Atmadharma magazine - Ank 149
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
જેણે પ્રગટ કર્યો છે તેને જ મુનિદશા હોય છે.
પહેલાં આવી શ્રદ્ધા અને ઓળખાણ કરવી જોઈએ કે, શુદ્ધઆત્માના અંર્તઅવલોકનથી
થતા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવ તે જ મોક્ષનું કારણ છે, ને શુભરાગ તે મોક્ષનું કારણ
નથી.–આવી સમ્યક્ શ્રદ્ધા અને ઓળખાણ કરે તે પણ સત્ય માર્ગમાં છે પણ શ્રદ્ધા જ ઊંધી રાખે,
શુદ્ધભાવને ઓળખે નહીં ને રાગને ધર્મ માને, તે તો ઊંધા માર્ગે છે. ભવનો અંત શુદ્ધ
સમ્યગ્દર્શનાદિ ભાવ વડે જ થાય છે, અને તેનાથી જ જૈનશાસનની શ્રેષ્ઠતા છે.
જૈનધર્મનો મહિમા કરતાં શ્રી આચાર્ય ભગવાન કહે છે કે –
जह रयणाणं पवरं वज्जं जह तरुगणाण गोसीरं ।
तह धम्माणं पवरं जिणधम्मं भावि भवमहणं ।। ८२।।
જેમ રત્નોમાં શ્રેષ્ઠ તો વજ્રરત્ન છે, વૃક્ષોમાં શ્રેષ્ઠ ગોશીર–ચંદન છે, તેમ ધર્મમાં એક જૈન
ધર્મ જ શ્રેષ્ઠ છે.–કેવો છે જૈનધર્મ? કે भावि भवमथनं એટલે કે આગામી ભવભ્રમણને મથી
નાંખનાર છે, ભવભ્રમણનો નાશ કરીને મોક્ષ આપનાર છે, માટે હે જીવ! ભવના નાશ માટે તું
આવા જિનધર્મને ભાવ.
અહો! ‘भावि भवमथनं’ વિશેષણ વાપરીને તો આચાર્યદેવે જૈનધર્મનો અચિંત્ય મહિમા
પ્રસિદ્ધ કર્યો છે. જે ભાવથી ભવભ્રમણનો નાશ થાય તે જ જૈનધર્મ છે. જેનાથી ભવભ્રમણનો નાશ
ન થાય તે જૈન ધર્મ નહિ.
જુઓ, આ જૈનધર્મની શ્રેષ્ઠતા!!
કર્મોના અનેક પડખાંનું જ્ઞાન કરાવ્યું માટે શું જૈનધર્મની શ્રેષ્ઠતા છે?–તો કહે છે કે ના;
એકેન્દ્રિયાદિ જીવોનું ઝીણું ઝીણું જ્ઞાન કરાવ્યું માટે શું જૈનધર્મની શ્રેષ્ઠતા છે?–તો કહે છે કે ના;–
તો કઈ રીતે જૈનધર્મની શ્રેષ્ઠતા છે? જૈનધર્મની શ્રેષ્ઠતા એ રીતે છે કે તે ભાવિ–ભવનો નાશ કરે
છે, સંસારનો નાશ કરીને મુક્તિ આપે છે. ને તેથી જ જૈનશાસનનો મહિમા છે. આ સિવાય બીજી
રીતે–પુણ્ય વગેરેથી જૈનશાસનનો મહિમા માને તો તેણે જૈનશાસનને ખરેખર જાણ્યું જ નથી. હજી
૮૩ મી ગાથામાં આ વાત ઘણી સ્પષ્ટ કરશે.
જૈનધર્મ રાગનો રક્ષક નથી, પણ રાગનો નાશ કરીને વીતરાગનો ઉત્પાદક છે, ભવનો
નાશ કરીને મોક્ષને આપનાર છે. અનાદિના મિથ્યાત્વાદિનો નાશ કરીને, સમ્યક્ત્વાદિ અપૂર્વ
ભાવો પ્રગટે તેનું નામ જૈનધર્મ છે. ભવનું મથન કરી નાંખે ભવનો નાશ કરી નાંખે તે જ જૈનધર્મ
છે. હજી અનંતભવની શંકામાં જે પડયો હોય, અરે! ભવ્ય–અભવ્યની પણ શંકામાં પડયો હોય–
એવા જીવને તો જૈનધર્મની ગંધ પણ આવી નથી. આહા! જૈનધર્મ શું ચીજ છે તેની વાત લોકોએ
યથાર્થ સાંભળી પણ નથી. એક ક્ષણ પણ જૈનધર્મ પ્રગટ કરે તો અનંત ભવનો ‘કટ’ થઈ જાય ને
આત્મામાં મોક્ષની છાપ પડી જાય, મુક્તિની નિઃશંકતા થઈ જાય.–આવો જૈનધર્મ છે, આ જ
જૈનધર્મની શ્રેષ્ઠતા છે. તેથી ભવના નાશ માટે હે ભવ્ય! તું આવા જૈનધર્મને ભાવ.
જુઓ, ભવનો નાશ કરે તે જૈનધર્મ.
–તો ભવનો નાશ કઈ રીતે થાય? શું દયાદિના શુભરાગથી ભવનો નાશ થાય?–ના; માટે
એ શુભરાગ તે જૈનધર્મ નહિ.
શુદ્ધજ્ઞાનાનંદસ્વભાવી આત્માના આશ્રયે જ સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ વડે ભવનો નાશ થાય છે,
માટે શુદ્ધઆત્માનો આશ્રય તે જ જૈનશાસન છે, પુણ્ય તે જૈનશાસન નથી; તેમ જ તે
આત્મધર્મઃ ૧૪૯ ઃ ૮૦ઃ