આત્મામાં જ છે.
પણ છૂટી જવો જોઈએ ને મોક્ષ જ થઈ જવો જોઈએ.–પણ એમ તો બનતું નથી. મરતી વખતે શરીર છોડીને જાય છે
ત્યારે પણ જીવ પોતાનો સંસાર ભેગો જ લઈ જાય છે,–કયો સંસાર?–કે અજ્ઞાન અને રાગદ્વેષરૂપી ભાવ તે સંસાર
છે, અને તેને તો જીવ ભેગો જ લઈ જાય છે. જો તે અજ્ઞાન અને રાગ–દ્વેષના ભાવને છોડે તો સંસાર છૂટે, સંસાર શું
ને મોક્ષ શું તેનું પણ જીવોને ભાન નથી, બધુું બહારમાં જ માની લીધું છે.
વીતરાગી ધર્મ તે જ સંસારના નાશનું કારણ છે, તે જ જૈનધર્મ છે; તેને ચૂકીને મૂઢ જીવો બિચારા રાગમાં ને પુણ્યમાં
જ ધર્મ માનીને ત્યાં રોકાઈ ગયા છે, પણ પુણ્યની મીઠાસ તે તો સંસારની ઉત્પત્તિનું કારણ છે. ‘પુણ્ય વડે જૈનધર્મની
શ્રેષ્ઠતા છે–એટલે કે રાગવડે વિકારવડે જૈનધર્મની શ્રેષ્ઠતા છે’ એમ મૂઢ અજ્ઞાની જીવો માને છે, તેને આચાર્યદેવે
લૌકિકજન કહ્યા છે. હવેની ૮૩મી ગાથામાં આચાર્યદેવે સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે જિનશાસનમાં તો ભગવાન
જિનેન્દ્રદેવે પૂજા–વ્રતાદિના શુભભાવને પુણ્ય કહ્યું છે, તેને ધર્મ નથી કહ્યો; ધર્મ તો આત્માના મોહ–ક્ષોભરહિત
પરિણામને એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધ વીતરાગ ભાવને જ કહ્યો છે. ચૈતન્યના આનંદની મસ્તીમાં
ઝૂલતાં ને વનમાં વસતા વીતરાગી સંતની આ વાણી છે.
કહેલા ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રથી જ મોક્ષના કારણરૂપ શુદ્ધભાવ થાય છે, ને તેથી જ જૈનધર્મની શ્રેષ્ઠતા
છે. માટે હે જીવ! આવા શુદ્ધભાવ વડે જ જૈનધર્મનો મહિમા જાણીને તું તેને અંગીકાર કર, અને રાગને–પુણ્યને ધર્મ
ન માન, તેમ જ તેનાથી જૈનધર્મની મહત્તા ન માન. જૈનધર્મમાં તો ભગવાને એમ કહ્યું છે કે પુણ્યને જે ધર્મ માનેે છે
તે કેવળ ભોગને જ ઈચ્છે છે, કેમ કે પુણ્યના ફળમાં તો સ્વર્ગાદિના ભોગની પ્રાપ્તિ થાય છે; તેથી જેને પુણ્યની
ભાવના છે તેને ભોગની એટલે કે સંસારની જ ભાવના છે, પણ મોક્ષની ભાવના નથી. અહો! જેને ધર્મની ભાવના
હોય, મોક્ષની ભાવના હોય, તે જીવો આત્માના સ્વભાવનું નિરીક્ષણ કરો,......આત્મામાં અંર્તઅવલોકન કરો.....તે જ
મોક્ષનું દાતાર છે. આત્માના અંર્તઅવલોકન વિના ભવનો અંત આવતો નથી. મોક્ષદશા આત્મામાંથી આવે છે માટે
આત્માનું શરણ કરો, રાગમાંથી મોક્ષદશા નથી આવતી માટે રાગનું શરણ છોડો. રાગનું શરણ છોડીને અંતરમાં
વીતરાગી ચૈતન્યતત્ત્વનું શરણ કરવું–તેની શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા કરવા–તે ધર્મ છે, આવા ધર્મથી જ ભવનો અંત
આવે છે, આ સિવાય બીજી કોઈ રીતે ભવનો અંત આવતો નથી. અજ્ઞાની ભલે પુણ્ય કરે પણ તેનાથી કિંચિત્ ધર્મ
થતો નથી ને ભવનો અંત પમાતો નથી. આ મનુષ્યઅવતાર પામીને જો ભવના અંતના ભણકાર આત્મામાં ન
જગાડયા તો જીવન શું કામનું? જેણે ભવથી છૂટવાનો ઉપાય ન કર્યો તેના જીવનમાં ને કીડા–કાગડાના જીવનમાં શું
ફેર છે? માટે ભાઈ! હવે આ ભવભ્રમણથી આત્માનો છૂટકારો કેમ થાય તેનો ઉપાય સત્સમાગમે કર, સત્સમાગમે
ચિદાનંદસ્વભાવનું અંતરના ઉલ્લાસપૂર્વક શ્રવણ કરીને, તેની પ્રતીત કરતાં જ તારા આત્મામાં ભવ–અંતના ભણકારા
આવી જશે.
ધર્મ માનતા નથી. મિથ્યાદ્રષ્ટિને તો રાગથી
ચૈત્રઃ ૨૪૮૨