Atmadharma magazine - Ank 150
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 22

background image
જિનશાસનનો મહિમા []
(શ્રી ભાવપ્રાભૃત ગા. ૮૨ ઉપરના પ્રવચનોમાંથી)
લૌકિકજનો પુણ્યને ધર્મ માને છે, પણ તે ધર્મ છે નહીં. અરે જીવ!
શું તેં પુણ્ય અનાદિકાળમાં નથી કર્યાં? અનંતવાર પુણ્ય કરીને સ્વર્ગનો
મોટો દેવ થયો છતાં તારું આ ભવભ્રમણ તો એમ ને એમ ઊભું જ રહ્યું!
–માટે સમજ કે ધર્મ ચીજ કંઈક જુદી છે,–કે જેનું તેં કદી એક ક્ષણ પણ
હજી સેવન નથી કર્યું. જ્યાં સુધી શુદ્ધ આત્માને શ્રદ્ધા–જ્ઞાનમાં ન લ્યે ત્યાં
સુધી આ શરમ ભરેલા જન્મમરણથી છૂટકારો ન થાય.
જુઓ, આ ચૈતન્યના આનંદની મસ્તીમાં ઝૂલતા ને વનમાં વસતા
વીતરાગી સંતોની વાણી છે. જૈનધર્મમાં તો ભગવાને એમ કહ્યું છે કે
પુણ્યને જે ધર્મ માને છે તે કેવળ ભોગને જ ઈચ્છે છે, અહો! જેને ધર્મની
ભાવના હોય.....મોક્ષની ભાવના હોય તે જીવો આત્માના સ્વભાવનું
નિરીક્ષણ કરો.....આત્મામાં અંર્તઅવલોકન કરો, તે જ મોક્ષનું દાતાર છે;
આત્માના અંર્ત અવલોકન વિના ભવનો અંત આવતો નથી. અરે,
મનુષ્યઅવતાર પામીને જો ભવના અંતના ભણકાર આત્મામાં ન જગાડયા
તો જીવન શું કામનું?
જિનશાસનમાં ધર્મ શું છે, અથવા કેવા ભાવથી જિનશાસનનો મહિમા છે તે વાત ચાલે છે. આત્મા જ્ઞાન–
આનંદસ્વભાવની મૂર્તિ છે, તેની શ્રદ્ધા–જ્ઞાન ને રમણતારૂપ શુદ્ધભાવ તે ધર્મ છે, અને તે ધર્મ ગ્રહ્યા પછી ભવભ્રમણ
રહે નહિ, એ જ જિનશાસનનો મહિમા છે. માટે કહ્યું કે–ભવનું જે મંથન કરી નાખે–ભવનો નાશ કરી નાંખે એવો
જૈનધર્મ છે, તેને હે જીવ! તું ભાવ! ભવનો નાશ કરવા માટે તું આવા ધર્મને ભાવ. જુઓ, આ ભવરોગની દવા.
ભાઈ, તારો આત્મા સદાય જ્ઞાન–દર્શન–આનંદથી ભરેલો છે, પણ અનાદિથી એક ક્ષણ પણ તેમાં તેં દ્રષ્ટિ
કરી નથી; બાહ્યદ્રષ્ટિથી દેહાદિની ક્રિયાનું અભિમાન કરીને તેમાં જ ધર્મ માની લીધો છે. આત્માના ભાન વડે
સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ પ્રગટ કર્યા વિના શુભ–અશુભ ભાવ વડે ચાર ગતિના ભવમાં અવતાર કરી રહ્યો છે, પણ
ઃ ૧૦૨ઃ આત્મધર્મઃ ૧પ૦