Atmadharma magazine - Ank 149
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
જાણું ભગવાને કહ્યું તે પ્રમાણ”–તો ભગવાનના માર્ગમાં એ ચાલે તેમ નથી. હજી ઊંધી માન્યતાના ગોટા તો પડયા
છે, ભગવાને કહ્યું તેનાથી વિપરીત તો ધર્મનું સ્વરૂપ માની રહ્યો છે તો તેણે ભગવાનનું કહેલું પ્રમાણ કર્યું જ નથી.
માટે ધર્મના સ્વરૂપને ઓળખીને, ચિદાનંદસ્વરૂપ આત્માના ધ્યાનનો ઉદ્યમ કરવો–આચાર્યદેવનો ઉપદેશ છે; અને આ
કાળે તે થઈ શકે છે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ આ ૭૭ મી ગાથામાં કહે છે કે અત્યારે આ પંચમકાળમાં પણ ચૈતન્યના ધ્યાન વડે
જે મુનિઓ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની શુદ્ધતા સહિત હોય છે તેઓ આત્મધ્યાનપૂર્વક દેહ છોડી, સ્વર્ગમાં ઈંદ્રપણું પામે
છે, તથા લૌકાન્તિકદેવ પણ થાય છે. આત્મધ્યાન વડે આરાધકપણે દેહ છોડીને સ્વર્ગમાં ઈંદ્રાદિ થઈને પછી ત્યાંથી
મનુષ્ય થઈને મોક્ષ પામે છે. આ રીતે એકભવતારી થઈ શકાય એવું ધર્મધ્યાન આ દુઃષમ કાળે પણ થઈ શકે છે.
સાક્ષાત્ મોક્ષના કારણરૂપ શુક્લધ્યાન ભરતક્ષેત્રે આ કાળે નથી, એમ જિનસૂત્રમાં કહ્યું છે, પરંતુ એકાવતારી
થઈ શકાય એવું આત્મધ્યાન તો આ કાળે થઈ શકે છે. માટે ધ્યાનનો પ્રયત્ન કરવો તે કાંઈ નિષ્ફળ નથી. રે ભાઈ!
અનંત ભવનો નાશ કરીને, એક ભવમાં મોક્ષ આપે–એવું ધર્મધ્યાન તો આ કાળે પણ થઈ શકે છે; માટે તેનો નિષેધ
કેમ કરે છે? અંતર્મુખ ચિદાનંદસ્વરૂપનું શ્રદ્ધાનજ્ઞાન કરીને તેમાં એકાગ્રતારૂપ ધર્મધ્યાન થઈ શકે છે ને એ રીતે
શુદ્ધરત્નત્રયધર્મની આરાધના કરીને આ કાળે પણ મુનિવરો એકભવમાં મુક્તિ પામે એવા એકાવતારી થઈ જાય છે.
તે અહીંથી સ્વર્ગમાં ઈંદ્ર કે લૌકાંતિકદેવ વગેરે થાય છે, લૌકાંતિકદેવોને દેવર્ષિ કહેવાય છે, દેવોમાં તે ઋષિ જેવા છે,
બ્રહ્મચારી છે, તીર્થંકરના વૈરાગ્ય પ્રસંગે આવે છે, ને બધાય એકાવતારી જ હોય છે. અહીંથી આત્મધ્યાન વડે
રત્નત્રયની આરાધના કરીને ગયા છે તેથી એકભવમાં મુક્તિ પામી જાય–એવી લાયકાત પ્રગટે છે. આ રીતે આ કાળે
પણ આત્મધ્યાન વડે શુદ્ધ રત્નત્રયરૂપ ધર્મની આરાધના થઈ શકે છે. માટે આ કાળે આત્મધ્યાનનો નિષેધ કરીને,
વ્યવહારક્રિયાકાંડથી ધર્મ મનાવવો–તે યોગ્ય નથી. આ કાળે આત્મધ્યાન હોવાની જે ના પાડે છે ને રાગથી ધર્મ
મનાવે છે તે જીવ અભવ્ય જેવો મિથ્યાદ્રષ્ટિ છે. માટે હે ભવ્ય! તું રાગની ને વિષયકષાયોની પ્રીતિ છોડીને,
ચૈતન્યસ્વરૂપ આત્માના ધ્યાનનો (–શ્રદ્ધા, જ્ઞાન–રમણતાનો) અંતરમાં ઉદ્યમ કર, જેથી તારા ભવનો અંત આવી
જાય.–એવો સંતોનો ઉપદેશ છે.
પંચમકાળના આત્મધ્યાની સંતોને નમસ્કાર હો.
સમ્યક્ત્વના મહિમા સૂચક
પ્રશ્નોત્તર
પ્રશ્નઃ– જગતમાં કોણ સુકૃતાર્થ છે?
ઉત્તરઃ– સિદ્ધિ કરનાર એવા સમ્યક્ત્વને જેણે સ્વપ્નમાં પણ મલિન કર્યું નથી તે પુરુષ સુકૃતાર્થ એટલે કે કૃતકૃત્ય છે.
(–મોક્ષપાહુડ ૮૯)
પ્રશ્નઃ– જગતમાં કોણ ખરેખર વીર છે?
ઉત્તરઃ– સિદ્ધિ કરનાર એવા સમ્યક્ત્વને જેણે સ્વપ્નામાં પણ મલિન કર્યું નથી તે જ ખરેખર વીર છે.
(–મોક્ષપાહુડ ૮૯)
ઃ ૮૬ઃ આત્મધર્મઃ ૧૪૯