Atmadharma magazine - Ank 150
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 22

background image
છે
તેમાં જીવ અને અજીવ તો સામાન્યરૂપ છે, ને આસ્રવ–બંધ, સંવર–નિર્જરા–મોક્ષ તે તેમની વિશેષ પર્યાયો છે. જીવના
વિશેષો જીવથી છે, અજીવની વિશેષ પર્યાયો અજીવથી છે. અજીવ પણ અનંતા પદાર્થો છે, તે પ્રત્યેક પદાર્થની વિશેષ
પર્યાયો તેના પોતાથી થાય છે. જે ત્રિકાળ શક્તિરૂપ જીવ–અજીવ પદાર્થો છે તે જીવતત્ત્વ ને અજીવતત્ત્વ છે, ને બીજા
પાંચે તત્ત્વો તે તેમની પર્યાયો છે. જીવની આસ્રવબંધ કે સંવર–નિર્જરા–મોક્ષરૂપ પર્યાયો તો જીવથી છે, અજીવને લીધે
નથી. પુદ્ગલકર્મમાં આસ્રવબંધ કે સંવર–નિર્જરા વગેરે અવસ્થા થાય છે તે તેના સામાન્ય અજીવપદાર્થની પર્યાય છે,
તેમજ કર્મ સિવાયની બીજી પણ અજીવની જે જે પર્યાયો (લાકડું, શરીર, ઘડો વગેરે) છે તે બધી પર્યાયો પણ તે તે
સામાન્ય અજીવ પદાર્થથી થાય છે, જીવને લીધે નહિ. આ રીતે જગતમાં સામાન્યરૂપ જીવ–અજીવતત્ત્વો અનંતા છે, ને
તેમનું રૂપાંતર કે ક્ષેત્રાંતરરૂપ વિશેષ તે તેનાથી જ છે.–આ પ્રમાણે જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા કરતાં પ્રતીત થાય છે. આ
સિવાય જીવથી અજીવની પર્યાય થાય, કે અજીવથી જીવની પર્યાય થાય–એમ પ્રતીત કરે તો તેને જીવ–અજીવ વગેરે
તત્ત્વો યથાર્થ પ્રતીતમાં આવ્યા નથી, એટલે તેને દર્શનશુદ્ધિ નથી.
રાગ તે આસ્રવ છે–તે જીવતત્ત્વનું વિશેષ છે, અજીવના કારણે નહિ; શરીરની ક્રિયા વગેરે થાય તે અજીવ–
તત્ત્વનું વિશેષ છે, જીવના રાગને કારણે નહિ. જીવો અનંતા છે ને અજીવ અનંતાનંત છે, તેની સંખ્યા જગતમાં સદાય
એટલી ને એટલી જ છે, તેમાં એક પણ વધતા નથી કે ઘટતા નથી. તે બધા તત્ત્વો જગતમાં ત્રિકાળ પોતાથી જ છે,
તેમજ તે દરેક તત્ત્વની વિશેષપર્યાયો પણ પોતપોતાથી જ છે. મારા કારણે જગતમાં બીજાનું કાંઈ નથી, ને જગતના
કારણે મારું કાંઈ નથી. અજીવની પર્યાયમાં અજીવ છે, ને જીવની પર્યાયમાં જીવ છે,–બસ! આવી અનંત પદાર્થોની
સ્વતંત્રતાને શ્રદ્ધાનું બળ સ્વીકારે છે. મારા સિવાય જગતના કોઈપણ જીવ કે અજીવની પર્યાયમાં હું નથી, તેમજ મારે
લીધે તે કોઈની પર્યાય નથી, હું તો જ્ઞાયકસ્વભાવી જીવતત્ત્વ છું,–આવી રીતે સાતે તત્ત્વોને જાણીને, જ્ઞાનસ્વભાવી
જીવતત્ત્વની સન્મુખ થઈને તેની સ્વસંવેદનપૂર્વક પ્રતીત કરી તે જ “
तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्” છે. સમ્યગ્દર્શનમાં
પ્રતીતનું જોર કેટલું છે–તેની આ વાત છે. આવી દર્શનબુદ્ધિથી જ આત્મસિદ્ધિ થાય છે.
જુઓ, જગતમાં મોક્ષતત્ત્વ છે, એટલે કે પૂર્ણ જ્ઞાનઆનંદરૂપ દશા પામેલા સર્વજ્ઞ છે;–તે સર્વજ્ઞની પ્રતીત
કરવા જાય તો તેમાં આત્માની શક્તિ તરફ વલણ થયા વિના રહે નહીં. કેમ કે આત્માની શક્તિમાં સર્વજ્ઞ થવાની
તાકાત છે, તેમાંથી જ સર્વજ્ઞતા ને પૂર્ણાનંદ પ્રગટે છે. સાત તત્ત્વોમાં જીવતત્ત્વની પ્રતીત કરવા જાય તો તેમાં આવા
મોક્ષતત્ત્વની પણ ભેગી જ પ્રતીત આવી જાય છે, અને મોક્ષતત્ત્વની પ્રતીત કરવા જાય કે સર્વજ્ઞની પ્રતીત કરવા જાય
તો તેમાં શુદ્ધજીવતત્ત્વની પ્રતીત પણ ભેગી આવી જ જાય છે. જીવના જ્ઞાનાનંદસ્વભાવની સન્મુખ થયા વગર સાત
તત્ત્વોમાંથી એક પણ તત્ત્વની પ્રતીત યથાર્થ થતી નથી. ચોથા ગુણસ્થાને આત્માના જ્ઞાનાનંદસ્વભાવની પ્રતીતપૂર્વક
સાતે તત્ત્વોની યથાર્થ પ્રતીત થઈ ગઈ છે, તે શ્રદ્ધા ઠેઠ સુધી ટકી રહે છે; સમ્યક્શ્રદ્ધાનમાં સાતે તત્ત્વોની જે યથાર્થ
પ્રતીત આવી છે તે રહેવા માટે આવી છે.
મુનિદશા થાય,–છઠ્ઠા–સાતમા ગુણસ્થાનની દશા પ્રગટે ને વસ્ત્રનો સંયોગ છૂટી જાય, ત્યાં મુનિને પ્રતીતમાં
એમ નથી આવતું કે મારા કારણે આ વસ્ત્ર છૂટયાં. પહેલાં પણ સમ્યગ્દર્શન થયું ત્યારે એમ પ્રતીતમાં ન હતું કે આ
વસ્ત્ર મારા કારણે રહ્યા છે! વસ્ત્રની ક્રિયા અજીવ છે, મારા રાગને કારણે તે અજીવની પર્યાય થાય છે, એમ
સમકિતીની પ્રતીતમાં નથી. તેને નિજ પરમેશ્વરની પ્રભુતા પ્રતીતમાં આવી છે ને અજીવ તત્ત્વને પણ તેણે જગતના
સ્વતંત્ર તત્ત્વો તરીકે પ્રતીતમાં લીધા છે. જગતમાં અજીવ છે, શુભરાગ પણ છે, સમ્યગ્દર્શનાદિ પણ છે ને હું
જ્ઞાયકતત્ત્વ છું–એમ બધા તત્ત્વોની પ્રતીત સમ્યગ્દ્રષ્ટિને વર્તે છે, તેમાં રાગને કારણે અજીવ, કે અજીવને કારણે રાગ–
એમ બે તત્ત્વોની એકતા તે માનતા નથી, એકબીજાના કારણકાર્યને એકબીજામાં ભેળવતા નથી. એટલે તેની શ્રદ્ધામાં
જીવનો અંશ પણ અજીવમાં ભેળવતા નથી ને અજીવનો
ઃ ૧૧૦ઃ
આત્મધર્મઃ ૧પ૦