Atmadharma magazine - Ank 149
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
હે ભાઈ! જો તારે અનંતકાળના પરિભ્રમણનો અંત લાવવો હોય....ને
આત્માની અતીન્દ્રિય શાંતિનો અનુભવ કરવો હોય તો તેની રીત શું છે તે અહીં
સંતો બતાવે છે.
જીવે પૂર્વે કદી એક સેકંડ પણ આત્મજ્ઞાન કર્યું નથી; આત્મજ્ઞાન તે અપૂર્વ ચીજ છે, તે આત્મજ્ઞાન કર્યા વિના
કદી કોઈનું કલ્યાણ થતું નથી. આત્મજ્ઞાન વિના જીવ ભલે શુભરાગ કરે ને પુણ્ય બાંધીને સ્વર્ગે જાય, પણ તેનાથી
ભવભ્રમણના દુઃખનો અંત ન આવે. આ તો અનાદિ કાળના ભવભ્રમણના દુઃખનો અંત કેમ આવે ને અપૂર્વ
આત્મસુખની પ્રાપ્તિ કેમ થાય–તેની વાત છે. અરે જીવ! અનંતકાળમાં દુર્લભ એવો આ મનુષ્ય અવતાર પામ્યો ને
આવો સત્સમાગમ મળ્‌યો ત્યારે જો આત્માની દરકાર કરીને સત્ ન સમજ્યો ને આત્મજ્ઞાન ન કર્યું તો આયુષ્ય પૂરું
થતાં મનુષ્ય અવતાર હારી જઈશ. માટે ભાઈ! આ અવસર પ્રમાદમાં ગુમાવવા જેવો નથી. આ મનુષ્યપણામાં
અવતરીને જીવનનું ધ્યેય એ છે કે પોતાના વાસ્તવિક–આત્મસ્વરૂપની ઓળખાણ કરવી ને તેના સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્રરૂપ મોક્ષમાર્ગની આરાધના વડે ભવભ્રમણનો નાશ કરવો, ને અપૂર્વ મોક્ષસુખની પ્રાપ્તિ કરવી.
મોક્ષદશાનું જે વાસ્તવિક સુખ છે તે કયાંય બહારમાંથી નથી આવતું, પરંતુ આત્માના સ્વભાવમાં જ તે સુખ
ભર્યું છે, તેમાંથી જ પ્રગટે છે; પણ અજ્ઞાનીને બાહ્ય દ્રષ્ટિને લીધે તે સુખ અનુભવમાં આવતું નથી; સુખને બદલે તેને
દુઃખનો અનુભવ થાય છે, અને તે જ સંસાર છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કેઃ
“ઊપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર
અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહીં વાર.”
અંતરની સ્વભાવશક્તિને ભૂલીને, ‘બહારમાં સુખ છે’ એવી કલ્પનારૂપ જે મોહ તે જ સંસારનું મૂળ છે, તે
જ દુઃખનું ઘર છે....અંતરમાં ચૈતન્યશક્તિ આનંદથી પરિપૂર્ણ છે–તેમાં અંતર્મુખ થઈને અવલોકન કરે તો ક્ષણમાત્રમાં
અનાદિના મોહનો નાશ થઈ જાય ને અપૂર્વ સુખનો અનુભવ થાય.
કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં શમાય,
તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર જાય. (આત્મસિદ્ધિ.)
ઊંઘમાં ને ઊંઘમાં સ્વપ્નામાં કરોડો વર્ષોની વાત દેખે–બંગલા વગેરે દેખે, પણ જ્યાં જાગીને આંખ ઊઘાડે
ત્યાં તે બધું અલોપ થઈ જાય છે; તેમ અજ્ઞાનદશારૂપી ઊંઘમાં મિથ્યાકલ્પનાથી પરમાં સુખ–દુઃખ માનીને વિભાવો
અનાદિથી કર્યા, પણ જ્યાં આત્માનું સમ્યક્ભાન કર્યું ત્યાં તે વિભાવો છૂટી જતાં વાર લાગતી નથી. માટે સંતો કહે છે
કે અરે જીવ! એક વાર તો તારી ચૈતન્યશક્તિને સંભાળ, એક વાર તો તારા આત્માની સામે નજર કર. જેમ મોટો
દરિયો ઊછળતો હોય પણ જોનાર આંખો બંધ કરે તો કયાંથી દેખાય? દરિયો તો સામે જ છે પણ આંખ ઊઘાડીને
જુએ તો દેખાય ને? તેમ આ આત્મા પોતે જ
ફાગણઃ ૨૪૮૨
ઃ ૮૭ઃ