Atmadharma magazine - Ank 148
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 21

background image
: ૭૨ : આત્મધર્મ : મહા : ૨૦૧૨ :
મિથ્યાદ્રષ્ટિને કે સમ્યગ્દ્રષ્ટિને પણ, રાગ તો બંધનું જ
કારણ છે, શુદ્ધ સ્વરૂપ – પરિણમન માત્રથી જ મોક્ષ છે.

સમયસારના પુણ્ય–પાપ અધિકારના ૧૧૦મા કળશમાં શ્રી આચાર્યદેવ કહે છે કે–
यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा
कर्मज्ञानसमुच्चयोडपि विहितस्तावन्न काचित्
द्रक्ष्ातिः।
किंत्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्मबंधाय तन्
मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः।।
११०।।
અર્થ:– જ્યાં સુધી જ્ઞાનની કર્મવિરતિ બરાબર પરિપૂર્ણતા પામતી નથી ત્યાં સુધી કર્મ અને જ્ઞાનનું
એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે; તેમના એકઠા રહેવામાં કાંઈપણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. પરંતુ અહીં એટલું
વિશેષ જાણવું કે આત્મામાં અવશપણે જે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે તે તો બંધનું કારણ થાય છે,
અને મોક્ષનું કારણ તો, જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે કે જે જ્ઞાન સ્વત: વિમુક્ત છે (અર્થાત્ ત્રણે
કાળે પરદ્રવ્ય ભાવોથી ભિન્ન છે.)
ભાવાર્થ:– જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિને બે ધારા રહે છે–શુભાશુભ
કર્મધારા અને જ્ઞાનધારા. તે બંને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી. (જેમ મિથ્યાજ્ઞાનને અને સમ્યગ્જ્ઞાનને
પરસ્પર વિરોધ છે તેમ કર્મસામાન્યને અને જ્ઞાનને વિરોધ નથી.) તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને
જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે
જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષય કષાયના વિકલ્પો કે વ્રતનિયમના વિકલ્પો
–શુદ્ધસ્વરૂપનો વિચાર સુદ્ધાં–કર્મ–બંધનું કારણ છે. શુદ્ધ પરિણતિ રૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે.
(સમયસાર નવી ગુજરાતી આવૃત્તિ પૃ. ૨૬૩–૨૬૪)
વળી આ કળશના અર્થમાં શ્રી રાજમલ્લજી પણ સ્પષ્ટ ખુલાસો કરે છે કે–
“અહીં કોઈ ભ્રાંતિ કરશે– ‘મિથ્યાદ્રષ્ટિને યતિપણું ક્રિયારૂપ છે તે તો બંધનું કારણ છે, પણ સમ્યગ્દ્રષ્ટિને જે
યતિપણું શુભ ક્રિયારૂપ છે તે મોક્ષનું કારણ છે, કેમ કે અનુભવ જ્ઞાન તથા દયા, વ્રત, તપ, સંયમરૂપી ક્રિયા–એ બંને
મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે.’ –આવી પ્રતીત કોઈ અજ્ઞાની જીવ કરે છે, –તેનું સમાધાન આ પ્રમાણે છે
જે કોઈ પણ શુભ–અશુભ ક્રિયા–બહિર્જલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યના વિચારરૂપ
અથવા શુદ્ધસ્વરૂપના વિચાર ઈત્યાદિ–છે તે સમસ્ત કર્મબંધનું કારણ છે; એવી ક્રિયાનો એવો જ સ્વભાવ છે.
સમ્યગ્દ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિનો એવો તો કાંઈ ભેદ નથી (અર્થાત્ ઉપર અજ્ઞાનીએ કહ્યું તે પ્રમાણે શુભક્રિયા
મિથ્યાદ્રષ્ટિને તો બંધનું કારણ થાય ને તે જ ક્રિયા સમ્યગ્દ્રષ્ટિને મોક્ષનું કારણ થાય એવો તો તેમનો ભેદ નથી)
એવી ક્રિયાથી તો તેને (સમકિતીને પણ) બંધ છે અને શુદ્ધસ્વરૂપ પરિણમનમાત્રથી મોક્ષ છે. જો કે એક જ કાળે
સમ્યગ્દ્રષ્ટિ જીવને શુદ્ધજ્ઞાન પણ છે અને ક્રિયારૂપ પરિણામ પણ છે, –પરંતુ તેમાં વિક્રિયારૂપ જે પરિણામ છે
તેનાથી તો એકલો બંધ થાય છે, તેનાથી કર્મનો ક્ષય એક અંશ પણ થતો નથી–એવું વસ્તુનું સ્વરૂપ છે, –તો
ઈલાજ શો? તે કાળે જ્ઞાનીને શુદ્ધસ્વરૂપનું અનુભવજ્ઞાન પણ છે, તે જ્ઞાન વડે ત્યારે કર્મને ક્ષય થાય છે, તેનાથી
એક અંશમાત્ર પણ બંધન થતું નથી, –વસ્તુનું આવું જ સ્વરૂપ છે, તે જેમ છે તેમ કહીએ છીએ.”
(જુઓ સમયસાર કળશટીકા પાનું ૧૧૨)
ઉપર મુજબ ખુલાસો કરીને પછી તે કળશનો અર્થ વિસ્તારથી લખ્યો છે તેમાં પણ તે બાબતની સ્પષ્ટતા
છે; તેમાં છેવટે લખે છે કે–... ‘શુભક્રિયા કદી પણ મોક્ષનું સાધન થઈ શકતી નથી તે કેવળ બંધની જ કરનારી છે
એવી શ્રદ્ધા કરવાથી જ મિથ્યાબુદ્ધિનો નાશ થઈને સમ્યગ્જ્ઞાનનો લાભ થશે. મોક્ષનો ઉપાય તો એક માત્ર
નિશ્ચયરત્નત્રયમય આત્માની શુદ્ધવીતરાગ પરિણતિ છે.”
(વિશેષ માટે જાુઓ સમયસાર કળશટીકા પૃ. ૧૨ થી ૧૪)