અવશ્ય તને તેની પ્રાપ્તિ થશે. અનંત ભવનો નાશ કરનાર એવા
સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. તેથી આની
જે ના પાડે છે તે ભવભ્રમણથી છૂટવાની જ ના પાડે છે. આત્માનું હિત કરવા
જે જાગ્યો તેને રોકનાર જગતમાં કોઈ છે જ નહિ.
નથી, એટલે કે આ કાળમાં સમ્યગ્દર્શન થઈ શકે નહિ.–તો આચાર્યદેવ કહે છે કે એમ કહેનાર મૂર્ખ છે. અરે જીવ! તું
રાગની રુચિ કરીને તેના ધ્યાનમાં તો લીન થાય છે ને આત્માના શુદ્ધસ્વરૂપમાં એકાગ્ર થતો નથી, તો તારી રુચિ જ
ઊંધી છે. જ્યાં રુચિ છે ત્યાં એકાગ્રતા થાય છે. બહારના સંસારના કાર્યોમાં ને વિષય–કષાયોમાં એકાગ્ર થઈને તો તું
વર્તે છે, ત્યાં તો તારું ધ્યાન જોડાય છે, ને રાગરહિત ચૈતન્ય સ્વરૂપ આત્મામાં તારું ધ્યાન જોડતો નથી–તેની પ્રીતિ
પણ કરતો નથી, ને કાળનું બહાનું બતાવે છે, તે તારી મૂઢતા છે. કાળનું નામ તું લે છે પણ કાળ કાંઈ તને સ્વરૂપની
રુચિ કરતાં રોકતો નથી. તું તારા સ્વરૂપની રુચિ કરીને તેમાં એકાગ્ર થા, તો કાંઈ કર્મ કે કાળ તને ના પાડતા નથી.
આ પંચમકાળમાં પણ અનેક સંતો ચૈતન્યનું ધ્યાન કરીને સમ્યગ્દર્શનાદિ પામ્યા છે ને પામે છે. સંસારના કામમાં જ્યાં
પ્રીતિ છે તેના વિચારમાં કેવો લીન થઈ જાય છે?–એવો લીન થઈ જાય કે ખાવાપીવાનું ય ભૂલાઈ જાય છે. અને
ધર્મની વાત આવે ત્યાં કહે છે કે અમારાથી તે ન થઈ શકે! આચાર્યદેવ કહે છે કે તને આત્માની પ્રીતિ નથી પણ
વિષયોની પ્રીતિ છે, તેથી
ઃ ૮૨ઃ