Atmadharma magazine - Ank 148
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: ૬૦ : આત્મધર્મ : મહા : ૨૦૧૨ :
સમ્યગ્દર્શનો ઉપાય
* શુદ્ધ આત્માનો અનુભવ કરવાનો ઉપદેશ *
(શ્ર સમયસર ગ. ૧૩ ઉપર સરન્દ્રનગરમ પ. ગરુદવન પ્રવચન. વર સ. ૨૪૮૦ ચત્ર વદ ૧૨)
શ્રી આચાર્ય ભગવાન કહે છે કે શુદ્ધનયથી જોતાં, એટલે કે
આત્માના એકાકાર સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં તે
શુદ્ધપણે અનુભવમાં આવે છે, ને તેનું નામ સમ્યક્ દર્શન છે... આવા
અનુભવથી જ અનાદિના મિથ્યાત્વનો નાશ થઈને અપૂર્વ મોક્ષમાર્ગની
શરૂઆત થાય છે; માટે શુદ્ધનયના અવલંબનથી આવા શુદ્ધઆત્માનો
અનુભવ કરવાનો સંતોને ઉપદેશ છે.



આ ગાથામાં સમ્યગ્દર્શનનો ઉપાય બતાવ્યો છે. અનાદિની મિથ્યાત્વની ક્રિયા કેમ ટળે અને અપૂર્વ
સમ્યગ્દર્શનની ક્રિયા કેમ થાય તેની આ વાત છે. ભાઈ, આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, દેહાદિના સંયોગથી પાર
અને પુણ્ય–પાપની ક્રિયાથી પણ તે પાર છે. દેહનો તો ક્ષણિક નવો સંયોગ થયો છે તે છૂટીને ચાલ્યો જશે. માટે
આત્મા દેહથી ભિન્ન શું ચીજ છે તેની ઓળખાણ કરી લે. આત્માની ઓળખાણ કરવા માટે તેનું જ્ઞાન વારંવાર
ઘૂંટવું જોઈએ. એકડો શીખવા માટે તે વારંવાર ઘૂંટે છે, તેમ અનંતકાળમાં નહિ કરેલી એવી આત્માની સમજણ
કરવા માટે તેનું સત્સમાગમે વારંવાર શ્રવણ–મનન કરવું જોઈએ; જગતમાં સર્વજ્ઞ ભગવાને નવ તત્ત્વો જોયા છે,
તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે બરાબર ઓળખવું જોઈએ, નવ તત્ત્વોને જાણીને જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં
એકાગ્ર થવું ને નવ તત્ત્વના ભેદનો વિકલ્પ પણ છૂટી જવો–તે અપૂર્વ સમ્યગ્દર્શનની રીત છે. ભગવાન આત્મા
સ્થિર ચૈતન્યતત્ત્વ છે. તેના અવલંબને નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય તેનું નામ સમ્યગ્દર્શન છે.
જુઓ, સ્વચ્છ અરીસામાં કેરી ને જાબુડા, સોનું ને કોલસો, અગ્નિ ને બરફ, મોર ને કાગડો તથા વસ્ત્ર–
એવી નવ ચીજોનું પ્રતિબિંબ દેખાય છે, ત્યાં બહારની નવે ચીજો તો અરીસાથી જુદી જ છે, ને અરીસામાં નવ
પ્રતિબિંબ દેખાતાં અરીસો કાંઈ નવ પ્રકારે ખંડ ખંડરૂપ થઈ ગયો નથી, પણ અરીસો તો પોતાની એકરૂપ
સ્વચ્છતા રૂપે જ છે, તેના સ્વચ્છ સ્વભાવનું જ તેવું પરિણમન છે. આ પ્રમાણે ઓળખે તો અરીસાના સ્વભાવને
જાણ્યો કહેવાય. તેમ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ એવા નવતત્ત્વો તેઓ
આત્માના જ્ઞાનની પર્યાયમાં જણાય છે. ત્યાં જ્ઞાનમાં નવતત્ત્વો જણાતાં જ્ઞાન કાંઈ નવ પ્રકારે ખંડખંડરૂપ થઈ
ગયું નથી, પણ એકરૂપ જ્ઞાનની સ્વચ્છ દશાનું તેવું પરિણમન છે. નવતત્ત્વને જાણતાં જ્ઞાન તે નવતત્ત્વના વિકલ્પ
રૂપે પરિણમી જતું નથી, પણ