‘દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ’
(દર્શનશુદ્ધિ પ્રગટ કરવાનો ભગવાનનો પ્રધાન ઉપદેશ છે.)
(શ્રી મોક્ષપાહુડ ગા. ૩૯–૪૦ ઉપરના પ્રવચનોમાંથી–તેમ જ રાત્રિચર્ચા ઉપરથી.)
દર્શનશુદ્ધિ માટે સાત તત્ત્વોની પ્રતીત કેવી હોય.....ને એ પ્રતીતનું કેટલું બધું જોર
છે...તે આ પ્રવચનમાં પૂ. ગુરુદેવે ઘણી સરસ શૈલીથી સમજાવ્યું છે.
અહો! શ્રદ્ધાનું બળ અપાર છે....જગતના તમામ તત્ત્વોનો નિર્ણય તેનામાં આવી
જાય છે....તે પહેલું પ્રધાન કર્તવ્ય છે.
પૂ. ગુરુદેવ કહે છે કેઃ “સમકિતી પોતાના જ્ઞાયક સ્વભાવી આત્માને દ્રષ્ટિમાં
લઈને તેમાં જ આરામ કરે છે....આતમરામમાં રહેવું તે જ ખરો આરામ છે......
આત્મસ્વભાવની સન્મુખતા વિના સુખ હરામ છે....ભાઈ, એકવાર તારી
ચૈતન્યવિભૂતિને પ્રતીતમાં તો લે.....તો તારી દર્શનશુદ્ધિ થાય....
દર્શનશુદ્ધિ વિના દેહશુદ્ધિ કે આહારશુદ્ધિ ભલે કરે, પણ તેમાં કયાંય આત્માની
સિદ્ધિ થતી નથી. અને જેને દર્શનની શુદ્ધિ જાગી છે તે ધર્માત્મા ગમે ત્યાં ગમે તે
સંયોગમાં ઊભા હોય તોપણ તેને દર્શનશુદ્ધિના પ્રતાપે શુદ્ધતા સળંગપણે વર્તે છે, ને તેને
જ દર્શનશુદ્ધિથી આત્માની સિદ્ધિ–મુક્તિ પ્રાપ્ત થાય છે.
તત્ત્વાર્થશ્રદ્ધાનમાં વીતરાગી અભિપ્રાયનું અનંત જોર છે; તે શ્રદ્ધાનમાં રાગનું
કર્તૃત્વ રહ્યું નથી, પરની કર્તાબુદ્ધિ રહી નથી; સ્વભાવ સન્મુખ થઈને જ્ઞાયકપણે જ
પોતાને પ્રતીતમાં લીધો છે, આવી પ્રતીતનું એટલું જોર છે કે તેને લીધે જીવ રાગાદિરૂપ
પરિણમતો નથી; જ્ઞાયકસન્મુખ દ્રષ્ટિથી શુદ્ધતા જ કરતો જાય છે.–આ રીતે દર્શનશુદ્ધિથી
જ આત્માની સિદ્ધિ છે.
સર્વ ઉદ્યમપૂર્વક સમ્યગ્દર્શન ગ્રહણ કરવાનો ભગવાનનો મુખ્ય ઉપદેશ છે; જેણે
શુદ્ધ–આત્માને દ્રષ્ટિમાં લઈને દર્શનશુદ્ધિ પ્રગટ કરી તેણે ભગવાનના ઉપદેશનો સાર
ગ્રહણ કર્યો; જે જીવ દર્શનશુદ્ધિ કરતો નથી, આત્માને અશુદ્ધ જ અનુભવે છે તે જીવે
ખરેખર ભગવાનના ઉપદેશનું ગ્રહણ કર્યુ નથી.
આત્મા પોતે પરમ આનંદસ્વરૂપ છે, તે આનંદ પર્યાયમાં પરિપૂર્ણ પ્રગટ થવો તેનું નામ મોક્ષદશા છે. મોક્ષ
એટલે આત્માની પૂર્ણ શુદ્ધતા; પણ તે શુદ્ધતા કેમ થાય? કે પહેલાં ‘હું શુદ્ધજ્ઞાનાનંદ આત્મા છું’ એવી શુદ્ધ દ્રષ્ટિ કરવી
જોઈએ; તે દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ થાય છે. જેણે પોતાના શુદ્ધઆત્માને દ્રષ્ટિમાં લઈને દર્શનશુદ્ધિ પ્રગટ કરી છે તે
આત્મા સમ્યગ્દર્શન વડે શુદ્ધ છે. તેને દર્શનશુદ્ધિ છે તે મોક્ષનું કારણ છે.
ચૈત્રઃ ૨૪૮૨ ઃ ૧૦૯ઃ