ભૂતાર્થ જ્ઞાનાનંદ સ્થિર સ્વભાવને અનુભવમાં પકડવો તેનું નામ સમ્યગ્દર્શન છે, તે ધર્મની પહેલી ભૂમિકા છે.
મારું જ્ઞાન એકમેક થઈ ગયું નથી. પુણ્ય થાય છે તે મારી અવસ્થાની લાયકાત છે અને તે મારા જ્ઞાનનું જ્ઞેય છે
–એમ ધર્મી પુણ્ય તત્ત્વને જાણે છે. કોઈ એમ માને કે મારામાં વિકાર થવાની લાયકાત અવસ્થામાં પણ નથી અને
જડ કર્મ મને વિકાર કરાવે છે, નિમિત્તોને લીધે મને પુણ્ય ભાવ થાય છે. તો તેણે ખરેખર પુણ્ય તત્ત્વને ઓળખ્યું
નથી, અને પુણ્યને જાણનાર પોતાના જ્ઞાનસામર્થ્યની પણ તેને ખબર નથી. ભાઈ! પુણ્ય અને પાપ એ બંને
તત્ત્વોનું અસ્તિત્વ પણ તારી અવસ્થામાં છે. –એમ તું જાણ. આત્માના શુદ્ધસ્વભાવમાં તો પુણ્ય–પાપ થવાની
લાયકાત નથી, પણ ક્ષણિક અવસ્થામાં જે પુણ્ય–પાપ થાય છે તે પોતાની અવસ્થાની લાયકાતથી જ થાય છે
–આમ જાણે તો તે પુણ્ય–પાપની રુચિ છોડીને ધુ્રવ સ્થાયી જ્ઞાનસ્વરૂપમાં એકાગ્રતા કરે–તે સમ્યગ્દર્શનની રીત છે.
જીવને આવું સમ્યગ્દર્શન થવા છતાં દેવગુરુધર્મની ભક્તિ–બહુમાનનો ભાવ આવે અને પાપનો ભાવ પણ થઈ
જાય, પણ ત્યાં ધર્મી જાણે છે કે આ પુણ્ય અને પાપ બંને તત્ત્વો ક્ષણિક છે, મારા જ્ઞાનાનંદસ્વરૂપ સાથે તેની
એકતા થઈ નથી; હું તો સ્થિર જ્ઞાન છું ને આ પુણ્ય–પાપ મારું જ્ઞેય છે. જ્ઞેય કેવું? કે મારી અવસ્થાની ક્ષણિક
લાયકાત છે એવું ધર્મી જાણે છે, પણ બીજાએ મને આ વિકાર કરાવ્યો એમ ધર્મી માનતા નથી.
ઉપર લક્ષ જાય છે. ભગવાનની ભક્તિનો આવો શુભભાવ તેમજ આવા નિમિત્તો હોય છે તેને જો સ્વીકારે જ
નહિ તો તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, તેને પુણ્યતત્ત્વની ખબર નથી. અને જે એમ માને કે આવો શુભભાવ કરતાં
કરતાં મને સમ્યગ્દર્શન થઈ જશે–તો તેને પણ પુણ્યતત્ત્વની કે સંવરતત્ત્વની ખબર નથી. તે પણ મિથ્યાદ્રષ્ટિ છે.
અહીં તો કહે છે કે નવતત્ત્વના ભેદ ઉપર લક્ષ રહે ત્યાં સુધી પણ સમ્યગ્દર્શન થતું નથી. નવતત્ત્વના ભેદનું
અવલંબન છોડીને એકાકાર સ્થિર જ્ઞાનસ્વરૂપનું એકનું જ અવલંબન કરીને નિર્વિકલ્પ પ્રતીતિ થાય તેનું નામ
સમ્યગ્દર્શન છે.
નિમિત્ત–નૈમિત્તિક સંબંધ જેટલું મારું ચૈતન્યતત્ત્વ નથી, મારું ચૈતન્યતત્ત્વ પુણ્ય–પાપથી પાર છે–એમ ધર્મીની દ્રષ્ટિ
પોતાના સ્થિર જ્ઞાનસ્વરૂપ ઉપર પડી છે, આવી દ્રષ્ટિમાં નવતત્ત્વના વિકલ્પોનો અભાવ છે ને એકાકાર જ્ઞાનાનંદ
સ્વરૂપનો અનુભવ છે. આ રીતે નવતત્ત્વોમાંથી એકાકાર જ્ઞાનાનંદસ્વભાવનો અનુભવ કરવો –
નિર્વિકલ્પ પ્રતીતિ કરવી તે અપૂર્વ સમ્યગ્દર્શનનો ઉપાય છે, ને આ જ ઉપાયથી ધર્મની શરૂઆત થાય છે; આ
સિવાય બીજી કોઈ રીતે ધર્મની શરૂઆત થતી નથી.
સમીપ રહીને, કે વિકલ્પની સમીપ રહીને આત્માની શુદ્ધતાનો અનુભવ થઈ શકતો નથી, એટલે કે આત્માનું
વાસ્તવિકસ્વરૂપ પ્રતીતમાં કે જ્ઞાનમાં આવતું નથી. ભેદથી દૂર થઈને ને અભેદની સમીપ થઈને, વિકલ્પથી દૂર
થઈને ને જ્ઞાયકસ્વભાવની સમીપ થઈને, અનુભવ કરતાં, દ્રવ્ય–પર્યાયની એકતારૂપ શુદ્ધઆત્માનો અનુભવ
થાય છે. આવા અનુભવથી જ અનાદિના મિથ્યાત્વનો નાશ થઈને અપૂર્વ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. માટે
શુદ્ધનયના અવ–