અભિપ્રાયમાંથી ત્રણકાળના પરિગ્રહની મમતા છૂટી જવી–તે અપૂર્વ ધર્મ ક્રિયા છે તેને અજ્ઞાની દેખતો નથી. એક
સમયનું સમ્યગ્દર્શન થતાં અનંત ભવોનો નાશ થઇ જાય છે, આવા સમ્યગ્દર્શનના મહિમાની અજ્ઞાનીને ખબર નથી.
આત્માના પ્રભુત્વની તેને ખબર નથી.
સ્વભાવમાં જ્ઞાન ને આનંદની પરિપૂર્ણ શક્તિ ભરી છે, તેનો કદી નાશ થતો નથી. જેમ ચણાના સ્વભાવમાં મીઠાસની
તાકાત ભરી છે, કચાસને લીધે તે તૂરો લાગે છે પણ સેકતાં તેના સ્વભાવનો મીઠો સ્વાદ પ્રગટ થાય છે, તેમ
આત્મામાં મીઠાસ એટલે અતીન્દ્રિયઆનંદ શક્તિરૂપે ભર્યો છે, પણ તે શક્તિને ભૂલીને ‘રાગાદિ તે હું’ એવી
અજ્ઞાનરૂપી કચાસને લીધે તેને પોતાના આનંદનો અનુભવ નથી પણ આકુળતાનો અનુભવ છે. સ્વરૂપસન્મુખ થઈને
તેમાં તન્મય થતાં જ સ્વભાવનો અતીન્દ્રિયઆનંદ પ્રગટે છે.
તે વિકાર છે તેના આધારે પણ કલ્યાણ નથી. વર્તમાન પર્યાયમાં જ્ઞાનનો ઉઘાડ છે તેટલો જ પોતાને માને તો તેના
આધારે પણ કલ્યાણ નથી. પરથી ભિન્ન, વિકારથી ભિન્ન, અંતરમાં પરિપૂર્ણ ચિદાનંદસ્વભાવ છે તેને જ ઉપાદેયરૂપ
જાણી–માનીને, જ્ઞાનને તેમાં એકાગ્ર કરતાં અપૂર્વ આત્મકલ્યાણ થાય છે.
–એવી મારી પ્રભુતા છે.–આમ પોતાની પ્રભુતાને ઓળખીને તેનો આદર કરવો તે પ્રથમ ધર્મ છે. જેણે આત્માની
પ્રભુતાની પ્રતીત કરી તેણે પ્રભુતા તરફ પગલાં માંડયા, તેને મોક્ષમાર્ગની શરૂઆત થઈ.
બીજાનું કામ તું કરી દે–એવું પરાધીનપણું નથી. કોઈ કહે કે–જો આત્મામાં પ્રભુતા છે તો તે બીજાનાં કામ કેમ ન કરી
શકે? તેનો ઉત્તર–આત્માની પ્રભુતા આત્મામાં કામ આવે પણ પરમાં આત્માની પ્રભુતા કામ ન આવે. પોતાના
સ્વભાવમાં એકાગ્ર થઈને એક ક્ષણમાં આત્મા કેવળજ્ઞાન લ્યે–એવી તેની પ્રભુતાની તાકાત છે, પરંતુ પરમાં એક
રજકણને પણ ફેરવી શકે એવી તાકાત કોઈ આત્મામાં નથી. આત્માની પ્રભુતાની આવી ઓળખાણ કરવી તે અપૂર્વ
ધર્મ છે; મનુષ્યપણું પામીને જેને પોતાનું હિત કરવું હોય તેણે આ જ કરવા જેવું છે. પૂર્વે અનંતકાળમાં કદી જે દશા
નથી પામ્યો એવી અપૂર્વ દશા આ સાચી સમજણ થતાં જીવ પામે છે. આ સમજણ સિવાય બીજા જેટલા ઉપાય કરે તે
બધા મિથ્યા છે. તેમાં આત્માનું કિંચિત્ હિત નથી.
બહારની ચીજ નથી પણ જીવનો મિથ્યાભાવ તે જ સંસાર છે, અને તે સંસાર જીવની પર્યાયમાં રહે છે.