતા વડે જ થાય છે. માટે કહે છે કે હે મુનિજનો! નિરંતર ધ્યાનનો અભ્યાસ કરો....
પરમાત્મસ્વરૂપની ભાવના કરો.
ભાવનામાં મન લગાવે, તેને પણ ધ્યાનતુલ્ય ગણવામાં આવ્યું છે.
બહિર્મુખથી દૂર થવાનો ને અંતર્મુખ લીન થવાનો ઉપદેશ ભગવાને કર્યો છે, તેથી ભગવાનના કહેલા શાસ્ત્રના
અભ્યાસમાં પણ આત્મધ્યાનની જ ભાવના ઘૂંટાય છે, માટે શાસ્ત્રઅધ્યયનને ધ્યાન તુલ્ય કહ્યું છે. –પણ આ રીતે
અંર્તમુખ–દ્રષ્ટિપૂર્વક અભ્યાસ કરે તેની આ વાત છે. રાગથી લાભ માને તો તેણે સર્વજ્ઞના શાસ્ત્રનું અધ્યયન
કર્યું જ નથી. સર્વજ્ઞના શાસ્ત્રો તો રાગ છોડવાનું કહે છે ને આત્મામાં અંતર્મુખ થવાનું કહે છે. એટલે
રત્નત્રયધારક મુનિઓનું મુખ્ય કર્તવ્ય તો આત્મધ્યાન છે; ને આત્માધ્યાનમાં ન રહેવાય ત્યારે,
આત્મધ્યાનપોષક શાસ્ત્રોનું અધ્યયન કરે છે. શાંતિનું વેદન તો સ્વભાવના જ આશ્રયે થાય છે. તેથી પહેલાંં
પોતાના સ્વરૂપનો નિર્ણય કરીને પછી તેનું ધ્યાન કરે છે. શાસ્ત્રોમાં પરમાત્મસ્વરૂપનો નિર્ણય કરાવ્યો છે. દેહથી
પાર, રાગથી પાર આત્માનું પરમ શુદ્ધ સ્વરૂપ શું છે તેનો નિર્ણય કરાવીને શાસ્ત્રોમાં તેનો જ મહિમા ગાયો છે,
તેથી શાસ્ત્રોના અધ્યયનમાં પણ મુનિવરોને શુદ્ધઆત્મસ્વરૂપની જ ભાવના ઘૂંટાય છે.
એવા શાસ્ત્રો આત્માની પરમાત્મશક્તિનો નિર્ણય કરાવીને તેમાં અંતર્મુખ થવાનું કહે છે.... આત્મા અંર્તધ્યાન
વડે જ રાગનો નાશ થઈને કેવળજ્ઞાનમય પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. આ સિવાય બીજો માર્ગ પરમાત્માએ
સેવ્યો નથી, ને ઉપદેશમાં પણ બીજો માર્ગ કહ્યો નથી. જે રીતે ભગવાને પરમાત્મદશા પ્રગટ કરી છે તે જ રીતે
ભગવાને ઉપદેશમાં બતાવી છે. આત્માનો વિચાર કરતાં અંતરમાં એકાગ્રતા કરવી પડે છે, બહારમાં નથી જોવું
પડતું, કેમ કે આત્માની શક્તિ અંતરમાં જ પડી છે, તેથી અંતર્મુખ થઈને તેની શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતારૂપ ધ્યાન
થાય છે. આ રીતે અંતરમાં ઊતર્યે પરમાત્મા થવાય છે. અંતર્મુખ થઈને વસ્તુના સ્વભાવને જ સાધવાનો છે,
બહારમાં કાંઈ સાધવાનું નથી. માટે કહે છે કે હે ભાઈ! તારા પરમ આત્મ–