જ્ઞાનસ્વભાવ છું–એમ જો આત્માનું યથાર્થ જ્ઞાન કરે તો તે તરફ વળ્યા વગર રહે નહિ, ને વિષય–કષાયોની રુચિ
તેને રહે જ નહિ. માટે જે જીવ વિષયકષાયોથી પાછો ફર્યો નથી, સ્વચ્છંદે વિષયકષાયમાં જ વર્તે છે તે અજ્ઞાની જીવ
સિદ્ધિ પામતો નથી.
આચરણથી તેને કાંઈ પણ સિદ્ધિ થતી નથી. જ્ઞાનાનંદસ્વરૂપ આત્માના ભાન વગર યથાર્થ ચારિત્ર હોય નહિ. મંદ
કષાયરૂપ વ્રત–તપથી જ જે સિદ્ધિ માને છે પણ ચૈતન્યસ્વરૂપ શું છે તે તો જાણતો નથી, તો તેના વ્રત–તપ બધાય
માત્ર કલેશરૂપ છે, મોક્ષને માટે તે વ્યર્થ છે. જે જીવ ચૈતન્યસ્વરૂપ આત્માને જાણે છે એટલે કે સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન
કરે છે, અને તેમાં લીનતારૂપ ચારિત્ર પણ ધારણ કરે છે તે જ મુક્તિને પામે છે. સમ્યગ્જ્ઞાન હોવા છતાં પણ જ્યાં
સુધી ચારિત્રદશા ધારણ ન કરે એટલે કે ચૈતન્યસ્વરૂપમાં લીનતા ન કરે ત્યાં સુધી સાક્ષાત્ મુક્તિ થતી નથી. અને
સમ્યગ્જ્ઞાન વગરના વ્રત–તપ તો માત્ર પુણ્યબંધનું જ કારણ છે, તેનાથી કાંઈ સિદ્ધિ થતી નથી. આ રીતે સમ્યક્શ્રદ્ધા–
સમ્યગ્જ્ઞાન અને તે જ્ઞાન સહિતનું સમ્યક્ચારિત્ર તે જ મોક્ષનું કારણ છે.
કેવળજ્ઞાન ને મોક્ષ પામે છે. ચારિત્રદશા વિના કોઈ જીવની મુક્તિ થતી નથી. અહીં ભાવપ્રાભૃતમાં મોક્ષના કારણરૂપ
ભાવલિંગ બતાવવું છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે ભાવલિંગ છે તે જ મોક્ષનું કારણ છે. તીર્થંકરનો આત્મ પણ
જ્યાં સુધી ગૃહવાસમાં રાજપાટમાં હોય ત્યાં સુધી, સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન હોવા છતાં, મુનિદશા કે કેવળજ્ઞાન ન
પામે. જ્યારે બાહ્યમાં સર્વ પરિગ્રહ રહિત થઈ, અંતરમાં ચૈતન્યનું ધ્યાન કરીને લીન થાય છે ત્યારે જ ચારિત્રદશા–
મુનિદશા પ્રગટે છે; ને એવી ભાવલિંગી મુનિદશા પછી જ કેવળજ્ઞાન ને મુક્તિ થાય છે.
ચૈતન્યનું જ્ઞાન કરીને તેમાં ચરવું તે ચારિત્ર છે. ચૈતન્યના જ્ઞાનસહિત તેમાં લીનતારૂપ ક્રિયા તે મોક્ષનું કારણ છે.
ચૈત્રઃ ૨૪૮૨